Abtak Media Google News

વિવિધ ક્ષેત્રનાં ૧૦૦થી વધુ લોકોએ પ્રવચનનો લાભ લીધો

ડો. મનુ કે. વોરા આંતરરાષ્ટ્રીય કક્ષાના એક વિદ્વાન વકતા છે. ઓપરેશનલ મેનેજમેન્ટમાં માતબર પ્રદાન આપનાર, આ ક્ષેત્રનાં પંડિત, બિઝનેશા એકસલન્સના અધ્યક્ષ,૫૦૦થી વધુ કંપનીઓને પોતાની કાર્યકુશળતાની ઉત્કૃષ્ટતા સાધવા માર્ગદર્શન આપનાર, દેશના ૧૪ રાજયોની ૫૦ યુનિ.ઓમાં પોતાના વ્યાખ્યાનો દ્વારા ૬,૭૫,૦૦૦ વિદ્યાર્થીઓ,અધ્યાપકો અને વ્યવસ્થાપનના સંવાહકોને સંબોધનાર ડો. મનુ કે. વોરા બ્લાઈન્ડ ફાઉન્ડેશન ઓફ ઈન્ડીયાના સ્થાપક ડાયરેકટર છે. એ સંસ્થાએ ચાર મિલીયન અમેરિકન ડોલરની ધનરાશી એ સેવાકાર્ય માટે એકઠી કરી છે. એક લાખથી વધુ દ્રષ્ટીહીન લોકો માટે સેવા કાર્યો કર્યા છે.

સમાજ સેવા દ્વારા રાષ્ટ્ર ઘડતર વિશે જાહેર વ્યાખ્યાન રામકૃષ્ણ આશ્રમ,રાજકોટનાં વિવેક હોલમાં ૧૧ ફેબ્રુ., ૨૦૧૯ને સોમવારના રોજ સાંજે ૬ થી ૭ સુધી યોજાયેલ પોતાના વકતવ્યમાં ભારતમાં દ્રષ્ટીહીનતાનાં કારણો અને તેના નિદાન ઉપચાર વિશે સરળ ભાષામાં માહિતી આપી હતી. વિવિધ ક્ષેત્રનાં ૧૦૦થી વધુ લોકોએ આ પ્રવચનનો લાભ લીધો હતો.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.