પંજાબ નેશનલ બેંક સિંટેક્સની ટાંકીમાં રોઈ

ચોરની માં કોઠીમાં મોઢું !!!

અમદાવાદની સિન્ટેક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે પંજાબ નેશનલ બેંક સાથે રૂ. ૧૨૦૦ કરોડની છેતરપિંડી આચરી હોવાનું આવ્યું સામે

એક તરફ જ્યારે કોરોના મહામારી સમયે સૌ કોઈ સાથે મળીને આરોગ્ય તેમજ આર્થિક એમ બે મોરચે લડી રહ્યા છે ત્યારે બીજી બાજુ અમુક કંપનીઓ દ્વારા બેંકના હજારો કરોડ રૂપિયાનું કૌભાંડ આચરી પૈસા પચાવી પાડવાનું કારસ્તાન રચ્યાનું સામે આવ્યું છે. સિન્ટેક્સ ઇન્ડસ્ટ્રીઝ કે જેની પાણીની ટાંકીઓ સમગ્ર દેશમાં દર બીજા ઘરમાં જોવા મળે છે તે જ કંપની દ્વારા પંજાબ નેશનલ બેંકમાં રૂપિયા ૧૨૦૦ કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું હોય તેવી માહિતીઓ સામે આવી રહી છે.

સિન્ટેક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા ગત વર્ષે ડિસેમ્બર માસમાં  જે ડેબ્ટ રી સ્ટ્રક્ચરિંગ યોજના રજૂ કરવામાં આવી હતી તેને બેંક દ્વારા નકારી કાઢવામાં આવી હતી પરંતુ તેમ છતાં આ યોજના થકી સિન્ટેક્સ ઈન્ડસ્ટ્રી લિમિટેડ દ્વારા રૂ. ૧૨૦૦ કરોડથી પણ વધુ નાણાંની છેતરપિંડી આચરવામાં આવી હોય તેવી મહિતી હાલ પંજાબ નેશનલ બેંક દ્વારા પ્રાપ્ત થતી વિગત અનુસાર મળી રહી છે.

પંજાબ નેશનલ બેન્ક (પી.એન.બી.)માં અમદાવાદની સિન્ટેક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા ૧૨૦૩ કરોડની છેતરપિંડી કરવામાં આવી છે જેની પુનર્ગઠન યોજનાને ગયા વર્ષે ડિસેમ્બરમાં ધીરધાર દ્વારા નકારી કાઢવામાં આવી હતી.

બુધવારે એક નિયમનકારી ફાઇલિંગમાં સરકારની માલિકીની પીએનબીએ જણાવ્યું હતું કે તેણે અમદાવાદની કોર્પોરેટ બેંકિંગ શાખામાં છેતરપિંડી થયા બાદ તેને કાયદા દ્વારા જરૂરી ૨૧૫.૨૧ કરોડની જોગવાઈ કરી છે.  પીએનબીએ નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, અમદાવાદ ઝોનલ ઓફિસ ખાતે મોટી કોર્પોરેટ શાખામાં મેસર્સ સિંટેક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (એસઆઈએલ) ના એનપીએ ખાતામાં ૧૨૦૩.૨૬ કરોડની છેતરપીંડી કરાઈ હોવાની જાણ થઈ હતી.

સિનટેક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કે જે કાપડ અને યાર્ન બનાવે છે. ઉપરાંત સિનટેક્સ જૂથ પ્લાસ્ટિકની પાણીની ટાંકી પણ બનાવે છે જે ભારતમાં લગભગ તમામ ઘરોમાં જોવા મળે છે.  સિન્ટેક્સ જૂથ સિંટેક્સ પ્લાસ્ટિક ટેકનોલોજી લિમિટેડની માલિકીનું છે.

Loading...