Abtak Media Google News

રાજકોટ શહેરની પ્રજાને હરવા ફરવા અને મનોરંજન માટે રાજ્ય સરકારશ્રીના સહયોગથી રેસકોર્ષ-૨ અને અટલ સરોવરની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. આ કામમાં ક્યાં પ્રકારનું ડેવલપમેન્ટ થઇ શકે તે માટે તાજેતરમાં જ આ પ્રકારનું ડેવલપમેન્ટ થયેલ જામનગર ખાતે આવેલ રણમલ તળાવ તથા લાખોટાની મુલાકાતે માન.મેયરશ્રી બિનાબેન આચાર્યની આગેવાની હેઠળ ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર, સિટી એન્જીનીયર ભાવેશભાઈ જોષી, ડે.સેક્રેટરી સી.એન.રાણપરા, ડે.એકઝી.એન્જી. કે.એસ.ગોહેલનું એક પ્રતિનિધિમંડળ ગયેલ આ અંગે માહિતી આપતા મેયરશ્રી બિનાબેન આચાર્ય જણાવે છે કે, જામનગર ખાતે શહેરની મધ્યમાં આવેલ રણમલ તળાવ તથા લાખોટાકોઠાનું જામનગર મહાનગરપાલિકા દ્વારા રૂ.૪૫ કરોડના ખર્ચે રણમલ તળાવ ખાતે સિન્થેટીક જોગિંગ ટ્રેક, બેટરી ઓપરેટેડ કર ટ્રેક, ૧૨ ફૂડ શોપ, સીનીયર સીટીઝન પાર્ક, બાળક્રીડાંગણ, ૩ બગીચા, એકસરસાઇઝ ઝોન તેમજ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ એમ્યુઝમેન્ટ પાર્કમાં રૂ.૪.૩૫ કરોડના ખર્ચે બાળક્રીડાંગણ, ડાન્સ હોલ, યોગા હોલ, એકસરસાઇઝ ઝોન, ગેમ ઝોન, મ્યુઝીકલ ફાઉન્ટેન વિગેરે ડેવલપ કરવામાં આવેલ છે. તેમની મુલાકાત લેવામાં આવેલ.

ઉપરોક્ત સ્થળ મુલાકાત વખતે જામનગર મહાનગરપાલિકા મેયર હસમુખભાઈ જેઠવા, ડે.મેયર કરશનભાઈ કરમુર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સુભાષભાઈ જોષી, શાસક પક્ષ નેતા દિવ્યેશભાઈ અકબરી, દંડક જડીબેન સરવૈયા સાથે રહેલ અને કરવામાં આવેલ ડેવલપમેન્ટ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ. આ મુલાકતમાં જામનગર મહાનગરપાલિકાના સેક્રેટરી અશોકભાઈ પરમાર, પી.એ.ટુ મેયર હિતેન બુધ્ધભટ્ટી, ડે.એકઝી.એન્જી. ભાવેશભાઈ જાની, તથા ચેતન સાંઘાણી પ્લાનીંગ એન્જીનીયર વિગેરે ઉપસ્થિત રહેલ હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.