Abtak Media Google News

પાવાગઢમાં યાત્રાળુઓને મહાકાળી માતાજીના દર્શન સરળતાથી થઈ શકે તે માટે ઉષા બ્રેકો લિમિટેડ સંચાલિત રોપ-વે ચલાવવામાં આવે છે.  આમ હવે મેઈન્ટેનન્સ કરવા માટે 16થી 21 સપ્ટેમ્બર સુધી રોપ-વેની સેવા બંધ રહેશે. આગામી 6 દિવસ સુધી પાવાગઢ આવનારા યાત્રાળુઓને રોપ વે નહી ચાલુ હોવાથી મુશ્કેલીનો સામનો કરવો પડશે.

યાત્રાધામ પાવાગઢ ખાતે યાત્રાળુઓને મહાકાળી માતાજીના દર્શન સરળતાથી થઈ શકે તે માટે ઉષા બ્રેકો લિમિટેડ સંચાલિત ઉડન ખટોલા (રોપ-વે) ચલાવવામાં આવે છે, આ રોપ-વે આજથી 6 દિવસ માટે બંધ એટલે કે તારીખ 16 સપ્ટેમ્બર થી 21 સપ્ટેમ્બર સુધી મેઇન્ટેનન્સ માટે ઉડન ખટોલા સેવા બન્ધ રહેશે જે 22 સપ્ટેમ્બરથી પુનઃ શરૂ કરી દેવામાં આવશે,આમ આજથી 6 દિવસ સુધી પાવાગઢ આવનારા યાત્રાળુઓને ફરજીયાત ડુંગરના પગથિયાં ચઢી માતાજીના દર્શન કરવા પડશે.

વડોદરા પાસે આવેલ પાવાગઢ ખાતે યાત્રાળુઓ દર્શન કરવા ઉમટી પડે છે. જેને લઇને સીડી ન ચડી શકનારા દર્શનાર્થીઓ માટે રોપ વેની સગવડ કરવામાં આવી છે. જો કે મેઇન્ટેન્સના પગલે આગામી છ દિવસ રોપ વે બંધ રહેતા દર્શનાર્થીઓએ સીડી મારફતે દર્શન કરવા જવું પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.