Abtak Media Google News

ટેકનીકલ વિષયોનો પરિચય, એન્જિનિયરિંગ અને કોડીંગની સમજથી વિઘાર્થીઓ રોબોટના લાઇવ પ્રોજેક્ટસ રજુ કરશે

રાજકોટના જાણીતા જીનિયર્સ ગ્રુપની જીનિયસ ઇગ્લીશ મીડીયમ સ્કુલ અને જય ઇન્ટરનેશનલ સ્કુલ વૈજ્ઞાનિક શિક્ષણની પઘ્ધતિઓ  અપનાવીને સમયની માંગ અનુસારના શૈક્ષણીક વિષયો અને પ્રવૃતિઓને અભ્યાસક્રમમાં સાંકડી તેમના વિઘાર્થીઓને સક્ષમ બનાવવા માટે હરહંમેશ પ્રયત્નશીલ રહે છે. આપણે જાણીએ તેમ, આવનાર સમય રોબોટિક યુગનો છે તે માટે બાળકોની નાની વયથી જ આ વિષયોમાં રસ જાગે તે માટે તાજેતરમાં જીનીયસ ઇગ્લીશ મીડીયમ સ્કુલ અને જય ઇન્ટરનેશનલ સ્કુલ દ્વારા ગ્રેડ ૩ થી ૬ ના વિઘાર્થીઓ માટે સ્કુલમાં રોબોફન લેબની શરુઆત કરી છે.

રોબોફન લેબમાં વિઘાર્થીઓને એન્જીનીયરીંગ અને કોડીંગ જેવી બાબતોનું પાયાથી શિક્ષણ આપવામાં આવે છે. જેથી નાની વયમાં જ તેઓ ટેકનીકલ વિષયોથી પરિચય કેળવી શકે. જીનિયસ ઇગ્લીશ મીડીયમ સ્કુલ અને જય ઇન્ટરનેશનલ સ્કુલના ગ્રેડ ૩ થી ૬ ના વિઘાર્થીઓને માટે આ પ્રવૃતિને નવા શૈક્ષણિક અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવી છે.

આ પહેલા રોબોફન લેબની પ્રવૃતિ ફકત રસ ધરાવતા વિઘાર્થીઓ માટે જ અભ્યાસમાં લેવામાં આવતી હતી પણ સર્વે વાલીઓની જાગૃતતા અને પોતાના બાળકોની રોબોટિક વિષય માટેની રુચી જોતા બન્ને શાળાઓમાં રોબોફન લેબ શરુ કરવામાં આવી છે રોબોફન લેબના ડાયરેકટર અશ્વિભાઇ શાહ અને તેમની ટીમ દ્વારા જુદા જુદા વયના વિઘાર્થીઓને ઘ્યાનમાં રાખીને ખાસ અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે.

આ પ્રવૃતિ માટે રોબોફન લેબના નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન પુરુ પાડવામાં આવશે. રોબોફન લેબમાં વિશ્વના શ્રેષ્ઠ લેગો એજયુકેશન ટુલ ના ઉપયોગ દ્વારા વિઘાર્થીઓને સ્કુલના કેમ્પસમાં પોતાના પ્રતિભા અને સર્જનશકિત દ્વારા વિવિધ પ્રકારના રોબોટના પ્રોજેકટ લાઇવ રજુ કરવાની તક આપવામાં આવશે. જેથી તેમના આત્મવિશ્વામાં વધારો થાય અત્રે એ ઉલ્લેખનીય છે કે દર વર્ષે સંસ્થા દ્વારા યોજાતા યુથ ફિએસ્ટામાં પણ રોબોફન લેબના સહયોગથી બાળકોએ ઘણા રોબોટીક પ્રોજેકટસ તૈયાર કર્યા હતા. જેને મુલાકાતીઓએ ખુબ વખાણ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.