રાજકોટની આઇ.ટી.આઇના ઇન્સ્ટ્રકટરનો વય નિવૃતિ સમારોહ સં૫ન્ન

શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા સંચાલીત ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઇ.ટી.આઇ.) રાજકોટ ખાતે ફોરમેન ઇન્સ્ટ્રકટર પ્રદિપભાઇ વી. પંડયા સેવા નિવૃત થતાં તેઓનો વયનિવૃતિ સમારંભ યોજાયેલ જેમાં રાજકોટ આઇ.ટી.આઇ.ના આચાર્ય રાવલ તેમજ અન્ય અધિકારી જોષી, ઉદાણી, દલ, મુંજાણી દ્વારા હાર્દિક શુભેચ્છા પાઠવવામાં આવી હતી. ૧૯૮૩થી ૨૦૨૦ સુધીની આ નોકરી દરમ્યાન પંડ્યાએ જામનગર, સુરેન્દ્રનગર, માળીયા મીંયાણી, વિકલાંગ આઇ.ટી.આઇ. માં ફરજ બજાવીને સ્ટાફની અને તાલીમાર્થીની શુભેચ્છા પ્રાપ્ત કરેલ છે. રાજકોટ ખાતે દિવ્યાંગ આઇ.ટી.આઇ.ને સક્રિય બનાવવામાં પંડ્યાએ ખુબ જ યોગદાન આપેલ હતું. આ તકે મેથ્સ ડ્રોઇઝ પરિવાર વતી અતુલ શાહ તેમજ ભાજપ મિડીયા સેલ ક્ધવીનર અરૂણભાઇ નિર્મળ હાર્દિક પંડયાને શુભેચ્છા પાઠવેલ હતી.

Loading...