બગસરામાં પોલીસ સ્ટેશનથી કુંકાવાવ નાકા સુધીનો રોડ ૪.૧૮ કરોડને ખર્ચે ડામરથી મઢાશે

બગસરા નગરપાલિકા દ્વારા બગસરા શહેરના મુખ્ય એવો પોલીસ સ્ટેશનથી કુંકાવાવ નાકા લોહાણા સમાજની વાડી સુધી તેમજ કુંકાવાવ નાકાથી સ્વામિનારાયણ મંદિર સુધીના આર.સી.સી. રોડનું ખાતમુહૂર્ત પાલિકા પ્રમુખ રસિલાબેન પાથર, ઉપપ્રમુખ નિતેશ ડોડીયા, શહેર ભાજપ પ્રમુખ એ.વી. રિબડીયા, રશ્મિનભાઈ ડોડીયા, ધીરુભાઈ કોટડીયા, કનુભાઈ પટોળીયા, રાજુભાઇ ગીડા, જયંતીભાઈ વેકરિયા, મનોજભાઈ મહિડા, અનિલભાઈ વેકરિયા સહિતના આગેવાનો ની હાજરીમાં એ.વી. પટેલ ચોક ખાતે શાસ્ત્રો વિધિથી ખાતમુહૂર્ત કરવામાં આવેલ હતું. નગરપાલિકા દ્વારા આ મુખ્ય એવા રોડ સાથે અપાસરા ચોકથી બાયપાસ પેટ્રોલપંપ સુધી વરસાદના પાણીના નિકાલના પાઇપલાઈનનું કામ પણ હાથ ધરવામાં આવશે. આ સમગ્ર પ્રોજેક્ટમાં આર.સી.સી. રોડમાં રૂપિયા ૪.૧૮ કરોડનો ખર્ચ તેમજ વરસાદી પાણીના નિકાલનો ૮૩ લાખ સહિત કુલ ૫ કરોડ જેવી રકમના કામોનું ખાતમુહૂર્ત થતા લોકોમાં આનંદ ની લાગણી જોવા મળેલ છે.

Loading...