Abtak Media Google News

જૈનમ દ્વારા ૯મીએ મહાવીર સ્વામિ જન્મ કલ્યાણક મહોત્સવ ઉજવાશેચારેય ફીરકાઓના સંઘો અને સંસ્થાઓ દ્વારા આકર્ષક ફલોટ્સ, ધર્મયાત્રા, ધર્મસભા: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિ: ૪૮ પાલ સાથે સ્વામિવાત્સલ્ય: સાધુ-સાધ્વીજીઓની પાવન ઉપસ્થિતિ: જૈનમના સભ્યો ‘અબતક’ મીડિયાની શુભેચ્છા મુલાકાતે

જૈનમ દ્વારા નવરાત્રી મહોત્સવ જૈન સમાજ માટે ચૌધરી હાઈસ્કૂલ ખાતે નવકારશીનું સફળ આયોજન કરવામાં આવેલ હતું. જૈનમ દ્વારા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકદિને આયોજીત તા.૯/૪ ને રવિવારના રોજ ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ અંતર્ગત ભવ્યાતિત વીર પ્રભુની ધર્મયાત્રા ‘ત્રિશલાનંદન વીરકી, જય બોલો મહાવીર કી’ના ગગનભેદી નાદ સાથે યોજાશે. આગામી તા.૯/૪ને રવિવારે સવારે ૮:૦૦ કલાકે (કિશાનપરા ચોક)થી ધર્મયાત્રાનો પ્રારંભ થઈ જીલ્લા પંચાયત ચોક, ફુલછાબ ચોક, મોટી ટાંકી ચોક, લીમડા ચોક, હરિહર ચોક થઈ ચૌધરી હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં મહાવીરનગરી ખાતે ધર્મસભામાં પરિવર્તિત થશે. આ ધર્મયાત્રાના ‚ટમાં સરબતનું વિતરણ જીલ્લા પંચાયત ચોકમાં જૈન સોશ્યલ ગ્રુપ સીટી, મોટી ટાંકી ચોકમાં વર્ધમાન યુવક મંડળ, પંચનાથ મહાદેવ મંદિર ખાતે પંચનાથ મંદિર સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા તેમજ ચૌધરી હાઈસ્કુલ મહાવીરનગરી ખાતે જૈન યુવા જુનીયર ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવનાર છે.

ધર્મયાત્રામાં સાધુ ભગવંતોની પાવન નિશ્રામાં આકર્ષક ફલોટસ સાથે બહોળી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓ જોડાશે. આ ધર્મયાત્રામાં પ્રભુવીરના જીવનદર્શનને લગતા ફલોટસ, જૈન સમાજ દ્વારા થતી ધાર્મિક-સામાજિક પ્રવૃતિઓના ફલોટસ, જીવદયાના ફલોટસ સામેલ થશે. ઉપરાંત ધર્મયાત્રાનાં રૂટ ઉપર આકર્ષક અને મનમોહક રંગોળી, ભગવાનનો રથ, ધર્મધજા, સુશોભિત કરેલ કાર-બાઈક, કળશધારી બહેનો, રાસ મંડળી, સુરાવલી રેલાવતા બેન્ડ પાર્ટી સાથે ભવ્ય ધર્મયાત્રા નિકળશે. ફલોટસના બનાવનાર તમામને રૂ.૮૦૦૦ની સબસીડી આપવામાં આવશે. ઉપરાંત ફલોટસમાં શ્રેષ્ઠ પાંચ ફલોટસને પણ ઈનામો આપવામાં આવશે. જેમાં પ્રથમ નંબરને રૂ.૫૦૦૦, બીજા નંબરને રૂ.૪૦૦૦, ત્રીજા નંબરને રૂ.૩૦૦૦, ચોથા નંબરને રૂ.૨૦૦૦, પાંચમાં નંબરને રૂ.૧૦૦૦નું રોકડ પુરસ્કાર આપવામાં આવશે. ધર્મયાત્રાની શ‚આતમાં લકકી ડ્રોની ટીકીટો આપવામાં આવશે. જેનો લકકી ડ્રો ધર્મસભામાં કરવામાં આવશે.

આ મહોત્સવમાં મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી પણ વિશેષ હાજરી આપશે. સમીયાણામાં વિશાળ સ્ટેજ સાથે રાજકોટમાં બિરાજમાન સ્થાનકવાસી, મૂર્તિપૂજક સંઘોનાં સાધુ-સાધ્વજીઓની નિશ્રામાં મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. આ તકે પધારેલ સાધુ-સાધ્વીઓ આશિવર્ચન ફરમાવશે.

આ મહોત્સવની શાનદાર ઉજવણી માટે વિવિધ કમિટીઓની રચના કરવામાં આવી છે. જેમાં ફંડ કમિટીમાં સુજીત ઉદાણી, જયેશ વસા, મેહુલ દામાણી, ઉપેન મોદી, દિપક કોઠારી, નિલેશ ભાલાણી, જે.વી.શાહ, સુનીલ શાહ, તુષાર શાહ, મિલન કોઠારી ગ્રાઉન્ડ-મંડપ કમિટીમાં નિલેશ કામદાર, નિતેષ કામદાર, ઋષભ શેઠ, રાજેશ મોદી, જીજ્ઞેશ મહેતા, રાજુ દોશી, બીન્દેશ મહેતા, હિતેશ મહેતા, અજય વોરા ફલોટ કમિટીમાં અમીત દોશી, ગીરીશ મહેતા, બ્રીજેશ મહેતા, ભરત કાગદી, પરાગ મહેતા, કેયુર શેઠ, ઉદય ગાંધી, ચિરાગ ઉદાણી, હેમલ કામદાર, વિશાલ વસા, મેહુલ કામદાર, વિમલ કોઠારી, નિતેશ મહેતા, ચંદ્રેશ કોઠારી પ્રચાર-પ્રસાર કમિટીમાં મેહુલ દામાણી, ધર્મેશ શાહ, ધ્રુમીલ પારેખ, ચિરાગ દોશી, ગેસ્ટ એરેન્જમેન્ટ કમિટીમાં નિલેશ શાહ, કુમાર શાહ, જયેશ મહેતા, કેતન ગોસલીયા, મૃણાલ અવલાણી, જતીન કોઠારી, સ્વામી વાત્સલ્ય કમિટીમાં જયેશ વસા, સેજલ કોઠારી, ડો.અનીમેષ ધ્રુવ, ડો.હિરેન કોઠારી, ડો.પારસ શાહ, ડો.ભાવિન કોઠારી અને ૪૮ પાલ કમિટિમાં વિર ખારા, કેતન કોઠારી, દિવ્યેશ દોશી, હર્ષિલ શાહ, પ્રકાશ ખજુરીયા, હિમાંશુ કોઠારી, ભરત દાેશી (નેમીનાથ) પ્રશાંત સંઘવી, ભાવીન મહેતા, મયુર મહેતા, વિશાલ વસા, રોહિત પંચમીયા, જીતેશ સંઘવી તેમજ સાધુ-સાધ્વી આમંત્રણ કમિટીમાં અનીષ વાધર, મહેશ મણીયાર, જેનીશ અજમેરા, બીપીન ગાંધી, ત‚ણ કોઠારી, અમીનેશ ‚પાણી, મેહુલ શાહ, વિક્રાંત શાહ, જીતુ મારવાડી, કેયુર વોરા, મીલન મહેતા, હર્ષદ મહેતા ઉપરાંત ધર્મયાત્રા ‚ટ કમિટીમાં સુજીત ઉદાણી, નિલેષ ભાલાણી, ત‚ણ કોઠારી, ધૈર્ય પારેખ, મહેશ ભીમાણી, કમલેશ દોમડીયા, ભરત કોટડીયા, જયેશ દોશી તેમજ મોમેન્ટો કમિટીમાં અમીષ દેસાઈ, તેજસ પારેખ, નિલેશ શાહ, ગેસ્ટ આમંત્રણ કમિટીમાં સતીષ મહેતા, પીયુષ મહેતા, અનીલ દેસાઈ, મેહુલ ‚પાણી, કમલેશ શાહ કાર્યાલય-કલેકશન કમિટીમાં ભરત કાગદી, બ્રિજેશ મહેતા, મૃણાલ અવલાણી કાર્યરત બન્યા છે.

મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવનાં સ્વામી વાત્સલ્યના પાસ તમામ ઉપાશ્રય તથા દેરાસર, દિગંબર મંદિર, શ્રીમદ્ રાજચંદ્ર મંદિર સહિતની સંસ્થામાંથી વ્યકિત દીઠ .૨૦ આપી પાસ મેળવી લેવા. પાસ વિતરણ તા.૫/૪/૨૦૧૭ બુધવાર સુધી જ કરવામાં આવશે.

રાજકોટના સ્થાનકવાસી જૈન મોટા સંઘ, ગોંડલ રોડ વેસ્ટ સ્થાનકવાસી જૈન ઉપાશ્રય રોયલ પાર્ક સ્થાનકવાસી જૈન મેટા સંઘ, શાલીભદ્ર સરદારનગર જૈન સંઘ, સદર સ્થાનકવાસી જૈન સંઘ, આનંદનગર સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, રામકૃષ્ણનગર સ્થાનકવાસી જૈન સંઘ, ભકિતનગર સ્થાનકવાસી જૈન સંઘ, ગીતગુર્જરી સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, નેમીનાથ વિતરાગ સ્થાનકવાસી જૈન સંઘ, ઈન્દ્રપ્રસ્થ સ્થાનકવાસી જૈન સંઘ, નાલંદા જૈન સંઘ, જય જીતેન્દ્ર સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, શ્રી મનહરપ્લોટ સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, સંઘાણી સ્થાનકવાસી જૈન સંઘ, શ્રી નવકાર જૈન મંડળ શ્રી ઋષભદેવ સ્થાનકવાસી જૈન ઉપાશ્રય,અજરામર સ્થાનકવાસી જૈન સંઘ, શ્રી શેઠ સ્થાનકવાસી જૈન સંઘ, શ્રી પ્રહલાદ પ્લોટ સ્થાનકવાસી જૈન સંઘ, મહાવીરનગર સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, ઉગ્વસગ્ગહરં સાધના સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, શ્રી જંકશન પ્લોટ સ્થાનકવાસી જૈન સંઘ, જૈન ચાલ સ્થાનકવાસી જૈન સંઘ, શ્રમજીવી સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, રેસકોર્ષ પાર્ક સ્થાનકવાસી જૈન સંઘ, વૈશાલીનગર સ્થાનકવાસી જૈન સંઘ, રાજગીરી ઉપાશ્રય (પંચાયતનગર) રાજકોટ જૈન તપગચ્છ સંઘ (માંડવી ચોક દેરાસર), શ્રી પંચવટી, જગનાથ કાલાવડ રોડ શ્ર્વેતાંબર મૂર્તિપૂજક જૈન તપગચ્છ સંઘ (પારસધામ), શાંતિનાથ , મણીયાર જૈન દેરાસર શ્રાવક શ્રાવિકા, સિધ્ધચક્ર શ્ર્વેતાંબર મૂર્તિપૂજક જૈન તપગચ્છ સંઘ (કાચ જિનાલય) બાવન જીનાલય (કાલાવડ રોડ) રૈયારોડ શ્ર્વેતાંબર મૂર્તિ પૂજક જૈન તપગચ્છ સંઘ, વર્ધમાનનગર જૈન સંઘ, પ્રહલાદ પ્લોટ શ્ર્વેતાંબર મૂર્તિપૂજક જૈન તપગચ્છ સંઘ, શ્રી આનંદનગર શ્ર્વેતાંબર મૂર્તિપૂજન જૈન તપગચ્છ સંઘ, શ્રી યુનિવર્સિર્ટી રોડ શ્ર્વેતાંબર મૂર્તિપૂજક જૈન તપગચ્છ સંઘ, ઓસવલ તપગચ્છજૈન સંઘ, ગાંધીગ્રામ શ્ર્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, વિમલનાથ, દેરાસર, સાધુવાસવાણી રોડ જૈન તપગચ્છ સંઘ, કૃષ્ણનગર જૈન તપગચ્છ સંઘ, રણછોડનગર જૈન તપગચ્છ સંઘ, નંદનવન દેરાસર યુનિ.રોડ શ્રી કુંદ કુંદ કહાન મંદિર (કાનજી સ્વામી સંપ્રદાય), શ્રી રાજચંદ્ર મુમુક્ષુ મંડળનાં પદાધિકારીઓએ શ્રાવક શ્રાવિકાઓને ઉત્સાહ ભેર જોડાવવા અપીલ કરી છે.

ફલોટસના ફોર્મ અમીત દોશી કલાસીક આર્ટ ૧૧૫, ૧૧૬ પ્લેનરી આર્કેડ બોમ્બે પેટ્રોલ પંપની બાજુમાં ગોંડલ રોડ, રાજકોટ અને ગીરીશભાઈ મહેતા મહેતા ટી ડીપો, લક્ષ્મી ચેમ્બર, પહેલા માળે, કંદોઈ બજાર, ઘી કાંટા રોડ, રાજકોટ ખાતે મેળવી અને પરત આપી દેવા ફોર્મ મેળવવાની છેલ્લી તા.૨.૪.૧૭ અને ફોર્મ ભરી પરત આપવાની તા.૫.૪ રહેશે.

સમગ્ર આયોજનમાં રાજકોટન તમામ જૈન સોશ્યલ ગ્રુપ્સ જેમ કે મેઈન, વેસ્ટ, મીડટાઉન, ડાઉન ટાઉન, સીટી, રોયલ સેન્ટ્રલ, સીલ્વર સંગીની મીડટાઉન, જૈન જાગૃતિ સેન્ટર મેઈન મીડટાઉન જૈન યુવા ગ્રુપ જૂનીયર અર્હમ સેવા યુવા ગ્રુપ, દિગંબર સોશ્યલ ગ્રુપ સહિતના જોડાશે.

‘અબતક’ મીડીયા હાઉસની મુલાકાતમાં જીતુ કોઠારી, સુજીત ઉદાણી, નિલેષ કામદાર, મેહુલ દામાણી, નિલેશ ભાલાણી, નિલેશ શાહ, સેજલ કોઠારી, જયેશ મહેતા, અમીત દોશી, ત‚ણ કોઠારી, અનીષ વાઘર હાજજર રહ્યા હત.


 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.