Abtak Media Google News

ગોંડલ રોડ પર દુર્ઘટના સર્જાઈ

ગોંડલ રોડ પર સત્યવિજય આઈસ્ક્રીમ પાસે ઝાડ સાથે ટ્રક અથડાતા દુર્ઘટના સર્જાઈ છે. જોકે બનાવમાં ડ્રાઈવરે સમય સુચકતા વાપરતા જાનહાની ટળી છે.

શહેરના ગોંડલ રોડ પર શીવાલીક શોપીંગ સેન્ટર સામે હરીયાણા ગુડગાવથી અતુલ મોટર્સમાં આવેલી ટ્રક એચઆર ૫૫ એસ ૨૦૨૮ના ચાલકે બેદરકારીથી ટ્રક ચલાવતા અંદાજીત ૫૦ વર્ષ જૂના ઝાડની મોટી અને મજબુત ડાળી તુટી જવા પામી હતી તેમાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી પરંતુ ભરતભાઈ લાવડીયા નામના રીક્ષા ચાલકની રીક્ષા જી.જે.૧૮ એ.વાય. ૧૪૩૯ દબાઈ જવાથી મોટા પ્રમાણમાં નુકશાન થયેલ છે. પોલીસે બનાવની તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.