Abtak Media Google News

જન્મતાવેત કે બોલવાની કે કહેવાતી સમજણ આવ્યા વગર બાળઅવસ્થામાં થતા રોગોની સારવાર કરવી મુશ્કેલ હોવાથી ચિકિત્સકોનું કામ અટપટું

માનવ જીવનમાં આરોગ્ય હંમેશા મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વિકસતા જતા વિજ્ઞાને હાલમાં માનવોને થતા તમામ પ્રકારનાં દર્દોની સારવાર શોધી લીધી છે. જેમાં દદીની તેમના આરોગ્યને લગતી ફરિયાદ પરથી ડોકટરો તેની સારવાર કરતા હોય છે. પરંતુ જન્મતાવેત કે બોલવાની કે કહેવાતી સમજણ આવ્યા વગર બાળઅવસ્થામાં થતા રોગોની સારવાર કરવી મુશ્કેલ છે. જેથી બાળરોગ નિષ્ણાંત ડોકટરોની કામગીરી અતિ મહત્વપૂર્ણ અને જવાબદારી પૂર્વકની માનવામાં આવે છે. સૌરાષ્ટ્રના મેડીકલ હબ ગણાતા રાજકોટમાં નવજાત શિશુ અને બાળકોને લગતા તમામ પ્રકારનાં રોગોની સારવાર કરતા અનેક નિષ્ણાંત તબીબો કાર્યરત છે.

Vlcsnap 2020 03 13 19H56M37S774 Vlcsnap 2020 03 13 19H56M50S934 Vlcsnap 2020 03 13 20H03M07S850 Vlcsnap 2020 03 13 19H56M01S784

ડો. રાકેશ પટેલ (અમૃતા હોસ્પિટલ) એ અબતક સાથેની વાતમાં જણાવ્યું હતુ કે નવજાત બાળકની કાળજી રાખવાની શરૂઆત બાળક જયારે માતાના ગર્ભમાં હોય છે. ત્યારથી થાય છે. બાળક ગર્ભમાં હોય ત્યારથી માતાના સ્વાસ્થ્યની જાળવણી કરવાની હોય છે. પહેલાના ત્રણ મહિના માતાને કોઈ ઈન્ફેકશન ન થાય તે ધ્યાન રાખવું માતાએ બિનજરૂરી કોઈપણ પ્રકારની દવાઓ ન લેવી શરીર અને પોતાના ખોરાકની કાળજી રાખવી જેથી કરી બાળકનું સ્ટ્રકચર શારૂ બને પછીનાં છ મહિના બાળકનો વિકાસ થાયતે માટે વિટામીન્સ, ન્યુટ્રીશીન્સ વગેર માતાને સારી રીતેળી રહેવું જોઈએ સારા ગાયનેકોલોજીસ્ટની સારવાર જરૂરી છે. સમયે સમયે સોનોગ્રાફી કરાવતી રહેવી બાળકની જન્મ બને ત્યાં સુધી બાળરોગ નિષ્ણાંત કે મેટરનીટી હોસ્પિટલમાં થવો જોઈએ જેથી બાળકની યોગ્ય સંભાળ થઈ શકે.

કમળો જે નવજાત બાળકોમાં હોય છે તે આપણે મોટા લોકોને થતો હોય તેના કરતા જુદા પ્રકારનો હોય છે. નવજાત બાળકને કમળો થવાનું કારણ છે તેના લિવરની ઈનકોઓરીટી શરૂઆતમાં દિવસોમાં બધા જ બાળકોને કમળો થતા હોય છે. મોટેભાગે એ કમળો નુકશાન કારક હોતો નથી આવા કિસ્સામાં બાળકને યુવીલાઈટ નીચે રાખવામાં આવે છે. કમળામાં બહુ ટેન્શન લેવાની જરૂર નથી. એક માન્યતા છે કે સૂર્યપ્રકાશમાં રાખવાથી કે બલ્બનીચે રાખવાથી માન્યતામાંથી બહાર આવવું જોઈએ અને યોગ્ય ડોકટરની સારવાર લેવી.

રસીકરણનું મહત્વ ખૂબજ છે. પોલીયો એવી વસ્તુ હતી કે તેનાથી ઘણા બધા લોકોને તકલીફ થઈ હતી બાદમાં પોલીયોની રસી શોધાઈ છે. જે દેશ અને ઘણા બધા દેશોમાંથી પોલીયો નાબુદ થયો છે. એજ રીતે બીજીબધી બિમારીઓને નાબુદ કરી શકીએ જો બાળકને રસીઓ આપવામાં આવે. આપણા દેશમાં ઘણાબધા લોકો રસીકરણ નથી કરાવતા તો તેનાથી સમાજના બીજા ઘણાબધા લોકોને એ બિમારીઓનો ભોગ બનવું પડે છે. જો દરેક માણસ, દરેક

બાળક રસી લેતુ થઈ જાય તો સમાજમાંથી ઘણી બધી બિમારીઓ ઓછી થઈ જાય છે. લોકોએ રસીકરણ કરવું જોઈએ.

અબતકના માધ્યમથી એટલો જ મેસેજ છે કે આપણે આપણા સ્વાસ્થ્ય માટે લાઈફ સ્ટાઈલ અને સ્વચ્છતા પર વધુ ધ્યાન આપવું જોઈએ આપણે અને આપણા બાળકોને જંકફૂડથી દૂર રહેવું.અત્યારના બાળકો મોબાઈલ, ટીવી પાછળ જે સમય બગાડે છે અને પોતાનો માનસીક વિકાસ બગાડે છે.

ડો. યજ્ઞેશ ત્રિવેદીએ અબતક સાથેની વાતમાં જણાવ્યું હતુ કે ૧૯૮૬થી બાળકોનો ડોકટર છું. નાના બાળખોમાં વાયરલ ઈન્ફેકશન, બેકટેરીયલ ઈન્ફેશન, ઘણી વખત વાતાવાણનાં કારણે પણ રોગો થતા હોય છે. નાનાબાળકોમાં ઉંમર પ્રમાણે ત્રણથી ચાર ભાગ પાડી શકીએ જેમાં સૌ પ્રથમ ત્રણ મહિનાથક્ષ નીચેના બાળકો તથા બીજુ ત્રણ મહિનાથી એક વર્ષ સુધીના બાળકો એમ એક વર્ષથી ઉંપરના બાળકો ત્રણ મહિનાથી નીચેના બાળકો જેમાં ખાસ કરીને જન્મ સમયે જે રોગો લાગુ પડતા હોય તથા ઘરમાં કોઈને કાંઈ રોગ હોય તો તેનો ચેપ લગી શકે છે. જન્મ પછી તરત જ નવજાત બાળકોને માનું ધાવણ આપવામાં આવતું હોય, ચીકનગુનીયા કે બીજા પ્રકારનાં ભય એ માતાની સાથેસાથે નવજાત બાળકને પણ અસર કરતા હોય છે. બાળકના જન્મ પછી જો સ્વચ્છતા બરોબર રાખવામાં ન આવી હોય તો એને કારણે બાળકોને ચેપ લાગતા હોય છે.

ઘણા મા બાપ કમળાને લઈને ચિંતામાં પડીજ તા હોય છે. અને ઘણીવખત બાળકની માતાના ખોરાકમાં પણ તેની અસર થાય છે. નવજાત બાળકને ચોથા-પાંચમાં દિવસે દેખાતો કમળો શરીરને એક નોર્મલ ઘટના તરીકે દેખાતો હોય છે. બાળક જયારે પેટમાં હોય છે. ત્યારે તેમના લોહીમાં હીમોગ્લોબીન થોડા જુદા પ્રકારનું હોય છે. જયારે તે શ્ર્વાસ લેવાનું શરૂ કરે છે. ત્યારે સામાન્ય ફેરફાર થાય છે. જેના કારણે કમળો બને છે. ત્રણ કે છ મહિનાથી નીચેના બાળકને માના ધાવણ સીવાય બિજુ કાંઈ આપવામા આવતું નથી.

બાળકની સૌથી સેન્સેટીવ ઉંમર પહેલા છ મહિના છે. એ દરમિયાન બાળકની ખૂબ કાળજી રાખવી જરૂરી છે. જેમાં પણ પહેલા ત્રણ મહિના ખૂબ અગત્યના છે. અને બીજા ત્રણ મહિના ઓછી તકલીફ પડે છે. જન્મના ત્રણ મહિના પછી બાળકની રોગપ્રતિકારક શકિત ખૂબજ ઓછી હોય છે. એ ધીમેધીમે વિકાસ પામે છે. માટે જ શરૂઆતના મહિનામાં રોગપ્રતિકારક રસી આપવામાં આવે છે.

ડો. સુધિર રૂધાનીએ અબતક સાથેની વાતમાં જણાવ્યું હતુકે નવજાત બાળકોને મોટે ભાગે જન્મે તેના પછીના ૨૪ કલાક સૌથી વધુ તકલીફ થતી હોય છે. જેમકે બાળક રડે નહી કાચી ઉંમરે જન્મેલા તો એવા બાળકોને આ તકલીફ વધારે હોય છે. સામાન્ય રીતે જન્મેલા બાળકોને ગળથુથી પીવડાવતા હોય છે. પરંતુ એ ગળથુથી થી ઘણી વખત તકલીફ પણ થતી હોય છે. સૌથી સારી વાત એ છે કે બાળકને ધાવળ જેટલુ જલ્દી મળે તેવો પ્રયાસ કરવો. બાળકને માતાનું ધાવણ ન મળે તો બાળકને સુગર ઘટવા, બ્લડ પ્રેસરની કમી હોવી, રોગપ્રતિકારક શકિત બનતી હોતી નથી. જેનાથી બાળકની વૃધ્ધિમાં પણ તકલીફ પડે છે.

માતાએ ગર્ભવતી હોય એ સમયે પોષણનું ધ્યાન રાખવું જોઈએ પ્રોટીન, કાર્બોહાઈડ્રેડે અને વિટામીન્સ સારા પ્રમાણમાં મળે તે પ્રમાણેનો ખોરાક લેવો જોઈએ સમયાંતરે ચેકઅપ કરાવતું રહેવું જોઈએ જો ગર્ભમાં જ બાળકને કોઈ તકલીફ હોય તો તેની સારવાર પણ મેળવી શકાય છે. ગર્ભવતી મહિલાઓએ ધનુરના ઈન્જેકશન લેવા જોઈએ વિટામીન ,આયરન જે ઘટતુ હોય તેની ડોકટરની સલાહ લઈ સારવાર લેવી જોઈએ. રસીકરણમાં બાળકને જે રોગની રસી આપવાની હોય છે તેના બેકટેરીયા ઓછા પ્રમાણમાં અથવાતો બીન હાનીકારક રીતે આપવામાં આવે છે. જેનાથી બાળકમાં બીમારી સામે લડવાની શકિત વધે છે.

ડો. કુનાલ આહિયા એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે બાળક બે રીતે નોર્મલ રીતે જન્મેલું બાળક અને ઓછી ઉંમરે જન્મેલુ બાળકા ૮ મહિનાકે તે પહેલા જન્મેલા બાળકને હોસ્પિટલમાં દાખલ કરવા પડતા હોય છે. ઘણી વખત પૂરા મહિને જન્મેલા બાળકો રડતા હોય છે. તેમને શ્ર્વાસ લેવામાં તકલીફ પડે, કોઈપણ ડિલેવરી વખતે બાળકોના ડોકટરોને હાજર રાખવા જરૂરી છે. ૧૦૦ એ ૯૦ બાળકો જન્મ સમયે રોતા હોય છે. જેમાં ૧૦ બાળકોને રહેવા માટે મદદ કરવી પડે છે. એમાંથી પણ એકાદ બાળકને કિરીટીકલ સારવારની જરૂર પડતી હોય છે.

બાળકના જન્મપહેલા માતાને પૂર્ણ પોષણ વાળુ ખોરાક આપવો ડોકટરની રેગ્યુલર મળવું જોઈએ માતાને ધનુરના ઈન્જેકશન આપવા જોઈએ વેકસીનેશન આપવું જોઈએ બાળકની માતાને ઈન્ફેકશન ન લાગે તે માટે ચોખાઈનું ધ્યાન રાખવું જોઈએ માતાએ ડાયાબીટીશ કે બી.પી.ની સારવાર લેવી જોઈએ.

ઘણા બધા રોગો એવા છે કે જે જીવલેણ છે. પરંતુ સમયસર જો બાળકને રસી આપવામાં આવતી હોય તો એ બીમારી સામે બચી શકાય છે. એનું ઉદાહરણ જોઈએ કે પોલીયો જેવી બીમારી ભારત અને વિશ્ર્વમાંથી નાબુદ થવા પામી છે. જો વાત કરીએ તો મોટાભાગની રસીઓ સરકાર દ્વારા ફ્રીમાં આપવામા આવતી હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.