Abtak Media Google News

શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાની અને ઓપન યુરીનેશન કરતા ૦૭ આસામીઓ પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી

Img 20180824 Wa0044સ્વચ્છ ભારત મિશન અંતર્ગત રાજકોટ શહેરને પ્લાસ્ટિક મુક્ત કરવા તથા લોકોમાં સફાઈ અંગે જાગૃતિ આવે તે માટે હેતુથી તારીખ: ૨૪-૦૮-૨૦૧૮ ના રોજ રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની મધ્ય ઝોનના જુદાજુદા વોર્ડના સેનેટરી ઇન્સ્પેકટર તથા સેનેટરી સબ ઇન્સ્પેકટરની ટીમ દ્વારા પ્રતિબંધિત પાન-માવા-ફકીનું પ્લાસ્ટિક ચેકિંગ તથા જાહેતમાં ન્યુસન્સ કરતા આસામીઓને દંડ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે દરમ્યાન મધ્ય ઝોનના જુદાજુદા વોર્ડના જુદાજુદા વિસ્તારના કુલ – ૪૨ આસામીઓ પાસેથી ૦૭.૦૦ કી.ગ્રા. જેટલું પ્રતિબંધિત ચા ના કપ, પાન-માવા-ફકીનું પ્લાસ્ટિક તથા રૂ/- ૯,૦૦૦/- વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ છે. તેમજ જાહેરમાં ન્યુસન્સ કરતા ૦૭ આસામીઓ પાસેથી દંડ વસુલ કરવામાં આવેલ હતો.

Img 20180824 Wa0043આ કામગીરી રાજકોટ મહાનગરપાલિકાના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના પર્યાવરણ ઇજનેરશ્રી નીલેશભાઈ પરમાર, નાયબ પર્યાવરણ ઇજનેરશ્રી વલ્લભભાઈ જીંજાળા, મદદનીશ પર્યાવરણ ઇજનેરશ્રી ખેવનાબેન વકાણી, સેનેટરી સુપ્રિટેન્ડશ્રી એચ.એચ.પરમારના માર્ગદર્શન હેઠળ મધ્ય ઝોનના જુદાજુદા વોર્ડના સેનેટરી ઇન્સ્પેકટર તથા સેનેટરી સબ ઇન્સ્પેકટર દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક ચેકિંગ, પ્રતિબંધિત પ્લાસ્ટીકના પાઉચ તથા જાહેરમાં ન્યુસન્સ કરતા આસામીઓને દંડ કરવાની ઝુંબેશ હાથ ધરાયેલ.

Img 20180824 Wa0045

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.