Abtak Media Google News

૧૮ જાન્યુઆરીથી ૧૭ ફેબ્રુઆરી વિવિધ કાર્યક્રમો સાથે એક માસ ઉજવણી કરાશે: રોડ સેફટી, સ્વચ્છતા, કોરોના વોરિયર્સ સન્માન અને બ્લેક સ્પોટ વેરિફિકેશન સહિતના કાર્યક્રમો હાથ ધરાશે

સંસદ સભ્ય, ધારાસભ્યો દ્વારા ટુ વ્હીલર સાથે રેલીનું આયોજન: ટ્રાફિક પોલીસ, ડોકટરો અને કોરોના વોરિયર્સ દ્વારા રોડ સેફટી કેમ્પેઈન હાથ ધરાશે

ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે તેમજ રોડ સેફટી વિભાગના ઉપક્રમે પ્રતિવર્ષ યોજાતી રાષ્ટ્રીય માર્ગ સલામતિ સપ્તાહની ઉજવણી આ વર્ષથી એક માસ સુધી ચાલશે. ‘સડક સુરક્ષા, જીવન રક્ષા’ના થીમ સાથે આયોજિત રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ – ૨૦૨૧ માં વિવિધ વિભાગો જોડાઈ માર્ગ અકસ્માત નિવારણ અર્થે વિવિધ જનજાગૃતિના અભિયાનો હાથ ધરાશે.

આગામી તા. ૧૮ જાન્યુઆરી થી  ૧૭ ફેબ્રુઆરી દરમ્યાન આયોજિત રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણીની શરૂઆતના પ્રથમ દિવસે  રોડ સેફટી,  સ્વચ્છતા, કોરોના વોરિયર્સ સન્માન, બ્લેક સ્પોટ વેરિફિકેશન સહિતના કાર્યક્રમો હાથ ધરાશે. તા. ૨૦ થી ૨૫ દરમિયાન સંબંધિત વિસ્તારના સંસદસભ્યો તેમજ ધારાસભ્યો  દ્વારા ટુ વ્હીલર સાથે મહિલાઓ દ્વારા રેલીનું આયોજન/મેરેથોન દોડનું આયોજન તેમજ ટ્રાફિક પોલીસ અને ડોક્ટર, કોરોના વોરીયર્સ દ્વારા રોડ સેફટી કેમ્પેઇન હાથ ધરાશે. તા. ૨૭થી ૨ ફેબ્રુઆરી સુધી નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા રોડ સેફટી વિષયક પ્રવૃત્તિઓ અને સેમિનાર, ડ્રાઇવરો માટે મેડીકલ કેમ્પ અને આંખની તપાસણીનો કેમ્પ,  તા. ૫ ફેબ્રુઆરીના રોજ ટેક્સી અને રિક્ષા ડ્રાઈવર માટે મેડીકલ કેમ્પ અને આંખની તપાસણીનો કાર્યક્રમ, તા. ૯ થી ૧૦ દરમિયાન નવા મોટર વ્હિઇકલ એક્ટ અંતર્ગત કાર્યક્રમ હાથ ધરાશે, તા. ૧૧ તેમજ ૧૨ ફેબ્રુઆરીના રોજ મહિલાઓ અને પબ્લિક ટ્રાન્સપોર્ટ અંગે રોસ સેફટી સંબંધિત સેમિનાર, ડિસેબલ વ્યક્તિઓ અંગે સેમિનાર, તા. ૧૩ થી ૧૪ દરમ્યાન મોટર વાહનના ઇન્સ્યોરન્સ અને રોડ સેફટી બાબતે વર્કશોપ  બાબતે તેમજ તા. ૧૫ થી ૧૭ ફેબ્રુઆરી દરમિયાન રોડ સેફટી વિષયક  પ્રવૃતિઓનું આયોજન તેમજ તા.૧૭ ફેબ્રુઆરીના રોજ રોડ સેફટી વિષયક કામગીરી હાથ ધરાશે. જેમાં આરટીઓ, પોલીસ, નેશનલ હાઇવે ઓથોરિટી, આરોગ્ય વિભાગ, મ્યુનિસિપલ કોર્પોરેશન, જી. એસ. આર. ટી. સી., કલેકટરની કચેરી,  ઇન્શ્યોરન્સ કંપની તેમજ એનજીઓ જોડાશે તેમ આરટીઓ અધિકારી લાઠીયાએ જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.