Abtak Media Google News

૩૬૦ના રાષ્ટ્રીય પાસ માર્ક કરતા રોબોટે ૪૫૬નો સ્કોર પ્રાપ્ત કર્યો

ચાઇના એક એવા રોબોટ સાથે આવી રહી છે, જે હવે તબીબી નિદાનમાં ડોકટરોની સહાય કરવા માટે સક્ષમ રહેશે.

અને હોસ્પિટલમાં ભરતી થયેલા દર્દીઓનું ઘ્યાન પણ રાખશે ડોકટરોએ રોબોટનું રાષ્ટ્રીય સ્તરની લાયકાતનું પરીક્ષણ સાફ કર્યુ છે. જે દેશનાં પ લાખ ૩૦  હજાર જેટલા લોકો દ્વારા પ્રયાસો કરવામાં આવ્યાં છે.

અગ્રણી ચાઇનીઝ ટેક કંપની આઇફલેટેક અને ત્સિંગુઆ યુનિવસીર્ટી દ્વારા વિકસાવવામાં આવેલા રોબોટે ૩૬૦ નો રાષ્ટ્રીય પાસ માર્ક કરતા ૪૫૬નો સ્કોર પ્રાપ્ત કર્યો છે. જે એનદુઇ પ્રાંતનાં આરોગ્ય અને પરીવાર નિયોજન કમિશનમાં જણાવ્યું હતું.

પરીક્ષા નિરિક્ષકો દ્વારા એક વાત જોવામાં આવી હતી કે, રોબોટે પરીક્ષા પત્રનો જવાબ સમયસર એક જ સ્થળે આપ્યો હતો. જે રુમમાં ઇન્ટરનેટ અને સીગ્નલ નહોતી. ટેસ્ટમાં જાણવા મળ્યું છે કે રોબોટએ ડીગ્રીમાં સ્વ શિક્ષણ અને સમસ્યા નિરાકરણ ક્ષમતાઓને પ્રભાવિત કરી છે.

જેનો ઉપયોગ કિલનીકલ નિદાનમાં ડોકટરોને મદદ કરવા માટે કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.