રાજકોટ જિલ્લાની આઠ બેઠકો માટે રિસીવીંગ અને ડિસ્પેચીંગ સેન્ટર જાહેર

રાજકોટ શેઠ હાઈસ્કુલ, વિરાણી હાઈસ્કુલ, પીડીએમ કોલેજ અને ચૌધરી હાઈસ્કુલ, જસદણમાં મોડેલ સ્કુલ, ગોંડલમાં સંગ્રામસિંહજી હાઈસ્કુલ, જેતપુર સેન્ટ ફ્રાન્સીસ હાઈસ્કુલ અને ધોરાજીમાં ન્યુ ભગવતસિંહજી હાઈસ્કુલ ખાતેથી મતદાન મથકો માટેની સામગ્રી લઈ જવાશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબકકાના મતદાનમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની ૮૯ બેઠકો માટે મતદાન થવાનું છે. ત્યારે આજે રાજકોટ જિલ્લાના ૮ વિધાનસભા બેઠક માટે રિસીવીંગ અને ડિસ્પેચીંગ સેન્ટર જાહેર કરવામાં આવ્યા છે.

૬૮-રાજકોટ પૂર્વ બેઠક માટે ૮૦ ફૂટ રોડ સ્થિત પીએનટીવી શેઠ હાઈસ્કુલ ખાતેથી, ૬૯-રાજકોટ પશ્ર્ચિમ વિધાનસભા બેઠક માટે ટાગોર રોડ સ્થિત શ્રી શામજી વેલજી વિરાણી હાઈસ્કુલ, ૭૦-રાજકોટ દક્ષિણ બેઠક માટે ગોંડલ રોડ સ્થિત પીડીએમ કોલેજ ખાતેથી અને ૭૧-રાજકોટ ગ્રામ્ય બેઠક માટે કસ્તુરબા રોડ સ્થિત ચૌધરી હાઈસ્કુલ ખાતે રિસીવીંગ અને ડિસ્પેચીંગ સેનેટર ઉભા કરવામાં આવ્યા છે.

જયારે ૭૧-જસદણ વિધાનસભા બેઠક માટે કમળાપુર રોડ પર જીલેશ્ર્વર પાર્ક સામે આવેલી મોડેલ સ્કુલ, ૭૩-ગોંડલ વિધાનસભા બેઠક માટે સંગ્રામસિંહજી હાઈસ્કુલ કોલેજ ચોક, ૭૪-જેતપુર વિધાનસભા બેઠક માટે સેન્ટર ફ્રાન્સીંસ હાઈસ્કુલ, રાજકોટ-પોરબંદર હાઈવે, ૭૫-ધોરાજી વિધાનસભા બેઠક માટે ન્યુ ભગવતસિંહજી હાઈસ્કુલ સ્ટેશન રોડ ખાતેથી મતદાન મથકો માટેની સામગ્રીના રિસીવીંગ અને ડિસ્પેચીંગ સેન્ટર ઉભુ કરવામાં આવ્યું છે.

Loading...