Abtak Media Google News

બાવરે નૈન, અનહોની, અજી બસ શુક્રીયા, બરસાત કીશન, આરતી, તાજમહલ, દિલ હી તો હે , ચિત્રરેખા, મમતા, ભીગીગત જેવી શ્રેષ્ઠ ફિલ્મોમાં અવિસ્મરણીય ગીતો આપ્યા હતા. તેમના સંગીતની શ્રેષ્ઠ ફિલ્મી કવ્વાલીઓ લોકો આજે પણ યાદ કરે છે

આજે મશહુર સંગીતકાર રોશનની જન્મનીથી છે. તેમનો જન્મ ૧૪ જુલાઇ ૧૯૧૭માં ગુજરાનવાલ પંજાબમાં થયો હતો. તેઓ ફકત પ૦ વર્ષની વયે ૧૬ નવેમ્બર ૧૯૬૭માં મુંબઇ ખાતે અકાળે અવસાન પામ્યા તેમની સંગીત કારર્કીદીનાં સફળ વર્ષો ૧૯૪૮ થી ૧૯૬૭ રહ્યા હતા. તેમનાં પુત્રોમાં રાજેશ રોશન ફિલ્મ સંગીતકાર અને રાકેશ રોશન ફિલ્મ અભિનેતા છે. તેઓ પ્રસિઘ્ધ ફિલ્મસ્ટાર ઋતીક રોશનના દાદા હતા.

તેમનું મૂળ નામ રોશન લાલનાગરથ હતું પણ ફિલ્મોમાં તે રોશન નામથી રોશન થઇ ગયા, નાની ઉંમરથી જ સંગીતનો લગાવ હોવાથી સંગીત શિક્ષા શરૂ કરી, ૧૯૪૦માં ઓલ ઇન્ડિયા રેડિયો, દિલ્હીમાં સંગીત વાદ્ય કલાસસ તરીકે જોઇન થયા. મુંબઇ જવાનું નકકી કરી ફિલ્મ લાઇનમાં નશીબ અજમાવવા ૧૯૪૮માં નોકરી છોડી દીધી, રોશન હિન્દી ફિલ્મોમાં સંગીત આપવા મુંબઇ આવી ગયા થોડા સમય સંઘર્ષ રહ્યો પછી કેદાર શર્માની મુલાકાતે તેણે તેની અને પોતાની પહેલી ‘નેકી ઔર બદી’ ૧૯૪૯માં શરૂ કરી, ફિલ્મ ફલોપ થઇ, હિંમત નહારી બાદમાં કેદાર શર્માની બીજી ફિલ્મ ‘બાવરે નૈન’ ૧૯૫૦માં સંગીત આપ્યું જે ફિલ્મ હીટ બની, ત્યારથી તે સંગીતકાર તરીકે પ્રસ્તાવીત થઇ ગયા. તેઓને મેજીક ઓફ મેલોડીઝ કહેવાયા.

૧૯૫૦ના દશકાની શરૂઆતમાં રફી, મુકેશ, તલતની સાથે કામ કર્યુ, મલ્હાર (૧૯૫૧) નૌ બહાર (૧૯૫૨) જેમાં લત્તાજીના સ્વરમાં ભજને ચાર ચાંદ લગાવ્યાને રોશનનો સિતારો ચમકી ગયો. તેણે પ્રારંભે ઇન્દિવર, આનંદ બક્ષી જેવા નવા ગીતકારોને ચાન્સ આપ્યો જે ૧૯૬૦ ના દશકમાં સૌથી મોંધા ફિલ્મી ગીતકાર બની ગયા હતા. ભલા આદમી (૧૯૫૬) તથા સી.આઇ.ડી. ગર્લ (૧૯૫૯) પણ હિટ નીવડી, ૧૯૬૬ માં દેવર ફિલ્મ સુપર ડુપર હીટ ગઇ હતી. ૧૯૬૦નો દશકો  રોશન અને તેના સંગીતનો સુવર્ણ યુગ સાબિત થયો. હિન્દુસ્તાનની શાસ્ત્રીય સંગીતની સાથે લોકસંગીત ઢાળીને હિટ ફિલ્મોના હિટ ગીતો રોશનને આપયા, ‘બરસાત કી રાત’, સુપર હિટ ફિલ્મ  જેમાં કવ્વાલી સાથે મીઠા મધુરા ગીતો માં ‘જીંદગી ભર નહીં ભૂલેગે વો બસાત કી રાત’હિટ ગીત બન્યું. બાદમાં ૧૯૬૨ ‘આરતી’ ફિલ્મમાં અબ કયા મિસાલ દુ, જેવા ફિલ્મમાં બધા જ ગીતો એવર ગ્રીન હીટ રહ્યા, સંગીતકાર રોશને હિન્દ ફિલ્મની શ્રેષ્ઠ કવ્વાલી આપી જેમાં બરસાત કી રાત, તાજમહલ જેવી ફિલ્હો મોખરે રહી છે. ૧૯૬૦ થી ૧૯૬૬ માં તાજમહલ, ચિત્રલેખા, મમતા અનોખી રાત, દેવર જેવી હિટ ફિલ્મોમાં સંગીતકાર રોશને શ્રેષ્ઠ ગીતો આપ્યા જે આજે પણ ગીતના ચાહકો ૬૦ વર્ષે પણ ગુનગુનાવે છે.

રોશનનાં સંગીતમાં મુકેશે ‘ઓહરે તાલ મિલે’, આયા હે મુજે ફિરયાદ વો જાલિમ… ગુજરા જમાના બચપન કા, બહારો ને મેરા અમન લૂટકર જેવા હિટ ગીતો ગાયા હતા., રોશન હિટ ફિલમોમાં બાવરે નૈન, ભીતી રાત, મલ્હાર, અનહોની, ચાંદની ચોક, અજી બસ શુક્રિયા, મૈં ને જીના શીખ લીયા, આરતી, બરસાત કી રાત, દિલ હી તો હે, તાજમહલ, ચિત્રલેખા, બહુ બેગમ, અનોખી રાત, મમતા જેવી ટોચના સ્થાને ગણાય છે. તેમની મોટાભાગની ફિલ્મોના બધા જ ગીતો હીટ બન્યા હતા.

સંગીતકાર રોશનને કવ્વાલી કિંગ તરીકે પણ ઓળખ હતા. ૧૯૬૦ માં બરસાત કી રાત માં ‘ના તો કારર્વા કી તલા શહે, યે ઇશ્ક ઇશ્ક હૈ’ તથા ૧૯૬૩માં ‘દિલ હી તો હે’  ફિલ્મીની નિગાહે મિલાને કો જી ચાહતા હે જેવી હિટ કવ્વાલીથી તેમને ખુબ જ ચાહના મળી હતી. ૧૯૬૩ તેમને ‘તાજમહલ’ ફિલ્મ માટે શ્રેષ્ઠ સંગીતકારનો ફિલ્મ ફેર એવોર્ડ મળ્યો હતો. તે કયારેય મોટા નિર્માતા પાછળ દોડયા જ નથી. નાના નાના નિર્માતાની ફિલ્મો કરી પણ પોતાની પ્રતિભાથી શ્રેષ્ઠ ગીતો ફિલ્મ જગતને અર્પણ કર્યા.

તેમની ફિલ્મ ‘અનોખી રાત’, ૧૯૬૮ ને તેના મૃત્યુ બાદ રિલિઝ થઇ હતી. જેના ગીતો ખુબ જ હીટ થયા હતા. જેમાં ‘ઓહ રે તાલ મિલે… મિલેના ફૂલ કાંટોસે દોસ્ત…. મહલો કા રાજા મિલા… ’ગીતો આજે પણ એટલા જ લોકપ્રિય છે. પ્રારંભે તેમને સ્નેહલ ભાટકરે ઘણી મદદ કરી હતી. ૧૯૫૦માં તલત- મુકેશ સાથે તેમણે શ્રેષ્ઠગીતો આપ્યા, તેમને ૨૦ વર્ષની હ્રદયની બિમારી હતી છતાં મન મકકમથી શ્રેષ્ઠ ગીતો આપ્યા, ૧૯૫૪માં તેમણે મહેબૂબા, ફિલ્મમાં ઓપી નૈયર સાથે પણ કામ કર્યુ હતું. આજે તેમની ૧૦૩મી જન્મજયંતિ ઉજવાય છે રોશનને તેના ફિલ્મ સંગીતના યોગદાન માટે હમેશા યાદ કરાશે.

રોશનના ટોપ ટેન હીટ ગીતો

  • ના તો કારર્વા કી તલાશ હૈ…… બરસાત કી રાત -૧૯૬૦
  • બાર બાર તોહે કયા સમજાયે…. આરતી – ૧૯૬૨
  • જો વાદા કિયા હે નિભાના પડેગા…. તાજમહલ – ૧૯૬૩
  • મન રે તૂ કાહે ના ઘીર ઘરે….. ચિત્રલેખા – ૧૯૬૪
  • છુપાલો યુ દિલ મે પ્યાર મેરા….. મમતા – ૧૯૬૬
  • લાગા ચુનરી મે દાગ…… દિલ હી તો હે -૧૯૬૩
  • હમ ઇન્તઝાર કરેગે….. બહુ બેગમ – ૧૯૬૭
  • ઓ હ રે તાલ મિલે ન દી કે  જલ મે….. અનોખી રાત – ૧૯૬૮
  • દિલ જો ન કહ શકા… વોહી રાજે દિલ… ભીગીરાત – ૧૯૬૫
  • મેં દિલ હું એક અરમાન ભરા…. અનહોની – ૧૯૫૨

સંગીતકાર રોશને ૧૯૫૦ બાવરે નૈન ફિલ્મથી ફિલ્મી સફર  શરૂ કરી જે તેના મૃત્યુ વર્ષ ૧૯૬૭ સુધી ચાલી જેમાં તેમણે પ૦ થી વધારે ફિલ્મમાં સંગીત આપ્યું ને શ્રેષ્ઠ હિટ ગીતો આપ્યા

તેમણે સાહિર લુધયાનવી સાથે ‘બરસાત કી રાત’, ‘આરતી’ ફિલ્મમાં મજરૂહ સુલતાનપૂરી, સાથે શ્રેષ્ઠ ગીતો આપ્યા, સાહિર સાહેબ સાથે તાજમહલ, ચિત્રલેખા, બહુ બેગમ જેવી હિટ ફિલ્મો બનાવી હતી. ગાયકોમાં મુકેશ હેમંતકુમાર, ગીતા દત્ત, લતાજી, તલત મહેમુદ, રફી, મન્નાડે, આશાજી જેવા વિવિધ ગાયકોના સ્વરમાં સુપરહીટ ગીતો અવિસ્મરણીયો રોશને આપ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.