Abtak Media Google News

ફીફા વર્લ્ડ કપમાં પોર્ટુગલની આગેકૂચ ચાલુ છે. પોર્ટુગલ ટોચના ૧૬માં પ્રવેશી ચૂકયું છે. હાલમાં ગ્રુપમાં સ્પેન કરતા પોર્ટુગલ પાછળ છે. ગઈકાલે ઈરાન સાથેનો મેચ ડ્રો થતા પોર્ટુગલને ગ્રુપમાં અડચણ ઉભી થઈ હતી.

પોર્ટુગલે શ‚આતની મીનીટોમાં જ ઈરાન સામે એક ગોલ ફટકારી દીધો હતો. જોકે ત્યારબાદ ઈરાનને પેનલ્ટીનો લાભ મળ્યો હતો.

આ લાભ ઈરાનના અન્સારી ફર્ડએ સારી રીતે ઉઠાવ્યો હતો. તેણે સ્ટોપેજ ટાઈમમાં પેનલ્ટીથી ગોલ કરી ૧-૧ની સરસાઈ મેળવવામાં ઈરાનની મદદ કરી હતી. દરમિયાન આવી જ પેનલ્ટીની તક પોર્ટુગલને પણ મળી હતી જેમાં રોનાલ્ડો ગોલ ફટકારી શકયો નહોતો. ઈરાન સામેના મેચમાં રોનાલ્ડોને ઈગ્લેન્ડના હેરી કેનના સ્કોરની બરાબરી કરવાની તક હતી જોકે પેનલ્ટી ચૂકી જતા રોનાલ્ડોને આ તકે ગુમાવવી પડી છે. કેન અત્યાર સુધીમાં ફીફા વર્લ્ડકપમાં પાંચ ગોલ ફટકારી ચૂકયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.