Abtak Media Google News

પ્રથમ વખત શોપ એકટમાં ઘરખમ ફેરફાર

ભારતમાં મુંબઈ પછી ગુજરાત બીજું એવું રાજય બન્યું છે કે જયાં શહેરીજનો ધંધો-રોજગાર માટે અને દિવસ દરમ્યાન કારખાનામાં અને અન્ય જગ્યાએ નોકરીમાં હોવાના કારણે તેવા લોકો પોતાની જીવન-જરૂરીયાત વસ્તુઓ તથા કુટુંબ માટે અને કુટુંબ સાથે ખરીદી કરવા જઈ શકતા ન હતા.

તેથી અઠવાડિક રજામાં કુટુંબની ખરીદી કુટુંબ માટે હરવા-ફરવાનો સમય તથા સામાજિક કાર્યોમાં કૌટુંબિક વ્યવહારમાં ફકત ૧ દિવસ પર આધાર રાખવો પડતો હતો. આ બધા કારણે આમ-આદમી માનસિક અને આર્થિક રીતે તાણ અનુભવતો અને પોતાના ધાર્યા અને વિચારેલા કાર્યો કરી શકતો નહીં.

ગુજરાત રાજયમાં જીવદયાપ્રેમી અને માનવતાવાદી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારે તેની કેબિનટમાં ક્રાંતિકારી નિર્ણય લઈ સમગ્ર ભારતનું ધ્યાન ગુજરાતનાં વહિવટીતંત્ર ઉપર આર્કષાશે. રૂપાણી સરકારનાં આ નિર્ણયથી ચોકકસ રીતેનાના ધંધાદારીઓને રેસ્ટોરન્ટ, ધરાવતા લોકોને ખુબ જ આર્થિક ઉર્પાજન વધશે. આ ક્રાંતિકારી નિર્ણયને સામાજીક અગ્રણીઓ મુકેશભાઈ દોશી અને ઉપેનભાઈ મોદી આવકારે છે અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા સમગ્ર કેબિનેટને અભિનંદન આપે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.