Abtak Media Google News

૧૪મી જુનના રોજ થશે સુનાવણી

ચૂંટણી લડવા ફોર્મ ભરતા ઉમેદવારોના સોગંદનામા સો દસ્તાવેજી પુરાવા પણ લેવાની માગ કરતી રિટ અરજી હાઇકોર્ટ સમક્ષ કરવામાં આવી છે. હાઇકોર્ટે આ રિટ અરજી પરની સુનાવણી આગામી ૧૪મી જૂનના રોજ મુકરર કરી છે. આગામી વિધાનસભા અને રાજ્યસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખતા હાઇકોર્ટ સમક્ષ એવી રિટ કરવામાં આવી છે અને તેમાં ચૂંટણી કમિશનની સત્તાને દર્શાવી ઉમેદવારોના દસ્તાવેજી પુરાવા લેવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.

સ્વરાજ અભિયાન સંસના કે.આર. કોષ્ટિએ પાર્ટી ઇન પર્સન તરીકે આ રિટ પિટિશન કરીને એ મતલબના મુદ્દા ઉપસ્તિ કર્યા છે કે,ચૂંટણી દરમિયાન ઉમેદવારો દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવામાં આવે છે. તેની સો તેઓ એક સોગંદનામું પણ કરે છે જેમાં તેમના શિક્ષણ, સંપત્તિ, ગુનાઓ, તેઓ કોઇ સંસ કે કંપનીમાં હોદ્દો ધરાવતા હોય તો એ, સ્વૈચ્છિક સંસ, ટ્રસ્ટ કે સોસાયટી વગેરે સોના તેમના જોડાણોની વિગતો ભરે છે. આ તમામ વિગતો સોગંદનામા પર માત્ર દર્શાવવાી જ પ્રક્રિયા પૂર્ણ ઇ જાય છે. પરંતુ રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને રાજ્યના ચૂંટણી કમિશને એક પરિપત્ર અવા જાહેરનામું કરીને તમામ રિટર્નિંગ અધિકારીઓને તાકીદ કરવી જોઇએ કે ઉમેદવારોના સોગંદનામામાં દર્શાવેલી વિગતોના દસ્તાવેજી પુરાવા પણ લેવામાં આવે.

અરજદાર દ્વારા રાજ્યના મંત્રી શંકર ચૌધરીની એમબીએની ડિગ્રી મુદ્દે યેલા વિવાદ અને દિલ્હીના પૂર્વ મંત્રી જીતેન્દ્રસિંહ તોમરના દાખલા રિટમાં રજૂ કર્યા છે. જેની સો એવી રજૂઆત કરી છે કે,ચૂંટણી એ લોકશાહીનો ઉત્સવ છે અને ત્યારે તેની પવિત્રતા, તટસ્તા અને પારદર્શિતાનું જતન અને રક્ષણ ાય એ અત્યંત જરૂરી છે. પરંતુ ચૂંટણી લડવા ઇચ્છતા ઉમેદવારો જ્યારે ફોર્મ ભરે છે અને તેની સો સોગંદનામું કરીને અનેક વિગતો દર્શાવે છે, ત્યારે તેની સોના કોઇ પુરાવા જોડતા ની. જેના લીધે અનેક વાર ઉમેદવારોના ભૂલ ભરેલા અવા ખોટા સોગંદનામા, બોગસ ડિગ્રી કે પછી મહત્ત્વની વિગતો મુદ્દે કરાયેલી ખોટી રજૂઆતોના પગલે કાયદાકીય કેસો તા હોય છે. ચૂંટણીના કાયદામાં આ મુદ્દે કોઇ ચોક્કસ જોગવાઇ કે પછી યોગ્ય પ્રણાલિકા અને સ્પષ્ટ નિયમોના અભાવે આ પરિસ્િિતનું નિર્માણ ાય છે. ચૂંટણીની પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવી જોઇએ. તેી રાજ્ય ચૂંટણી કમિશનને આદેશ કરવો જોઇએ કે તેઓ ઉમેદવારોના સોગંદનામા મુજબના દસ્તાવેજી પુરાવા લેવા અંગે પરિપત્ર કરે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.