Abtak Media Google News

રાજકોટ, ભાવનગર, જૂનાગઢ અને જામનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ માટે ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડનો સેમિનાર

Vlcsnap 2017 04 20 12H01M22S98 1ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીની અધ્યક્ષતામાં તેમજ રાજકોટ, ભાવનગર, જુનાગઢ, જામનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓ તથા અધિકારીઓની ઉપસ્થિતિમાં ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડ દ્વારા શહેરના પારેવડી ચોક ખાતે આવેલ ફન હોટલ ખાતે એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં એન.યુ.એલ.એમ.ના ડે.મીશન ડાયરેકટર એચ.બી. બ્રહ્મભટ્ટ તથા ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના નાયબ નિયામક વી.સી. પટેલ, બોર્ડના ક્ધસલટન્ટ જે.એમ. મકવાણા, ભાવીનભાઈ તથા અજય અગ્રવાલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહી ઘી સ્ટ્રીટ વેન્ડર્સ એકટ-૨૦૧૪ તથા ડી.એ.વાય.-એન.યુ.એલ.એમ.ના ઘટકો અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

Vlcsnap 2017 04 20 12H02M08S27જેમાં ખાસ કરી પંડિત દીનદયાલ અંત્યોદય યોજના અને રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત શહેરી ગરીબોને તથા સ્ટ્રીટ વેન્ડરોને રાજય સરકાર દ્વારા મળતી સહાયોનો લાભ મળે તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. તેમજ આ ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડ દ્વારા આયોજીત સેમિનારમાં ઉપસ્થિત મહાનગરોના મેયર, ડે.મેયર, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન, શાસક પક્ષ નેતા, સતામંડળના અગ્રણી સભ્ય તેમજ કમિશનર, ડે.કમિશનર અને સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોડર દ્વારા મહાનગરપાલિકાઓને સ્વર્મીણ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ફાળવવામાં આવેલ વિકાસ કાર્યોની ગ્રાન્ટની સમીક્ષા કરવામાં આવી હતી. આ સેમીનારમાં સ્વાગત પ્રવચન એન.યુ.એલ.એમ.ના ડે.મિશન ડાયરેકટર એચ.બી. બ્રહ્મભટ્ટે તથા આભારવિધિ બોર્ડના ક્ધસલટન્ટ જે.એમ. મકવાણાએ અને સંચાલન ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના નાયબ નિયામક વી.સી. પટેલે કર્યું હતું.

Vlcsnap 2017 04 20 12H00M43S212આ તકે ઉપસ્થિત સૌ મહાનગરપાલિકાના પદાધિકારી તથા અધિકારીઓનું શબ્દોથી સ્વાગત કરતા અને માર્ગદર્શન આપતા ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીએ જણાવ્યું હતું કે, ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડ દ્વારા રાજયની ૧૬૨ નગરપાલિકા તથા ૮ મહાનગરપાલિકાઓને રોડ, રસ્તા, લાઈટ, ગટર, પાણી ઉપરાંત બગીચાઓના વિકાસ કાર્યોની સાથોસાથ લોકોને સુખાકારી જળવાય તેવા હેતુથી પ્રાથમિક સુવિધાઓની સાથોસાથ માળખાકિય અને આંતર માળખાકિય સુવિધાઓ માટે કરોડો ‚પિયાની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.