સરકારી દવાઓ ખાનગી મેડીકલ સ્ટોરમાં વેંચાઇ રહ્યાનો ઘટસ્ફોટ

જુનાગઢમાં સરકારી દવાઓનું કૌભાંડ

એન.જી.ઓ. કાર્યકરોની મદદથી ૭૦૦ જેટલી દવાની બોટલનો જથ્થો પોલીસે જપ્ત કર્યો

જૂનાગઢની સરકારી હોસ્પિટલમાં જે લિકવીડ દવા કોરોના પોઝિટિવ દર્દીઓના કપડા, વાસણ સાફ સફાઈ માટે ઉપયોગમાં લેવાય છે, તેની અછત છે, તે  ઓનલી ગોવર્મેન્ટ સપ્લાય ઓનલી  લખેલી સરકારી દવાઓ જૂનાગઢના એક ખાનગી મેડિકલ સ્ટોરમાં માંથી વેચાતી હોવાનો જૂનાગઢના એક એનજીઓ ના કાર્યકરોએ ઘટ સ્ફોટ કરતા ગત રાત્રીના તાબડતોડબા પોલીસ મેડિકલ સ્ટોર ખાતે પહોંચી છે અને આ મેડિકલ સ્ટોરમાંથી ૭૦૦ જેેટલી બોટલો પોલીસના હાથમાં લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે.

જૂનાગઢની સામાજિક સંસ્થા જનતા ગેરેજના કાર્યકરોએ ગત સાંજે જૂનાગઢ શહેરના બસસ્ટેન્ડ નજીક આવેલ એક ખાનગી મેડિકલ સ્ટોર પરથી કોરોનાના દર્દીઓની ચીજવસ્તુને સાફ સફાઈ માટે વપરાતી પ્રવાહી દવાની બોટલ ખરીદી હતી, અને તેનું પાકુ બિલ પણ મેળવ્યું હતું, પરંતુ બાદમાં જાણવા મળેલ કે વેચાતી લીધેલી આ બોટલ ઉપર  ગવર્મેન્ટ સપ્લાય ઓનલિ એવું લખેલું છે, અને પ્રાઇઝ પણ છપાયેલી નથી, જેથી આ બોટલનું વેચાણ મેડિકલ સ્ટોર ઉપરથી ગેરકાયદેસર થઈ રહ્યું છે.

બાદમાં જનતા ગેરેજના આગેવાનો જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને આવેદનપત્ર પાઠવતા તંત્ર હરકતમાં આવ્યું હતું અને ગત મોડી સાંજે જુનાગઢ બી ડિવિઝન પી.એસ.આઇ. ગોહિલ તથા સ્ટાફ જનતા ગેરેજના કાર્યકરોને સાથે લઈને જે મેડિકલ સ્ટોર ઉપરથી દવા વેચાઈ રહી હતી ત્યાં પહોંચ્યા હતા અને મેડિકલ સ્ટોરમાં તપાસ કરતા ૭૦૦ જેટલી બોટલો ગવર્મેન્ટ સપ્લાય ઓનલિ લખેલી મળી આવતા પોલીસે આ બોટલનો કબજો લીધો હોવાનો જાણવા મળ્યું છે.તાજેતરમાં રાજકોટમાં સરકારી હોસ્પિટલમાં થી કોરોનાના ઇન્જેક્શનો પગ કરી ગયાનો પર્દાફાશ બાદ જૂનાગઢમાં સરકારી દવા ખુલ્લેઆમ ખાનગી મેડિકલ સ્ટોરમાં વેચાતી હોવાના ઘટસ્ફોટ બાદ તંત્ર હરકતમાં આવી ગયું છે અને પોલીસે પણ આક્ષેપ થયેલ મેડિકલ સ્ટોર ખાતે  પહોંચી જઈ, તપાસ કરી, શંકાસ્પદ ગણાતો ૭૦૦ જેટલી બોટલનો જથ્થો જપ્ત કરતા આ બાબતે તંત્ર ગંભીરતાથી લઈને હરકતમાં આવ્યું છે.

Loading...