Abtak Media Google News

ક્રુડ ઓઈલનાં ભાવમાં ૪૦ ટકાનાં ઘટાડા સાથે રાંધણગેસનાં ભાવમાં ૨૦ ટકાનો વધારો: ૨૦ લાખ કરોડ રૂપિયાનાં પેકેજ બાદ ઉદભવિત થતી ખાધને બુરવા કારગત નિવડશે

વૈશ્ર્વિક મહામારીનાં સમય બાદ હાલ કેન્દ્ર સરકાર દેશની અર્થવ્યવસ્થાને વધુ મજબુત બનાવવા માટે અત્યંત મહેનત કરી રહ્યું છે. દેશનું ૫૦૦ બિલીયન ડોલરનું ફોરેન રીઝર્વ, સસ્તા ભાવે ક્રુડ ઓઈલની ખરીદી આ તમામ પગલાઓ દેશની અર્થવ્યવસ્થાને બેઠી કરવા અને મજબુત બનાવવા માટે ખુબ જ ઉપયોગી નિવડશે. હાલ સરકાર દ્વારા પેટ્રોલ-ડિઝલનાં ભાવમાં વધારો કર્યો છે જેનું એકમાત્ર કારણ એ છે કે સરકાર દેશવાસીઓ માટે જે ૨૦ લાખ કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું છે તેમાંથી ઉદભવિત થતી ખાદ્યને કેવી રીતે બુરી શકાય. હાલ આ વધારો દેશની અર્થવ્યવસ્થાને મજબુત બનાવવા માટેનો છે ત્યારે બીજી તરફ સરકારે સબસીડીવાળા રાંધણ ગેસમાં પણ ૨૦ ટકાનો વધારો કર્યો છે. ક્રુડ ઓઈલનાં ભાવમાં જે ઘટાડો થયો છે તેમ છતાં પણ રાંધણગેસનાં ભાવમાં ૨૦ ટકાનો વધારો નોંધાતા લોકોમાં હાવ જોવા મળી રહ્યો છે પરંતુ આ ભાવ વધારો દેશહિત માટે કરવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું છે. રાંધણગેસમાં ભાવ વધારો થવા છતાં પણ લોકલ ટ્રાન્સપોર્ટરો દ્વારા અમુક ગ્રાહકોને હજુ પણ નજીવી સબસીડીનો લાભ મળવાપાત્ર રહે છે.

સરકાર દ્વારા સબસીડાઈઝ કેરોસીનનાં ભાવમાં માર્ચ મહિનાથી જ ઘટાડો કરી દીધો છે. જયારે એલપીજીમાં સરકારે સબસીડી યથાવત રાખી છે. આંકડાકિય માહિતી અનુસાર દિલ્હી ખાતે ૧૪ કિલો એલપીજી સિલિન્ડરનો ભાવ ૪૯૭ રૂપિયાએ પહોંચ્યો છે જે ગત જુન માસમાં ૫૯૩ રૂપિયા રહ્યો હતો. આ તમામ પગલાઓ હાલ કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવ્યા છે તે હાલ દુરંદેશી નિર્ણય હોવાનું પણ સામે આવ્યું છે. વૈશ્ર્વિક મહામારીમાં અનેકવિધ દેશ આર્થિક રીતે ખુબ જ અસરગ્રસ્ત થયા છે ત્યારે આ તમામ પરિસ્થિતિમાંથી બહાર કેવી રીતે આવી શકાય અને આવનારા દિવસોમાં દેશનાં અર્થતંત્રને વિકસિત કેવી રીતે કરી શકાય તે માટે સરકાર હાલ તમામ પ્રકારનાં જરૂરીયાતનાં પગલાઓ લઈ રહ્યું છે.

હાલ જે જીવનજરૂરીયાત ચીજવસ્તુઓમાં સરકાર જે રીતે ભાવ વધારો કરી રહ્યું છે જેનાથી લોકોએ ડરવાની જરૂર નથી. સાથોસાથ આ સમયગાળા દરમિયાન દેશવાસીઓએ સરકારને તેમની યોજનામાં સહાય કરવાની જરૂર છે જો લોકો પ્રત્યે સરકારને સાથ-સહકાર મળી રહેશે તો આવનારા સમયમાં જીવનજ‚રીયાત ચીજવસ્તુઓનાં ભાવમાં નજીકનાં સમયમાં જ ઘટાડો જોવા મળશે. વિશ્ર્વનાં અન્ય દેશો પાસે ઉદભવિત થયેલી ખાદ્ય માટે કોઈ યોગ્ય ઉપાય સામે આવ્યો નથી ત્યારે ભારત દેશે પેટ્રોલ-ડિઝલનાં ભાવમાં વધારો, રાંધણ ગેસનાં ભાવમાં વધારો થવાથી સરકારને ઘણીખરી નાણાકિય સહાય મળવાપાત્ર રહેશે. વિશેષજ્ઞોનું માનવું છેકે, સરકાર દ્વારા દેશ માટે જે ૨૦ લાખ કરોડ રૂપિયાનું આર્થિક પેકેજ જાહેર કર્યું છે એમાં પણ જયારે ગુજરાત રાજય દ્વારા ૧૪ હજાર કરોડ રૂપિયાનું પેકેજ લોકોનાં હિત માટે વાપરવાનો નિર્ણય કર્યો છે જેનાથી જે ખાદ્ય ઉદભવિત થશે તેને પહોંચી વળવા માટે સરકારને ભાવ વધારાથી જે આવક થશે તે આ તમામ ખાધને બુરવા માટે મદદ અને કારગત નિવડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.