રાજકોટ ચેપ્ટર ઓફ આઇ.સી.એસ.આઇ.નું આર.કે. યુનિવર્સિટી સાથે MOU

સી.એસ. ડિગ્રી ધરાવતા ઉમેદવારોને પોસ્ટ ગ્રેજયુએટ ડિગ્રી હોલ્ડર્સની સમકક્ષ માનવામાં આવશે, જે યુનિવર્સિટીમાંથી ડાયરેકટ પીએચ.ડી કરી શકશે

રાજકોટ ચેપ્ટર ઓફ આઇ.સી.એસ.આઇ (આઇસીએસઆઇ) દ્વારા, ઇ૭ઇ નવેમ્બર, ૨૦૨૦ના રોજ, આર. કે. યુનિવર્સિટી (આરકેયુ) સાથે ‘આઇ.સી.એસ.આઇ એકેડેમિક કનેકટ’ની આગેવાની હેઠળ, ‘એમ.ઓ.યુ. હસ્તાક્ષર સમારોહ’ યોજવામાં આવ્યો હતો, જેમાં બંને પક્ષોના અધિકારીઓએ એકેડેમિક સહયોગની યોજના દર્શાવતા એમઓયુ પર હસ્તાક્ષર સાધ્યા હતા.

જેનો લાભ આઇ.સી.એસ.આઇ. અને આર.કે.યુ. એમ બંને સંસ્થા માટે ઉપલબ્ધ રહેશે.ઇ સઇી.એસ.ડી. ડિગ્રી ધારકોને પોસ્ટ ગ્રેજયુએટ ડિગ્રી હોલ્ડર્સની સમકક્ષ માનવામાં આવશે જે યુનિવર્સિટીમાંથી પી.એચ.ડી. ડાયરેકટ કરી શકશે. આઇ.સી.એસ.આઇ. અને આર.કે.યુ.ના ફેકલ્ટી સભ્યો, સંશોધન વિદ્વાનો અને વિદ્યાર્થીઓ માટે તાલીમ કાર્યક્રમો આઇ.કે.યુ. તેની તરફે શૈક્ષણિક પરિષદ અથવા કોલેજ, યુનિવર્સિટીની અન્ય સંસ્થાઓ માટે આઇ.સી.એસ.આઇ. સભ્યોને નામાંકિત કરી શકે છે, પ્રેકિટસિંગ પ્રોફેશનલ્સ, કોર્પોરેટ એક્ઝિકયુટિવ્સ અને ફેકલ્ટી સભ્યો માટે સંયુકત રીતે વર્કશોપ, સેમિનારો, સતત શિક્ષણ અને તાલીમ કાયક્રમો અને સમાન શૈક્ષણિક કાર્યક્રમોનું આયોજન, પ્રકાશિત જર્નલ, કેસ અધ્યયન અને સંશોધન પ્રકાશનોનું નિયમિત વિનિમય, ફેકલ્ટી સભ્યોનું વિનિમય, સંયુકત સંશોધન પ્રોજેકટ હાથ ધરાશે જે પરસ્પર ફાયદાકારક બનશે, બંને પક્ષો દ્વારા આયોજિત રાષ્ટ્રીય પરિષદોમાં પ્રતિભાગીદારી, ટ્રેનર્સની તાલીમ માટે સંયુકત કાર્યક્રમોનું આયોજન, આઇસી.આઇ.આઇ.ના વિદ્યાર્થીઓને યુનિવર્સિટીના માર્ગદશિકા, નિયમો અને નિયમોની મંજૂરીને આધિન કોપોરેટ ગવર્નન્સ જેવા વિષયોમાં યુનિવર્સિટીના વિષયોમાં યુનિવર્સિટીના વિષયોમાં મુક્તિ અને યુનિવર્સિટીઓ માટે આઇ.સી.એસ.આઇ. લાઇબ્રેરી યોજના વગેરે લાભો મળશે.

ડેનિશભાઇ પટેલ, કાર્યકારો ઉપપ્રમુખ, મોહિતભાઇ પટેલ, ઉપપ્રમુખ શિવલાલ રામાણી, રજિસ્ટ્રાર, ડો. આરતી જોશી, ડીન-મેનેજમેન્ટ ફેકલ્ટી, ડો. ચિંતન રાજાણી, નાયબ નિયામક અને ડો. હેમાલી તન્ના, એસોસિયેટ પ્રોફેસર, સ્કૂલ ઓફ મેનેજમેન્ટ આરકેયુને એમના સક્રિય સંકલન અને સમર્થન બદલ રાજકોટ ચેપ્ટરના ચેરમેન, સી.એસ. નિખિલ ગજજર, સી.એસ. વૈભવ કકકડ, વાઇસ ચેરમેન અને સી.એસ. હાર્દિક બોરડ, સેક્રેટરી, શુભેચ્છા આપે છે.

Loading...