Abtak Media Google News

રીંગ રોડ૨ના ફેઝ૨ના બાંધકામની કામગીરી અંતિમ ચરણમાં, ૧૮૦૦ લાખના ખર્ચે રોડનું બાંધકામ થશે પૂર્ણ: ૩૪૦ કરોડના ખર્ચે અને ૨૦૦ લાખના ખર્ચે થશે ઘનકચરાના સાધનોની ખરીદી

રાજકોટ શહેરી વિકાસ સતા મંડળ એટલે કે રૂડા વિસ્તારનાં ગામોમાં પાયાની સુવિધા ઉભી થાય એવા વિકાસ અનેક કામો હાથ ધરવામાં આવ્યા છે. જેમાં રોડ રસ્તા, આવાસ યોજના, પાણી પુરવઠા અને ઘન કચરાના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી છે.

રાજકોટ શહેરી વિકાસ મંડળ દ્વારા તેના હેઠળ આવતા વિસ્તારોમાં વિવિધ વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની નિર્ણાયકતાને કારણો નગર આયોજનોને સત્વરે મંજુરી મળી રહી છે. રૂડા વિસ્તારના ગામોનો સુવ્યવસ્થિત અને આયોજનબધ્ધ રીતે વિકાસ થાય તે માટે આ ગામોમાં સરકાર દ્વારા મુસદ્દારૂપ નગરરચના યોજના નં ૨૦ અને ૨૧ (મુંજકા), ૨૨ (મોટામવા), નં ૨૩ (મોટામવા), ૪૩ (વડ-વાજડી), ૩૬/૩(ઘંટેશ્વર-પરાપીપળીયા) તથા પ્રારંભિક નગરરચના યોજના નં ૧૬ (મોટામવા), ૧૦ (મોટામવા) પણ મંજુર કરવામાં આવી છે.હાલમાં સરકાર દ્વારા નગરરચના યોજના નં ૧૭ (મુંજકા) પણ મંજુર કરવામાં આવી છે.

આ ઉપરાંત રીંગરોડ-૨ ને લાગુ વિકસતા વિસ્તારોમાં કુલ નવી ૩૬ (છત્રીસ) સુચીત ટી.પી. સ્કીમોનું આયોજન કરવામાં આવેલ છે.રૂડા વિસ્તારના ગામથી ગામોને જોડતા તથા રૂડા હસ્તકનાં રાજકોટ-કાલાવડ સ્ટેટ હાઇવેના ૪ (ચાર) લેનમાંથી ૬ (છ) લેન વિસ્તૃતીકરણની કામગીરી મળીને કુલ અંદાજીત ૧૦.૧૨૦ કિલોમીટરનાં અંદાજીત રૂ. ૬૦૧ લાખના ખર્ચે ડામર કામ તથા ટી.પી.સ્કીમ નં.૨૦+૨૧ (મુંજકા)નાં કુલ ૩.૦૦ કિ.મીનાં અંદાજીત રૂ. ૧૭૪.૦૦ લાખનાં ખર્ચે મેટલ કામની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

રૂડામાં રોડ-રસ્તાના વિકાસ માટે રીંગરોડ  ૨ ના  ફેઝ -૨ ના બાંધકામની કામગીરી અંતીમ ચરણમાં છે. આશરે ૧૮૦૦ લાખના ખર્ચે આ રોડનું બાંધકામ પૂર્ણ કરવામાં આવશે તેમજ રૂ ૧૦૫૦ લાખના ખર્ચે આ રીંગરોડ પર ત્રણ બ્રીજનું બાંધકામ કરવામાં આવશે. ફેઝ – ૩ નું નિર્માણ રૂ ૪,૫૯૧ લાખના ખર્ચે રોડ અને બ્રીજનું બાંધકામ કરવામાં આવશે.

રૂડાના તમામ ગામોમાં પાણી પૂરવઠો કાયમી ધારણે મળી રહે તે માટે  રૂ ૩૪૦ કરોડના ખર્ચે પાણી પુરવઠાની કામગીરી પ્રગતિમાં છે.રૂડાના તમામ ગામોમાં ઘન કચરાના વ્યવસ્થાપનની કામગીરી તથા તેના નિકાલની કામગીરી સુયોગ્ય અને વૈજ્ઞાનિક ઢબે થાય તે હેતુથી રૂ ૨૦૦ લાખના ખર્ચે ઘનકચરાના સાધનોની ખરીદી કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.