Abtak Media Google News

આરકે યુનિ.ના શૈક્ષણીક તેમજ મેનેજમેન્ટના સભ્યોએ યુરોપીયન યુનિયનના કેબસીન પ્રોજેકટ હેઠળ આયોજીત યુરોપીયન વિઝિટ પ્રોગ્રામમાં ભાગ લીધો હતો. જેમાં આરકે યુનિ.ના પાંચ સભ્યોએ સ્લોવાકિયા, બેલ્જિયમ, પોલેન્ડ, પોર્ટુગલ અને સાયપ્રસમાં સ્થિત અલગઅલગ યુનિ.ઓની મુલાકાત લઈ કેબસીન પ્રોજેકટ દ્વારા શિક્ષણ ક્ષેત્રમાં આધુનિકતા લઈ આવવા શિક્ષણની પધ્ધતિઓમાં સકારાત્મક ફેરફાર લઈ આવવાની ચર્ચામાં ભાગ લીધો હતો.

આર.કે. યુનિ. તરફથી મોહિત પટેલ (વાઈસ પ્રેસીડેટ), ડો. આરતી જોશી, ડો.ચિંતન રાજાની, ડો. કમલેશ પટેલ અને વૈશાલી માવાણીએ યુરોપની અલગ અલગ યુનિ.ઓની મુલાકાત લઈ પ્રોજેકટ વિષેની ચર્ચામાંભાગ લીધો હતો. અત્રે નોંધનીય છે કે આ પ્રોજેકટ થકી આવનારા સમયમાં સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં શિક્ષણ ક્ષેત્રે અસરકારક પરિણામો જોવા મળશે. અને શિક્ષકોને આ પ્રોજેકટ થકી આપવામાં આવતી વિવિધ પ્રકારની ટ્રેનીંગ થકી શિક્ષણની ગુણવત્તામાં વધારો થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.