રોહિતની મેરેજ એનિવર્સરી ગિફટ: બેવડી સદી પૂરી થતા પત્ની રિતિકા રડી પડી

ROHIT | RITIKA
ROHIT | RITIKA

હબ્બીની બેવડી સદી બાદ વાઈફ રિતિકા ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી

રોહિત શર્માએ શ્રીલંકા સામેની બીજી વન-ડેમાં બેવડી સદી ફટકારીને પોતાની પત્ની રિતિકાને એનિવર્સરીની શાનદાર ગિફટ આપી હતી. તેણે સદી પુરી કર્યા પછી પેવેલિયનમાં બેઠેલી રિતિકા સાથે ફલાઈંગ કિસ મોકલી હતી. રિતિકા આ અનમોલ ગિફટ મેળવીને ભાવુક બની ગઈ હતી અને તેની આંખમાંથી હરખના આંસુ સરી પડયા હતા.

રોહિત જેવો બેવડી સદી તરફ આગળ વધી રહ્યો હતો કે કેમેરો વારંવાર રિતિકા પર ફોકસ થતો હતો. બેવડી સદી પહેલા રોહિત એક જોખમી સિંગલ રન લેતા રિતિકા તો એકવાર ચિંતિત પણ થઈ ગઈ હતી તેણે રોહિતની બેવડી સદી માટે બંને હાથની આંગળીઓ ક્રોસ કરી હતી. બેવડી સદી પુરી થતા રોહિતે તેની મેરેજ રિંગને પણ કિસ કરી હતી.

ટૂંકમાં ભારત-શ્રીલંકા વન-ડેમાં રેકોર્ડની રમઝટ થઈ હતી. ભારતે ૩૯૨/૪ રન કર્યા હતા. મેન ઓફ ધ મેચ રોહિત શર્મા થયો હતો. શ્રીલંકાનો સ્કોર ૨૫૧/૮ હતો. ભારતે શ્રીલંકાને ૧૪૧ રનથી હરાવ્યું હતું. રોહિતે ચાર વર્ષમાં ત્રીજી બેવડી સદી ફટકારી છે. હવે શ્રેણી ૧-૧થી સરભર થઈ છે. દરમિયાન ચહલે ૩ વિકેટ ખેડવી પાડી હતી. મેથ્યુઝે સદી તો કરી એળે ગઈ હતી કેમ કે રોહિતના ૨૦૮ની બદૌલત ભારત જીત્યુ છે. રોહિતે પોતે સ્લો રમે છે તેવું મેણુ ભાંગ્યું છે.

Loading...