Abtak Media Google News

કોઈપણ ભોગે જીતવું એ રાજકોટવાસીઓની આવડત

રાજકોટ રંગીલું શહેર છે આ ઉક્તિ જગ પ્રસિદ્ધ છે રંગીલા હોવાનો એક અર્થ રોમેન્ટિક થાય અને બૃહદ અર્થ જેમાં અનેક રંગ હોય એવો પણ થાય , સૌરાષ્ટ્રનું પાટનગર એવું રાજકોટ સદીઓ પૂર્વે તેના રાજવીઓ ની સૂઝ બુઝ  શોર્ય અને સાહિત્ય પ્રીતિ માટે માટે  મશહુર હતું. ઇતિહાસમાં જરા “ફ્લેશબેક” માં જાઓ તો માલુમ પડશે શ્રી વિભોજી અજોજી જાડેજા એ પોતાના મિત્ર રાજુ સંધિ ની મિત્રતા ને અખંડ રાખવા આ શહેર નું નામ રાજકોટ રાખ્યું હતું જેમ સિદ્ધરાજ જય સિંહે પોતાના માલધારી મિત્ર “અણહિલ” નેઅમર કરવા અણહિલપુર પાટણ  ના નામ થી  રાજધાની ની સ્થાપના કરેલી… આ રીતે રાજકોટ અને પાટણ  આ બે શહેર મિત્રતા ના પર્યાય બન્યા કદાચ એટલેજ  રાજકોટ આજે પણ સર્વ મિત્ર અને સર્વ પ્રિય શહેર છે રાજકોટ આગંતુકો ને આદર સહિત પોખે છે સોંને પોતાની ક્ષમતા પ્રમાણે રોટલો અને ઓટલો આપે છે રાજકોટ કેટલાય દુકાળોમાં પાણી વગર તરસ્યું રહ્યું ,ભૂખ્યું રહ્યું કેટલાય ધરતીકંપો માં ધણ ધણ્યું છે કોમી તોફાનોમાં ઘાયલ પણ થયું…દુકાળો ના છાયામાં રાજકોટમાં પાણીના અભાવે પ્રજાએ ઘણા દુ:ખો સહન કર્યા આવી તો અનેક આપત્તિ ઓ રાજકોટ ઉપર આવી સમસ્યાઓ આવી ….પણ  રાજકોટ વાસીઓની ખુમારી તો જુવો સાહેબ… રાજકોટ વાસીઓ અડીખમ ઉભા રહ્યા. રાજકોટ ના તબીબો, આરોગ્ય કર્મીઓ , પોલીસ કર્મીઓ ,સરકારી તંત્ર ફરજ ઉપરના સચિવ શ્રી ,કમિશનર શ્રી અધિકારી ઓ સહીત લોકો ની કાળજી માટે દોડતા સેવાભાવી  પદાધિકારીઓ, પત્રકારો, ટી.વી.મીડીયા, અને સફાઈ કામદારો ના પરિવારો માટે આપણે થોડો સંયમ કેળવવા નો છે…રાત્રીની બાર કલાકે  સૂરજ ઉગી જાયછે  પણ  સાડા અગિયાર કલાકે આપણી શ્રદ્ધા હાલક ડોલક  વાલાગે છે તો રાજકોટ વાસી ઓ હારવું એ આપણી ફિતરત નથી અને કોરોના જો આપણ ને હરાવી જશે તો આપણા કપાળે કાયમી કલંક બેસશે  સભાન બનીએ ,સાવચેત બનીએ અને આપણા રંગીલા રાજકોટ ને બચાવીએ આવનારી પેઢી આપણા સંયમ અને શિસ્ત પર ગર્વ લઈ શકે એવો વ્યવહાર કરીએ રાજકોટ જીતશેજ અને કાળ મુખો કોરોના ભૂંડા મોઢે હારશેજ, માસ્ક વગર ઘરની બહાર નીકળે એને “રાજકોટ ના સમ,’

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.