Abtak Media Google News

ફીફા વર્લ્ડકપ: સુરાએજના શાનદાર પ્રદર્શનથી અંતિમ ૧૬માં રશિયા સાથે ઉરૂગ્વેનું સ્થાન નકકી

રશિયા ખાતે ફીફા વર્લ્ડ કપ-૨૦૧૮માં ક્રીસ્ટીયાનો રોનાલ્ડોનો જાદુ યથાવત છે. બુધવારે પોર્ટુગલ મોસ્કો સામેનો મુકાબલો રોમાંચક રહ્યો હતો. જેમાં પોર્ટુગલે ૧-૦થી મોરકકોને માત આપી છે. ફુટબોલ ખેલાડી સ્ટાલ, ક્રીસ્ટીયાનો રોનાલ્ડોને નામ ૮૫ આંતરરાષ્ટ્રીય ગોલ છે. મોરકકોને ૧-૦થી હરાવી પોર્ટુગલની વિજેતા ટીમને અંતિમ ૧૬માં પહોંચવાની ઉમ્મીદ વધી ગઈ છે. રમતની ૫૪મી મીનીટમાં રોનાલ્ડોએ પોતાનો જાડુ બતાવી દીધો અને ગોલ કરી ૧-૦થી મોરકકોને હરાવ્યું.

આ ઉપરાંત, વાત કરીએ સાઉદી અરેબીયા અને ઉરૂગ્વેની તો, લુઈ સુરાએજે પોતાના ૧૦૦માં આંતરરાષ્ટ્રીય મેચને યાદગાર બનાવ્યો છે. તેણે કરેલા ગોલથી ઉરૂગવેએ સાઉદી અરેબીયાને ૧-૦થી હરાવી ફીફા વિશ્વ કપ-૨૦૧૮ની અંતિમ ૧૬ ટીમમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. તેણે પહેલા મેચમાં મિસ્ત્રને પણ ૧-૦ થી જ હરાવ્યું હતું.

ઉરૂગ્વેની જીતથી ગ્રુપ-એમાં નોટઆઉટમાં પહોંચનારી બંને ટીમો પણ નકકી થઈ ગઈ છે. ઉરૂગ્વેની જીતે મેજબાન રશિયાનું પણ અંતિમ ૧૬માં સ્થાન નકકી કરી દીધું છે. આ બંને ટીમોના બે મેચોમાં છ-છ અંક છે. સાઉદી અરેબિયા અને મિસ્ત્રની મુસાફરી ફીફા વિશ્વ કપમાં લીગ રાઉન્ડમાં જ થોભી જશે. સુરાએજે ખેલની ૨૩મી મીનીટમાં મેચનો મહત્વપૂર્ણ ગોલ કર્યો જે છેલ્લે નિર્ણાયક સાબિત થયો અને જીત હાંસલ કરી શરૂઆતની ૨૦ મીનીટ સુધી બંને ટીમોએ એકબીજાને બરાબરની ટકકર આપી પરંતુ સુરાએજે ત્યારબાદ ગોલ કરી ઉરૂગ્વેને ઉત્સાહભેર જીત અપાવી અને ૧૦૦માં મેચમાં ૫૨મો ગોલ કર્યો. સુરાએજ ત્રણ વિશ્વકપમાં ગોલ કરનારા ઉરૂગ્વેના પ્રથમ ખેલાડી બન્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.