Abtak Media Google News

મહાશિવરાત્રીએ લોકો ઉડનખટોલામાં બેસવા મોટી સંખ્યામાં ઉમટવાના હોવાની સંભાવનાને ધ્યાને લઈ કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે કંપનીનો નિર્ણય

 

જૂનાગઢમાં આજથી 11મી સુધી રોપ-વે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહાશિવરાત્રીએ ભવનાથનું મહત્વ અનેરૂ હોય અહીં મોટી સંખ્યામાં લોકો ઉમટી ઉડનખટોલામાં બેસવાના હોવાનું તારણ નિકળતા ઉષા બ્રેકો કંપનીએ કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે આ મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે.  કોરોનાના કારણે મહાશિવરાત્રીનો મેળો બંધ રાખવામાં આવ્યો છે.  ઉપરાંત ભવનાથમાં ન પ્રવેશવાની સુચનાઓ પણ કલેકટર તંત્ર દ્વારા જાહેર કરવામાં આવી છે. મહાશિવરાત્રીએ મોટી સંખ્યામાં ભાવિકોના મેળાવડા ન જામે અને ભવનાથમાં લોકો ન પ્રવેશે તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. ત્યારે ભવનાથમાં જવા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હોય જેથી ભાવિકોનો પ્રવાહ ઉડનખટોલાની મોજ માણવા તરફ વળવાનો હોવાની પ્રબળ સંભાવનાને ધ્યાને રાખી ઉષા બ્રેકો કંપનીએ મહા શિવરાત્રીના પર્વ દરમિયાન રોપ-વે સેવા બંધ રાખવાનો નિર્ણય જાહેર કર્યો છે. કંપનીના જાહેર કર્યા મુજબ આજથી તારીખ 11 સુધી રોપ-વે સેવા બંધ રહેવાની છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે ઉષા બ્રેકો કંપનીએ આ નિર્ણય લીધો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.