કેન્સર સામે ઝઝુમતા ઋષિ કપૂરનું દુ:ખદ અવસાન

કોરોના નહીં કેન્સરનો ફિલ્મ ઉદ્યોગ પર બીજો ‘વજ્રઘાત’

કોરોના વાયરસે વિશ્ર્વ આખામાં મોતનો તાંડવ મચાવ્યો છે પરંતુ બોલિવુડ ઉધોગમાં કોરોના નહીં પણ કેન્સરનો સતત બીજો વ્રજઘાત થયો છે જેમાં સૌપ્રથમ ઈરફાનખાન કે જે કેન્સર સામે જજુમી રહ્યો હતો તેનું પણ દુ:ખદ અવસાન થયું છે તેવી જ રીતે આજે પીઢ અભિનેતા ઋષિ કપૂર કેન્સર સામે જજુમતા તેઓનું દુ:ખદ અવસાન થયું છે. બોલિવુડનાં જાણીતા એકટર ઋષિ કપુરની અચાનક તબિયત ખરાબ થતા તેઓને મુંબઈનાં એચ.એન.રિલાયન્સ હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલનાં સુત્રો તરફથી મળતી માહિતી મુજબ ઋષિ કપુરને કેન્સર સંબંધિત સમસ્યાને લઈ હોસ્પિટલમાં દાખલ થયા હતા. જયાં તેઓને આઈસીયુમાં રાખવામાં આવ્યા હોવાનું હોસ્પિટલનાં સુત્રો તરફથી માહિતી મળી હતી પરંતુ અંતે કેન્સર સામે જજુમતા ઋષિ કપુરનું દુ:ખદ અવસાન થયું છે. ફિલ્મ ઉધોગ પર સતત બે દુ:ખદ ઘટના ઘટતા ફિલ્મ ઉધોગમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

ઋષિ કપુર કેન્સરની સારવાર કર્યા બાદ જયારે ૧૧ મહિના અને ૧૧ દિવસ પછી ભારત આવ્યા તે સમયે તેઓએ દરેક લોકોનો આભાર વ્યકત કર્યો હતો. ભારત પરત ફર્યા બાદ તેઓએ શર્માજી નમકિન મુવીનું શુટીંગ જુહી ચાવલા સાથે દિલ્હીમાં શરૂ  કર્યું હતું પરંતુ તેમનું સ્વાસ્થ્ય ન સુધરતા તેઓએ શુટીંગ કેન્સલ કરી મુંબઈ પરત ફર્યા હતા. તેમના અવસાનથી ફિલ્મ જગતને ઘણી ખરી અસર પહોંચવા પામી છે.

Loading...