Abtak Media Google News

આરટીઆઈની અરજનો સરેઆમ ઉલાળીયો કરતુ તંત્ર, ખોટુ કર્યાનું છુપાવવાનો પ્રયત્ન કરતી લાઠી નગરપાલિકા

લાઠી નગર પાલિકા દ્વારા કાર્યલોપ ની  ફરિયાદો અવાર નવાર ઉઠવા પામી છે આર ટી આઈ ની અરજ નો સરેઆમ ઉલાવ્યો કરતું તંત્ર ખોટું કર્યા નું છુપાવવા પ્રયત્ન કરતી લાઠી નગર પાલિકા પાસે જાગૃત નાગરિક નિવૃત એસ ટી કર્મચારી રજનીકાંત રાજ્યગુરૂ એ ચીફ ઓફિસર શ્રી લાઠી ઉદેશી નગરપાલિકા પાસે ખાનગી સંસ્થા શીતળ એજ્યુકેશન ટ્રસ્ટ ને નેશનલ અર્બન લાઈફ હુડ મિશન  હેઠળ સ્ટાઈફડ વાળા તાલીમ વર્ગ આપેલ જે તાલીમ દરમ્યાન ખોટા લાભાર્થી ઓ દર્શાવી સરકારી યોજના ના નાણાં ની કાયમી ઉચાપત ધ્યાન આવતા માહિતી અધિકાર ની જોગવાઈ હેઠળ નિયત નમૂના માં ગત તા ૬/૨/૨૦૧૮ ના રોજ માહિતી માંગતા નિયત સમય મર્યાદા માં માહિત ન આપી તેથી અરજદારે નિયત સમય માં ઉપરી અપીલ અધિકારી માં અપીલ કરી સક્ષમ અધિકારી ઓ ના ગત ૨૯/૬ ના નં વહન/વશી /૨૯૦૬ અત્યંત જરૂરી  હુકમો અને ગુજરાત માહિતી અયોગ કર્મયોગી ભવન ગાંધીનગર ના પત્ર સંદર્ભ માં પ્રાદેશિક નિયામક શ્રી ભાવનગર ની કચેરી ના નં પ્રાદે /કમી/નગ/વશી/ ૧૪૩૭/૧૮ /૬૪૦ નો આદેશ  હોવા છતાં હુકમો ની  અવજ્ઞા કરાય છે ના છૂટકે જાગૃત નાગરિક પત્રકાર રજનીકાંત રાજ્યગુરૂ આગામી દિવસો માં નગરપાલિકા સામે ઉપવાસ આંદોલન કરવા મક્કમ બનતા પ્રાંત અધિકારી શ્રી લાઠી મામલતદાર શ્રી લાઠી સહિત ના અધિકારી ઓ ના હુકમો છતાં જરૂરી માહિતી ન આપી ભ્રષ્ટાચાર છુપાવવા પાલિકા ના પ્રયત્ન થી ત્રસ્ત અરજદાર આગામી તા૫/૭/ થી ઉપવાસ આંદોલન પર ઉતરી રહ્યા છે ત્યારે ઇન ડાયરેકટ ઇમરજન્સી જેવી સ્થિતિ કેમ ? સંવેદન શીલ સરકાર ની સંવેદના ક્યાં ? અરજદાર ને માહિતી ન આપી શુ છુપાવવા પાલિકા પ્રયત્ન શીલ છે ? લાઠી નગરપાલિકા ના ચીફ ઓફિસર  શ્રી અરજદાર ને રૂબરૂ રેકર્ડ નિરીક્ષણ કરવા નો આગ્રહ કેમ રાખે છે ? શું મેગેલ માહિતી રેકર્ડ પર નથી ? અરજદાર ને રૂબરૂ નિરીક્ષણ કરવા ફરજ પાડતી નગર પાલિકા લાઠી ને સવાલ વાળી માહિતી કેમ છુપાવવી છે ? કોના હીત માં માહિતી નથી આપતી જેવા અનેકો સવાલ સાથે માહિતી અધિકાર ના કાયદા ની ધજીયા ઉડાડતા અધિકારી ઓ વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં લેવાશે ? કે પછી આર ટી આઈ ના કાયદા ને ધોળી ને પી જવાશે લાઠી નગર પાલિકા ને ગુજરાત સરકાર શ્રી ની લોકહીતકારી યોજના ઓ માટે આપેલ તાલીમ વર્ગ કાગળ પર જ ચલાવ્યો છે એટલે માહિતી નો ઇન્કાર કરાય છે ખોટા લાભાર્થી ઓ દર્શાવી સ્ટાઈફડ મેળવી લેનાર સંસ્થા અને પાલિકા નું ઇલું ઇલું છુપાવવા પ્રયત્ન કરતા આગામી તા ૫/૭ થી આર ટી આઈ એક્ટિવિસ્ટ રાજ્યગુરૂ  પાલિકા વિરુદ્ધ ઉપવાસ આંદોલન કરનાર હોવા નું જાણવા મળે છે અને હવે તો હદ થઈ ઉપવાસ આંદોલન માટે પણ તંત્ર ની મજુરી વાણી સ્વંતત્ર્ય ના અધિકારો માટે પણ મજુરી તંત્ર ની અહોવિચિત્રમ સામે લાઠી પાલિકા વિરુદ્ધ નિવૃત એસ ટી કર્મચારી આંદોલન કરવા મક્કમ છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.