રોહિત શર્માને વન ડે ક્રિકેટર ઓફ ધ યર-2019નો એવોર્ડ અપાયો

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ બુધવારે 2019ના એવોર્ડની જાહેરાત કરી છે. જેમાં ભારતીય ઓપનર રોહિત શર્મા વન ડે ક્રિકેટર ઓફ ધ યર બન્યો છે. વિરાટ કોહલીની ટેસ્ટ અને વન ડે ટીમના કેપ્ટન તરીકે પસંદગી થઈ છે.

વર્લ્ડ કપ 2019માં ખેલ ભાવના માટે કોહલીને સ્પિરિટ ઓફ ક્રિકેટનો એવોર્ડ આપવામાં આવ્યો છે. તેણે વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં દર્શકોને સ્ટીવ સ્મિથને ન ખીજવવા કહ્યું હતું.

ઈંગ્લેન્ડને વર્લ્ડ કપ અપાવનાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સને પ્લેયર ઓફ ધ યર એવોર્ડ આપવામાં આવ્યો છે. 2019માં 59 વિકેટ લેનાર ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર પેટ કમિંસને સર્વશ્રેષ્ઠ ટેસ્ટ ક્રિકેટરનો એવોર્ડ અપાયો છે. રિચર્ડ ઈલિંગવર્થને અમ્પાયર ઓફ ધ યરનો એવોર્ડ અપાયો છે.

Loading...