ડેપ્યુટી કલેકટર પરિમલ પંડયાના હસ્તે  આર.કે. યુનિવર્સિટીમાં ટ્રેનીંગ એન્ડ પ્લેસમેન્ટ સેલના નવનિર્મિત વિભાગનું ઉદઘાટન

આર.કે. યુનિવર્સિટી ખાતે તાજેતરમાં ડેપ્યુટી કલેકટર પરિમલ પંડયાના હસ્તે ટ્રેનીંગ એન્ડ પ્લેસમેન્ટ સેલના નવનિર્મિત વિભાગ સોક્રેટીસનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સામાજીક અંતર જાળવવા સહિતના તમામ નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં આર.કે. યુનિવર્સિટી ખાતે ર૦૦૦ થી પણ વધુ વિઘાર્થીઓને કેમ્પસ પ્લેસમેન્ટ ડ્રાઇવ થકી ખ્યાતનામ  કંપનીઓમાં જોબ મળી ચુકી છે ત્યારે આ નવા વિભાગના ઉદઘાટન દ્વારા કેમ્પસ પ્લેસમેન્ટને વધુ વેગ મળશે અને મહત્તમ વિઘાર્થીઓને શ્રેષ્ઠ કક્ષાની જોબ મળી રહે તેવા પુરા પ્રયત્નો કરવામાં આવશે.

કાર્યક્રમના અંતે મુખ્ય અતિથિએ આર.કે. યુનિવર્સિટી વિશેની વિસ્તૃત માહીતી મેળવી હતી અને વિઘાર્થીઓના ઉત્તમ ભવિષ્યને લગતી બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી.

Loading...