Abtak Media Google News

જાતીય આવેગમાં ચાર મીટર વાયર યુવાને પોતાની ઇન્દ્રિયમાં ઘુસાડી દીધો યુરોલોજિસ્ટ ડો.પ્રતીક અમલાણીના પ્રયાસથી વાયર બહાર કઢાયો

કેટલીક વખત જાતીય આવેગમાં માણસ પોતાની જ પીડા વ્હોરી લેતો હોય છે ,જો આવા સમયે કુશળ ડોકટર પાસે સમયસર પહોંચી ના શકે તો જીવ પણ ગુમાવવાનો વારો આવે છે, તાજેતરમાં રાજકોટની ગિરિરાજ હોસ્પિટલમાં આવા જ એક કિસ્સામાં યુરોલોજિસ્ટ ડો.પ્રતીક અમલાણીએ એક યુવાનની ઇન્દ્રિયમાં જટિલ ઓપરેશન કરી આશરે ચાર મીટર જેટલો વાયર બહાર કાઢી યુવાનને નવુંજીવન આપ્યું છે.

આ કિસ્સાની વિગત એવી છે કે એક યુવાન પેશબનાં રસ્તે અસહ્ય પીડા થતી હોવાનું જણાવી ઇમર્જન્સી વિભાગમાં દાખલ થયો હતો , હોસ્પિટલના યુરોલોજિસ્ટ વિભાગના નિષ્ણાત યુરો સર્જન ડો.પ્રતીક અમલાણીએ દાદીને તપાસતા ઇન્દ્રિયની અંદર ચાર મીટર જેટલો વાયર ગુંચળું વળીને ફસાઈ ગયો હોવાનું જણાયું હતું.

આથી તાત્કાલિક ડો. અમલાણીએ ઓપરેશન કરવાનો નિર્ણય લીધો હતો, કદાચ સૌરાષ્ટ્ર ગુજરાતમાં સૌ પ્રથમ કહી શકાય એવા આ ઓપરેશન દ્વારા ડો.અમલાણીએ કેટલાક કલાકોની સફળ શસ્ત્રક્રિયા કરી દ શ સેન્ટિમીટર ઊંડેથી વાયર નું ગુંચળું બહાર કાઢતા યુવાન પીડામુક્ત થવાની સાથે એક નવુંજીવન મેળવી શક્યો હતો.

ડો. અમલાની જણાવે છે કે, આ પ્રકારના  કિસ્સા ભાગ્યેજ જોવા મળે છે અજાણતા કેટલાક લોકો આવી ભૂલ કરી બેસે છે, જો આવા કિસ્સા માં સમયસર ડોકટર પાસે પહોંચી જવાથી ગંભીર પરિણામથી બચી શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.