Abtak Media Google News

જુનાગઢ આરટીઓ કચેરી દ્વારા વિદ્યાર્થીઓમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ આવે, વિદ્યાર્થીઓ ટ્રાફીક નીયમનનું પાલન કરે તેવા ભાવથી આરટીઓ કચેરી જુનાગઢ ના સ્ટાફ દ્વારા માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું

કેશોદની સરકારી આદર્શ નિવાસી શાળામાં આરટીઓ કચેરી જુનાગઢ દ્વારા માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમા વિદ્યાર્થીઓએ માર્ગ સલામતી વિષય પર વક્તૃત્વ સ્પર્ધા નિબંધ સ્પર્ધા પ્રોજેક્ટ સુલેખન નાટક ક્વિઝ કોમ્પિટિશન  સ્પર્ધા સહીતની સ્પર્ધાઓનુ આયોજન કરવામાં આવ્યુ હતું જે સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર આપી બિરદાવ્યા હતા શાળા કક્ષા તાલુકા જીલ્લા કક્ષાએ યોજાતા વિજ્ઞાન મેળા ગણિત નિદર્શનની જેમ જીલ્લા આરટીઓ કચેરી અને સમાજ કલ્યાણ (અનુસુચિત જાતી) વીભાગનાં નાયબ નિયામક સી એન મીશ્રાનાં માર્ગદર્શન તળે યોજાયેલ માર્ગ સલામતી અને ટ્રાફીક નિયમન જાગૃતિ કાર્યક્રમમાં માર્ગ સલામતી કાર્યક્રમ થકી વિદ્યાર્થીઓ અને  તેમના  પરિવારજનોને માર્ગ સલામતી અંગે જાગૃતતા મળે કેશોદની સરકારી આદર્શ નિવાસી શાળામાં માર્ગ સલામતી મેળાનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં આરટીઓ ઓફિસર વી.કે. પરમાર, ઈન્સ્પેક્ટર વી.વી. વાટલીયાના માર્ગદર્શન હેઠળ પ્રોજેક્ટ એકજીકયુટીવ મિલીંદકુમાર ટ્રેનર પ્રશાંત દેવળીયા તથા મહેશ પરમાર દ્વારા માર્ગ સલામતી વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું માર્ગ સલામતી મેળામાં આરટીઓ કચેરી સ્ટાફ આદર્શ નિવાસી શાળાનો સ્ટાફ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા આદર્શ નિવાસી શાળાના આચાર્યશ્રી એ. વી. મણવર ડો. હમીરસિંહ વાળા એમ. ડી. દાહીમા એચ. એસ. મુછાળ તથા નયન સોલંકીએ ભારે જહેમત ઉઠાવી હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.