Abtak Media Google News

“દાણચોરીમાં પકડાયેલી ચાંદીની કિંમત તે સમયે ૩.૫ કરોડ રૂપિયા હતી હાલની તેની કિંમત તેનાથી દસ કે પંદર ગણી માની લેવાની !

બગવદર ફોજદાર જયદેવ બે વખત દાણચોરી પકડવામાં એક યા બીજા કારણસર નિષ્ફળ રહ્યો હતો પરંતુ હજુ નાસીપાસ થયો ન હતો. જયદેવ આશાવાદી હતો અને તેના પોલીસ જવાનો પણ આશાવાદી જ હતાં. ઘણા અધિકારી તરીકે તેની અઠવાડીયામાં બે નાઇટ રાઉન્ડ આવતી. જેમાં કોસ્ટલ હાઇવેનો પણ પેટ્રોલીંગમાં સમાવેશ કરવાનો રહેતો.

એક દિવસ જયદેવની નાઇટ રાઉન્ડ હતી તે દિવસે બપોરે જ કોન્સ્ટેબલ જોષીને બાતમી મળી કે દરિયો ખૂબ ગરમ છે. અને આજે રાત્રે નક્કી કાંઇક નવા જૂની થવાની છે. આ ‘દરિયો ગરમ’નો અર્થ તે સમયે પોલીસ દળના જવાનો એવો કરતા કે દરિયાકાંઠે બે નંબરની પ્રવૃતિ ખાસ તો દાણચોરી લેન્ડીંગ થવાનું સંભાવના હોય તેને કહેતા. આ વાત સાંભળી જયદેવને થયુ આજે આમેય આપણી નાઇટ છે જ તેથી ભલે “એક પંથ દો કાજ થઇ જાય. અગાઉના અનુભવોનું વિશ્ર્લેષણ કરી વાહનોને કઇ જગ્યાએ કઇ રીતે નાકાબંધી કરી રોકવા તે ડીસ્ટાફના જોષી તથા ઓડેદરા સાથે ચર્ચા વિચારણા કરી. આથી રાત્રે આઠ વાગ્યે જ બગવદરી હથિયારો સાધનો સાથે જીપમાં નીકળવાનો કાર્યક્રમ પાકો કર્યો.

પરંતુ તે દિવસે સાંજે સાત વાગ્યે એક એમ્બેસેડર બગવદર પોલીસ સ્ટેશનમાં આવી. તેમાં અમુક જયદેવનામિત્રો હતા અને અમુક પોલીસ અધિકારી મિત્રો હતા. તેમણે જયદેવને એક અતિ આવશ્યક અને અનિવાર્ય કામે જામખંભાળીયા સાથે આવવા જણાવ્યું. જયદેવની અનિચ્છા છતા તેમને પણ ના પાડી શકે તેમ ન હતો. આ બાજુ બરાબરનો મોકો હતો. આખરે જોષીએ કહ્યું કે સાહેબ તમે જાવ અમે હથિયારો લઇને પેટ્રોલીંગ રાખીશું અને જ્યાં સુધી આપણી જીપ કોસ્ટલ હાઇવે ઉપર હશે ત્યાં સુધી આ લોકો દરિયાકાંઠેથી રોડ ઉપર નહિં જ આવે. અમે બધા સવારો-સવાર  જાગીશું. જયદેવે કહ્યું હું વગર રજાએ જાઉ છું. અને તમારે દરિયાકાંઠે કાંઇક ડખો કે બબાલ થાય તો મારી ગેરહાજરી ખૂલી પડી જશે. જો કે હું બને તો રાતો રાત પાછો આવીને વાયરલેસી સંપર્ક કરુ છું. આમ જયદેવને કમને મિત્રો સાથે જામખંભાળીયા જવુ પડ્યું. જયદેવ ખંભાળીયાથી સવારે સાડાચાર વાગ્યે પાછો આવી બગવદરી જીપનો વાયરલેસી સંપર્ક કર્યો. બગવદરની જીપ કોસ્ટલ હાઇવે ઉપર જ હતી જોષીએ કહ્યું મોટર સાયકલ લઇને કુછડી અને રાતડી ગામ વચ્ચે હાઇવે ઉપર જ આવી જાવ અમે તમારી રાહ જ જોઇને બેઠા છીએ. જયદેવને આનંદ અને ઉમંગ બંને થયા કે કાંઇક મેળ પડ્યો લાગે છે તેથી તે મોટર સાયકલ લઇને જીપ ઉપર પહોંચ્યો અહિં જોષીએ જે વાત કરી તે કંઇક આમ હતી.

રાત્રિના અગિયારેક વાગ્યે દે ગામ ત્રણ રસ્તેથી વિસાવાડા તરફ જતા હતા ત્યાં રસ્તાની ડાબી બાજુ રાતડી ગામની સીમમાં દરિયાકાંઠે કાંઇક હીલચાલ જણાઇ તેથી તમેના કહેલી છતાં અમે જીપ લઇને કાંઠા તરફ થોડે સુધી ગયેલા. જોયુ તો કાંઠે એક વહાણ લાંગરેલુ હતું અને માણસો પણ ઘણા જોયેલા. પણ જીપની લાઇટ અને છાપરા ઉપરની ઇમરજન્સી લાઇટ લબકારા મારતી જોઇને માણસોમાં નાસભાગ મચી ગયેલ હતી. પરંતુ તમારી ગેરહાજરી હોય તેથી થોડે જઇ અમે પાછા વળી ગયા હતા અને આ રસ્તો દબાવીને નાકાબંધી કરીને તમારી રાહ જોતા હતાં. આ રસ્તેથી તો કોઇ નીકળ્યું નથી પરંતુ કાંઠે કાંઠે ચાલીને રાતડી કે ખીમેશ્ર્વર કે પોરબંદર બાજુ કોઇ નાસી ગયા હોય તો ખબર નથી.

જયદેવે તુરત મોટર સાયકલ ઓડેદરાને આપી દીધુ અને તે જીપ લઇ દરિયાકાંઠે જ્યા કાચા રસ્તે ગાંડા બાવળોની ઝાડી વટાવીને કાંઠે આવ્યો. સુર્યોદય થવુ થવુ હતો. કિનારાની નજીક દરિયામાં એક મોટુ વહાણ ઉભુ હતું. જેની ઉપર ચડવા માટે બે માળના મકાનની અગાસી જેટલી ઉંચી દોરડાની નીસરણી વહાણમાંથી દરીયાના પાણીમાં લટકતી હતી. આ નિસરણીહી ઉતરીને માણસો નાસી ગયા હશે. બધુ સુમસામ હતું. રેતીમાં માણસોના પગલા હતા. અમુક પગલા કીનારે કીનારે રાતડી ગામ તરફ અને અમુક પગલાં કીનારે કીનારે પોરબંદર તરફ જતાના નિશાનો હતા. વહાણમાં કે આજુબાજુ કોઇ માણસો તો શું કોઇ કુતરુ પણ ન હતું.

જયદેવે ઓડેદરા જોષી સહિત તમામ પોલીસ જવાનોને હથિયારો સાથે ત્યાં જ રાખી પોતે જીપ લઇને હાઇવે ઉપર આવી એક હોટલમાંથી પોરબંદર ક્રાઇમ બ્રાંચના ફોજદાર રાણાના ઘેર ફોન લગાડ્યો રાણાએ તુરત જ ફોન ઉપાડ્યો, જયદેવે સમગ્ર બનાવની વાત કરી તેથી રાણાએ કહ્યું તમે પાછા વહાણ ઉપર પહોંચો હું વીસ પચ્ચીસ મીનીટમાં જ ત્યાં પહોંચું છું. રાણાએ તે પછી ટેલીફોનથી પોલીસવડાને આ બાબતે જાણ કરી તેમજ ક્રાઇમ બ્રાંચના જવાનોને પણ જાણ કરી પોતે પોતાની કારમાં જ દરિયાકાંઠે પહોંચી ગયા.

જયદેવે ટેલીફોન ર્ક્યા પછી પાછા વહાણ પાસે આવીને જોયુ તો કોન્સ્ટેબલ જોષી વહાણ ઉપર તુતક પાસે ઉભો હતો. વહાણ અને કાંઠા વચ્ચે ખૂબ જ પાણી હતું. જોષીએ કહ્યું કે અત્યારે દરિયામાં ઓટ ચાલુ છે તેથી ખૂબ જ કરંટ પણ છે તેથી વહાણ પાસે આવવાની ના પાડી. કેમ કે આ દરિયાનો કરંટ તો તરતા આવડતુ હોય તો પણ તળીયે ખેંચી જઇને પુરુ કરી દે. જયદેવે કિનારે ઉભા-ઉભા જ જોષીને પુછ્યુ કે વહાણમાં અંદર જોયુ કે શું છે ? જોષીએ કહ્યું “હાલ તો ચાંદીની પાટો દેખાય છે. પરંતુ ચોરખાનામાં કાંઇક છુપાવ્યુ હોય તો ખબર નથી. વહાણ રેઢુ જ છે. કોઇ માણસ અંદર નથી પરંતુ એવું લાગે છે કે પીળી ધાતુ (સોનુ) કદાચ આ લોકો ભાગ્યા ત્યારે સાથે જ લેતા ગયા હશે !

થોડીવારમાં ફોજદાર રાણા આવી પહોંચ્યા તે પછી થોડી વારે પાછળ પાછળ કસ્ટમની જીપ પણ આવી ગઇ. રાણાએ બગવદરના ડીસ્ટાફને શાબાસી આપી. અને થોડીવારમાં પોલીસવડા પણ આવી ગયા. રાણાએ અગાઉ જામનગર જીલ્લામાં જામખંભાળીયા તથા સલાયા બંદરોમાં પણ દાણચોરીનો મોટો જથ્થો બે કરતા વધારે વખત ઝડપેલો તેથી તે દરિયાકાંઠાના અને આ દાણચોરીના પકડાયેલ માલની કરવાની થતી કાયદેસરની કાર્યવાહીથી પૂરા વાકેફ હતા. જયદેવને પણ સાંભળેલી વાતો મુજબ થોડો ઘણો ખ્યાલ હતો કે દાણચોરીનો માલ પકડાય તો પકડાયેલ માલની કિંમતની ૨૦% રકમ બાતમીદારને અને ૨૦% રકમ માલ પકડનાર અધિકારીઓ તથા કર્મચારીઓને મળતી હોય છે.

ફોજદાર રાણાએ ક્રાઇમ બ્રાંચના જવાનો મારફતે પોરબંદરથી વહાણમાંથી મજુરો અને તે અંગેની સાધન સામગ્રી મંગાવી લીધી વહાણ આડબીડ દરીયાકાંઠે હતું. કાયદેસરની જેટી કે ધક્કા ઉપર ન હતું. તેથી તેના ઉપરી માલ ઉતારવો અતિ કપરુ કામ હતું. ધક્કો કે જેટી ઉપર તો વહાણ એવુ ગોઠવાય જાય કે જાણે મકાનમાંથી સામાન ફેરવતા હોય. પોરબંદરથી લાવવામાં આવેલા મજૂરોએ સમુદ્ર કિનારાથી દૂર એક લાંબો ખીલો જમીનમાં ઠોકી તેમાં દોરડુ બાંધ્યુ.

અને દોરડાનો બીજો છેડો વહાણના કડા સાથે મુસ્કેટાઇટ બાંધ્યો જેથી દોરડુ પકડી કાંઠેથી વહાણ સુધી જઈ શકાય પરંતુ પાણીની ઓટ ખેંચીને દરિયામાં તાણી જઇ શકે નહિં. છતા સમુદ્રમાં ઓટનો કરંટ ખૂબ જ હતો. જો દોરડુ હાથથી મજબૂતાઇથી ન પકડ્યુ હોય તો આ પાણીનો કરંટ તે વ્યક્તિના પગ નીચેની રેતી સહિત ઉંચકીને તાણવા લાગે અને તે વ્યક્તિ ને પોતાની સાથે અંદર ખેંચી જાય ! જેથી જાણકાર સિવાય કોઇએ વહાણ ઉપર જવાની કોશિષ કરી નહિં. પરંતુ પોરબંદર-પોલીસવડાને આ દાણચોરી પકડાયાનો અને આવા બારો-બાર પડેલ વહાણનો પ્રથમ અનુભવ હતો. તેમની ઇચ્છા વહાણ ઉપર જવાની હતી. તેઓએ પ્રયત્ન કર્યો પરંતુ દરિયા નું એક મોટુ મોજુ આવ્યું અને તેના કરંટમાં પગ તળીયેથી ખેંચાયા અને હાથથી પકડેલ દોરડાથી મહા મહેનતે લટકી રહ્યા. આથી પાછા કીનારે આવ્યા. પરંતુ પોલીસ વડાને તો વહાણ ઉપર જવું જ હતું તેથી શરીરે મજબૂત અને તાકાતવાન કોન્સ્ટેબલ જોષીએ કહ્યું કે મારા ખભે બેસી જાવ અને તમે દોરડું બંને હાથે પકડી રાખજો તે રીતે જોષીએ પોલીસવડાને વહાણ સુધી પહોંચાડ્યા. ત્યાં વહાણ ઉપરી લટકતી દોરડાની સીડી વડે ઉપર ચઢવાનું હતું. જોષીએ ફરી પોતાના ખભે બેસાડીને સીડી ચડીને વહાણ ઉ૫ર પહોંચાડ્યા. અને વળતા પરત આવવા માટે રોપવે જેવી ગોઠવણ કરી એક ઝોળી બનાવી તે જોળી હુકમાં ભરાવીને હુકને દોરડા ઉપર લટકાવીને જોળીને કીનારા તરફ રેડવી દીધી અને તેઓ કીનારે પાછા આવી ગયા.

પરંતુ આવી બધી બાબતમાં દાણચોરીનો માલ ઉતારવાની પ્રક્રિયા છેક બપોરે બાર વાગ્યે શરુ થઇ.પકડાયેલ દાણચોરીની ચાંદીની જે પાટો હતી તે ઇંટો જેવી લંબ ચોરસ આકારની અને પાંચકે કીલો જેવી વજનદાર હતી. તેથી એક-એક ઇંટને બાંધીને જોળીમાં નાખીને રોપવેની માફક જ ખેંચીને ઉતારવાની શરુઆત કરી. પરંતુ પકડાયેલ ચાંદીનો જથ્થો ખૂબ વિશાળ હતો તે સમયે તે માલની કિંમત-સાડા ત્રણ કરોડ રુપિયા હતી. જેની હાલની કિંમત તેનાી દસ કે પંદર ગણી માની લેવાની. દરમ્યાન કસ્ટમના ઉચ્ચ અધિકારીઓ પણ આવી ગયેલા. તમામ અધિકારીઓ પોત પોતાની રેંક અને હોદ્દા મુજબ અલગ-અલગ જૂથ બનાવી બેસી ગયા અને ગપ્પા મારતા હતા. બપોરના જમવાની વ્યવસ ક્રાઇમ બ્રાંચના ફોજદાર રાણાએ પોરબંદરી કરી.

સાંજના છ વાગ્યે હજુ અડધો મુદ્દામાલ જ ઉતર્યો હતો અને અંધારુ થતા બાકીનો મુદ્દામાલ વહાણ ઉપરી બીજે દિવસે સવારે ઉતારવાનું નક્કી થયું. દરમ્યાન કસ્ટમના અધિકારીઓએ પોલીસવડાને મનાવી લીધા હતા કે જે માલ જમીન ઉપર આવી ગયો છે તે અત્યારે જ કસ્ટમ-હાઉસમાં રખાવી દેવો કાગળોની કાર્યવાહી પૂરો માલ ઉતારી જાય પછી કાલે કરવામાં આવશે. જયદેવને જે શંકા હતી તે તેણે ફોજદાર રાણાને કહી કે મુદ્દામાલ તેમના કબ્જામાં ગયા પછી કાગળો પણ તેઓને અનુકૂળ અને તેમના લાભના જ બનાશેતેવી ભીતી દર્શાવી. રાણાને પણ તે શંકામાં તથ્ય લાગ્યુ અને તેણે પોલીસવડાને આ શંકા દર્શાવી અને કહ્યું કે અહિં સશ પોલીસ ગાર્ડ અને કસ્ટમની પણ ગાર્ડ પણ રહેતો કોઇ વાંધો નથી પૂરા મુદ્દામાલના કેસ કાગળો બની જાય પછી મુદ્દામાલ કસ્ટમ હાઉસમાં જાય તો બરાબર રહેશે.

પરંતુ પોલીસવડા કોણ જાણેશું વિશ્ર્વાસ કે અસરમાં આવી ગયેલા કે તેમણે કસ્ટમના અધિકારીઓની વાત જ માની. પોલીસ ખાતાના “Boss is always rightના સિધ્ધાંતનો જ અમલ યો પછી પરિણામ જે આવે તે.

બીજે દિવસે બાકીનો અર્ધો માલ ઉતર્યો અને તેને પણ કસ્ટમ હાઉસ ભેગો કર્યો. કસ્ટમે પોતે આ સમગ્રસીઝની કામગીર પોતાની કાર્યવાહી હોવાના કેસ કાગળો તૈયાર કર્યા પોલીસ પાછળી મદદમાં આવ્યોનો ઉલ્લેખ કર્યો. જયદેવની શંકા અને ભીતી સાચી પડી. પોલીસવડાનું અનુમાન અને વિશ્ર્વાસ ખોટા સાબિત થયા ફાલતું પત્ર વ્યવહાર યુધ્ધ ચાલુ થયું.

આ બનાવી પોરબંદર ક્રાઇમ બ્રાંચ અને ફોજદાર રાણા ખૂબ વ્યગ્ર હતા અને મનમાં ગુસ્સો પણ હતો. પોરબંદર કસ્ટમના અધિકારીઓ બંદર ઉપર આવતી સ્ટીમરો અને વેસલ્સો ઉપરી ઉતરતા બે નંબરી ઇલેક્ટ્રોનિક સામાન કાપડ વિગેરેની જે કાર્યવાહી બંદર ઉપર જ કરવી જોઇએ તે પ્રમાણે કરતા નહિં પરંતુ તે બે નંબરી સામાન જેમનો તેમ શહેરમાં લઇ જતા તે હકીકતની રાણાને ખબર હતી.

રાણાએ એક જ અઠવાડીયામાં આ રીતે બંદર ઉપરથી શહેરમાં આવો સામાન લઇને જતા પાંચેક કસ્ટમના ઇન્સ્પેક્ટરોને હરીશ સીનેમા પાસે હનુમાન ગુફા પોલીસ ચોકીએ રોકી મુદ્દામાલ કાંઇ કાર્યવાહી કર્યા સિવાયનો કબ્જે કરી તમામની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી તમામને ન્યાયની અદાલતમાં રજૂ કરી દીધા. આથી આ બાબતના ઉચ્ચ લેવલે ખૂબ પ્રત્યાઘાતો અને પડઘા પડ્યા. આખરે અધિકારીઓ વચ્ચે સમાધાન મામલો સુધારવા કોશિષ થઇ પણ પોલીસ દળને જે રીવોર્ડઝ મળવો જોઇએ તેને બદલે ખોટમાં જ રહે તેવુ સમાધાન થયું.

કેમ કે હવે પોલીસ બીજુ કરી પણ શું શકે ? આમ આ દાણચોરીનો મામલો ત્યારે ખૂબ ચર્ચાસ્પદ બનેલો. અને ઘણા દિવસ સુધી સમાચાર પત્રોમાં ચમકતા રહેલો.

પોલીસ દળમાં જેમ શિલશિલો ચાલુ છે તેમ સમયાંતરે ફોજદાર રાણા અને જયદેવની પોરબંદર જીલ્લામાંથી અન્ય જીલ્લાઓમાં બદલી થઇ ગયેલી અને બાદમાં અયોધ્યામાં બાબરી ધ્વંશ થયો અને તેના પડઘા રૂપે મુંબઇમાં સીરીયલ બોમ્બ બ્લાસ્ટ થયેલા તેની તપાસમાં એવી હકીકત ખુલેલી કે મુંબઇ  બ્લાસ્ટમાં વપરાયેલ એક્સ્પલોજીવ આર.ડી. એક્સ પોરબંદર માધવપુરના ગોસાબારમાં દાણચોરી સાથે ઉતર્યાનું જાહેર થતા પોરબંદરના કસ્ટમના સુપ્રિમો ખૂબ વિવાદે ચડેલા અને બાદમાં લાપતા પણ બનેલાનું જાણવા મળેલું. જેથી પોરબંદર પોલીસદળે પકડેલ આ રાતડી ગામની સીમવાળો ચાંદીનો દાણચોરીનો કિસ્સો વિવાદમાં સપડાયા અને તેનો રીવોર્ડ પણ વિવાદમાં જ સલવાયો.

સમયના વહાણા વાઇ ગયા જયદેવ આ કિસ્સો પણ ભૂલી ગયેલો પશ્રંતુ સતરેક (૧૭) વર્ષ પછી કોન્સ્ટેબલ ઓડેદરાએ ફોજદાર જયદેવ ક્યાં છે તેની તપાસ કરી ટેલીફોન નંબર મેળવી જયદેવ સાથે વાત કરી કે “અમને તો ફૂલ નહિ તો ફુલની પાંખડી મુજબ બગવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પકડેલ દાણચોરીના રીવોર્ડના નાણા મળી ગયા છે, તમને મળી ગયા કે કેમ ? “જયદેવને તો કાંઇ ખબર ન હતી. તેી જયદેવે પોરબંદર પોલીસવડાના પીએ સાથે ટેલીફોની વાત કરી તો જાણવા મળ્યું કે રીપોર્ટના નાણા આવી ગયા છે. પરંતુ તમારા નામે નહિં બીજા એક મળતા નામ વાળા અધિકારીના નામે આવ્યા છે અને હજુ ચુકવણી થઇ ની કેમકે તે પોલીસ અધિકારી કોઇક ગુન્હામાં વોન્ટેડ છે અને તેમની ધરપકડ બાકી હોય વડોદરા રૂરલ પોલીસમાંથી નાણાનો ડ્રાફ્ટ પાછો આવેલ છે.

જેથી જયદેવે પોરબંદર પોલીસવડાને અંગે વિગતવારનો રીપોર્ટ તૈયાર કરી ફેક્સથી મોકલી ન્યાય કરવા જણાવ્યું. પત્ર વ્યવહારલાંબો ચાલ્યો જયદેવને  જણાવવામાં આવ્યું કે ડ્રાફ્ટના નામમાં ફેરફાર તો કસ્ટમ ડીપાર્ટમેન્ટ જ કરી શકે. જયદેવે જામનગર કસ્ટમ હેડ ઓફિસમાં પત્ર વ્યવહાર કર્યો. તેમણે જણાવ્યું કે આ ફેરફાર તો નવી દિલ્હીથી જ થઇ શકે અને તે પણ પોરબંદર પોલીસવડા નામ સુધારવાની પ્રપોઝલ સાથે મોકલે તો જ સુધારો થાય.

જયદેવે પોરબંદર પોલીસવડાને આ આ પ્રપોઝલ માટે પત્ર લખ્યો પણ પોલીસવડાએ પત્રી જણાવી દીધુ કે હું જરુરી રેકર્ડ વગર આવી પ્રપોઝલ નકરી શકું. છતા જયદેવ હિંમત હાર્યો નહિં તેણે નવા આવેલા કાયદા રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ-૨૦૦૫ મુજબ સંબંધીત દાણચોરી પકડાયેલ તે સમયે બગવદર પોલીસ સ્ટેશનમાં કોણ અધિકારી (ફોજદાર) હતા તેની માહિતી માગી. તે માહિતી પોરબંદર પોલીસવડાની કચેરી દ્વારા જ આપવામાં આવી. જેમાં દાણચોરી પકડાઇ ત્યારે બગવદર ફોજદાર તરીકે જયદેવ હતો.

આજ સર્ટીફાઇડ માહિતી તેમની તેમને પોરબંદર રીપોર્ટ સાથે પોલીસવડાને નામ જોગ રજીસ્ટર એડી પોસ્ટથી રીવોર્ડના ડ્રાફ્ટમાં નામ સુધારવા પ્રપોઝલ જામનગર કસ્ટમને કરવા મોકલી આપી. આખરે પોરબંદરથી પ્રપોઝલ જામનગર કસ્ટમમાં ગઇ જામનગરથી દિલ્હી કસ્ટમમાં ગઇ અને બીજા ત્રણેક વર્ષ પછી જયદેવ જ્યારે કચ્છમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે હતો ત્યારે કચ્છ પોલીસ વડાએ ડ્રાફ્ટ સોના પોરબંદર પોલીસવડા અને કસ્ટમના રીવોર્ડ પત્ર ઉપર શેરો મારી ડ્રાફ્ટ જયદેવને મોકલી આપ્યો.

જયદેવે પોરબંદર પોલીસવડા તથા કસ્ટમના રીપોર્ટ પત્ર તથા ડ્રાફ્ટની પણ ઝેરોક્ષ કોપી સાથે આ રીવોર્ડની નોંધ પોતાના સર્વિસ રેકોર્ડ કરવા કચ્છ પોલીસવડાને રીપોર્ટ કર્યો. પછી તેનું શું થયું તેની જયદેવે કોઇ તપાસ પણ કરી નહિં કેમ કે હવે તે સમયે તે પોતે નિવૃતિ નજીકમાં હતો અને તેની લગભગ ઇચ્છાઓ મહેચ્છાઓ ઉપર તેણે તેના ગુરુના કહેવા મુજબ પૂર્ણ વિરામ મૂકવાનું ચાલુ કરી દીધુ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.