Abtak Media Google News

ધારાસભ્ય રાઘવજી પટેલની કૃષિ મંત્રીને રજુઆત

જામનગર જીલ્લામાં બંધ પડેલા સીસીઆઇ કેન્દ્રો પુન : શરુ કરવા ધારાસભ્ય રાધવજીભાઇ પટેલે કૃષિમંત્રીને લેખીત અને મૌખિક રજુઆત કરી છે.

ધ્રોલ-થોડીયા  તાલુકો તેમજ જીલ્લાના અન્ય તાલુકામાં સી.સી.આઇ. ના જે કેન્દ્ર શરુ કરવામાં આવેલ હતા તે કેન્દ્ર લાંબા સમયથી હાલમાં બંધ છે. તેના લીધે જામનગર જીલ્લાના કપાસ પકવતા ખેડુતોનો કપાસ વેંચવામા મુશ્કેલી પડી રહેલ છે. અને હાલ કપાસનો ખુલ્લી બજારમાં ૭૦૦ થી ૮૦૦ રૂ પિયા  પ્રતિ મણનો ભાવ છે. તેના લીધે ખેડુતોને મોટી આર્થિક નુકશાની સહન કરવી પડે તેમ છે. તથા હાલ નવા વાવેતરનોસમય હોય ખેડુતોને ખાતર, બીયારણ લેવા માટે પણ નાણા ન હોય તો જામનગર જીલ્લાના બંધ પડેલ સીસીઆઇ ના કેન્દ્રો શરુ કરવા માટે ગાંધીનગર ખાને રૂ બરૂ  કૃષિમંત્રીને લેખીત તેમજ મૌખિક રજુઆત કરેલ છે.આ રજુઆત વખતે ધારાસભ્ય રાધવજીભાઇ પટેલ સાથે માર્કેટીંગ યાર્ડ ધ્રોલના ચેરમેન રસીકભાઇ ભંડેરી તથા જોડીયા તાલુકા ભાજપ પ્રમુખ ભરતભાઇ દલસાણીયા પણ હાજર રહેલ હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.