Abtak Media Google News

‘કેવટ’ને મળ્યા ‘રામ’

કેવટે વડાપ્રધાનને દીકરીના લગ્નનું આમંત્રણ પણ આપ્યું હતું

રામાયણમાં એક પ્રસંગ છે કે એઠા બોર ખાવા માટે ભગવાન શ્રીરામ શબરીના ઝુંપડીએ જાય છે. ભાવ હોય તો ભગવાનને પણ તમાર દ્વારે આવવું પડે છે. તેવો જ એક કિસ્સો વારાણસીમાં બન્યો છે.

સામાન્ય નાગરીકના ઉત્કર્ષ માટે વિવિધ પગલા ભરી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ વારાણસીના બે દિવસના પ્રવાસે છે. ત્યારે તેમણે વહેલી સવારે ગંગા ઘાટની સફાઇથી દિવસની શરૂઆત કરનાર એક રીક્ષા ચાલક મંગલ કેવટને મળ્યા હતા અને કહ્યું હતું કે, દેશ સેવા કરતાં કરો વડાપ્રધાનહાલ પોતાના મત વિસ્તાર વારાણસીની બે દિવસની મુલાકાંતે છે. મુલાકાત દરમિયાન તેમણે ડોમરી ગામના રીક્ષા ચાલક હસ્તકલા સંકુલ બોલાવ્યો હતો અને તેની સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાને તેના ખબર અંતર જાણી દીકરી અને જમાઇને કેમ ન લાવ્યા તેવું પૂછયું હતું.

વડાપ્રધાને દત્તક લીધેલા ડોમરી ગામના રહેવાસી રીક્ષાચાલક મંગલ કેવટે પોતાની પુત્રીના લગ્ન વખતે વડાપ્રધાનને આમંત્રણ કાર્ડ મોકલ્યું હતું. પણ કામથી વ્યસ્તતાને કારણે તેઓ તેમાં સામેલ થયા ન હતા પણ એક સંદેશો દ્વારા શુભેચ્છા પાઠવી હતી. આ રીક્ષાચાલક પર માથે એક લાખનું દેવું છે. અને તે લાંચ આપી શકે તેમ ન હોય તેના ઘર ઉપર પાકી છત પણ નથી. અત્રેએ યાદ આપીયે કે ગત જુલાઇ માસમાં ભાજપના સદસ્યતા અભિયાન વખતે ભાજપના મંચ પરથી જ વડાપ્રધાનને પસંદગીના પાંચ વ્યકિતને ભાજપની સહાયતા આપી હતી. તેમાંનો એક છે. વડાપ્રધાન સાથેની આ પહેલા મુલાકાત બાદ ફરી વખતે મળેલા કેવટે વડાપ્રધાનને મળ્યા ત્યારે કહ્યું હતું કે મોદી ભકત બની રહેવા માંગું છું. આ વખતે વડાપ્રધાને કહ્યું કે આવી જ રીતે દેશ સેવા કરતા રહેજો.

વડાપ્રધાને જેને ખાસ મળ્યાએ રીક્ષાચાલક વહેલી સવારે ગંગાઘાટ સાફ કરવાની વિનામૂલ્યે કોઇ અપેક્ષા વગર સેવા કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.