Abtak Media Google News

સવારે ૮ વાગ્યે  GSEB.ORG  વેબસાઈટ પર વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ જોઈ શકશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલે ધો.૧૦નું પરીણામ જાહેર થશે. ગુજરાતમાં આ વર્ષે ધો.૧૦ની પરીક્ષામાં અંદાજે ૧૧ લાખ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ધો.૧૦નું ગત વર્ષનું પરીણામ ૬૭.૫૦ ટકા જેટલું રહ્યું હતું. માર્ચ-૨૦૧૯માં લેવાયેલી ધો.૧૦ની પરીક્ષાનું આવતીકાલે પરીણામ જાહેર થનાર છે જેને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે ઉતેજતા જોવા મળી રહી છે.ઉલ્લેખનીય છે કે, રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં લોકસભાની ચુંટણીનાં પરીણામ તા.૨૩ને ગુરુવારે જાહેર થવાના છે તે પહેલા જ તા.૨૧ને મંગળવારે ધો.૧૦ની પરીક્ષાનું પરીણામ જાહેર થવાનું હોવાથી આ સપ્તાહમાં બે દિવસ વિજયોત્સવ જેવો માહોલ સર્જાશે. ધો.૧૦ની માર્ચ-એપ્રિલ-૨૦૧૯ની પરીક્ષાનાં તમામ પ્રશ્ર્નપેપર આ વખતે સહેલા નિકળ્યા હતા. ગુજરાત બોર્ડનાં અભ્યાસક્રમ મુજબ આ છેલ્લું પરિણામ હશે. આગામી શૈક્ષણિક સત્રથી એનસીઈઆરસીનાં અભ્યાસક્રમ મુજબનું પરીણામ જાહેર કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, આવતીકાલે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૦નું પરીણામ જાહેર કરવામાં આવશે. સવારે ૮ કલાકેGSEB.ORG વેબસાઈટ પર વિદ્યાર્થીઓ પોતાનું પરીણામ જોઈ શકશે. આ વર્ષે લેવાયેલી એસ.એસ.સી.ની પરીક્ષામાં રાજકોટ જિલ્લામાં નિયમિત વિદ્યાર્થીઓ ૪૩,૯૬૧ નોંધાયા હતા. જેમાં રીપીટરોની સંખ્યા ૧૦,૨૪૧ સહિત કુલ ૫૭,૬૬૭ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. આવતીકાલે ૮:૦૦ વાગ્યે બોર્ડનું પરીણામ વેબસાઈટ ઉપર મુકાઈ જશે. તેમજ પરિણામનાં વિતરણનું સ્થળ રાજકોટમાં કરણસિંહજી હાઈસ્કુલ અને ધોરાજીમાં સરકારી ક્ધયા વિદ્યાલયે સવારે ૧૧:૦૦ વાગ્યાથી મળશે. આવતીકાલે બોર્ડનાં એચ.એસ.સી.નાં પરીણામને લઈને હાલમાં વિદ્યાર્થી અને વાલીઓમાં ભારે ઉતેજના જોવા મળી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.