Abtak Media Google News

ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલની પરીક્ષાનું પરિણામ ગુરુવારના રોજ જાહેર થયું.જેમાં રાજકોટના બે વિદ્યાર્થીઓ ટોપ 100માં સ્થાન મેળવી રાજકોટ સાથે સાથે પરિવારનું પણ નામ રોસન કર્યું હતું.

ટીમના સંચાલક મનન જોશીએ જણાવ્યું હતું કે દ્વિજ વ્યાસે ઓલ ઇન્ડિયા લેવલે 66મો રેન્ક અને યશરાજ ધ્રુવે 85મો રેન્ક મેળવી રાજકોટની શાન વધારી હતી.યશરાજ ધ્રુવે મેડિકલ ફિલ્ડમાં ખુબ જ મહત્વની ગણાતી પોંડીચેરીની જવાહરલાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પોસ્ટ ગ્રેજ્યુએટ મેડીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચની પરિક્ષામાં પણ 93મો રેન્ક મેળવ્યો છે.જે રાજકોટનો એક પ્રથમ કીસ્સો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.