કોરોનાગ્રસ્ત લેટર-બોમ્બ જેવા જૈવિક હુમલાનું જોખમ: ઇન્ટરપોલે આપી ચેતવણી

એક તરફ કોરોના વાયરસની મહામારીના કારણે અનેક લોકોના મોત થયા છે. હજુ આ મહામારીને રોકવા માટે વિશ્વના તમામ દેશો ગંભીર છે. આવા સંજોગોમાં વધુ એક ઉપાધી સામે આવીને ઊભી રહી છે.

આતંકવાદનો ભય પણ ઉમેરાયો છે. આંતરરાષ્ટ્રીય તપાસ સંસ્થા ઈન્ટરપોલ દ્વારા જાહેર કરવામાં આવેલી ચેતવણી મુજબ, આતંકવાદી જૂથો વિવિધ દેશોના ટોચના નેતાઓને સંક્રમિત કરવા માટે કોરોનાનો ચેપ પરબીડિયામાં મોકલીને પ્રસારે એવો ભય વ્યક્ત થયો છે.

આ અંગે ઈન્ટરપોલ દ્વારા ભારત સહિત દરેક દેશને ચેતવણી આપવામાં આવી છે. ઉચ્ચ હોદ્દા પરના નેતાઓને મળતા પત્રો સંક્રમિત હોઈ શકે એવી શંકાને ધ્યાનમાં રાખીને ઈન્ટરપોલ દ્વારા વિશેષ માર્ગદર્શિકા પણ આપવામાં આવી છે.

ઘણા સમયથી કોરોના વાયરસને રોકવા માટે રસી શોધવાની કામગીરી ચાલુ છે. આવા સંજોગોમાં આવે વાયરસથી જૈવિક હુમલાનો ખતરો ઊભો થતા સુરક્ષા વિભાગ પણ ધંધે લાગે તેવી શક્યતા છે. ઈન્ટરપોલે કોઈ દેશ કે નેતાનું નામ જાહેર કર્યા વગર સ્પષ્ટ જણાવ્યું છે કે કેટલાક નેતાઓને મોકલાયેલા પત્રોમાં કોરોના વાઈરસ હોવાનું જણાયું છે. આવા એકથી વધુ પત્રો વારંવાર મળ્યા હોવાથી એ જૈવિક હુમલો હોવાની સંભાવનાઓ પ્રબળ છે.

Loading...