Abtak Media Google News

આટા મેંદો, શરબત, વિનેગારના જથ્થાનો કરાયો નાશ

વડોદરા મહાપાલિકાની ફુડ શાખાએ શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલા રેસ્ટોરન્ટ અને ધાબાઓમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. અને અખાદ્ય શરબત, વિનેગાર, આટા મેંદો વગેરેને નાશ કરવામાં આવ્યો હતો. અને ૧૩ રેસ્ટોરન્ટને નોટિસ આપવામાં આવી હતી. મહાપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમાં તરસાલી હાઇવે પરના ૯ રેસ્ટોરન્ટ તથા ધાબાઓમાં ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવ્યું જેમાં આટા સીગતેલ, મરચુ પાઉડરના ૩ નમુના લેવામાં આવ્યા હતા. જેને પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં પૃથ્થકર અર્થે મોકલી આપવામાં આવ્યા છે. સરબતની ર૦ બોટલ, વિનેગરની ૧પ બોટલ, ફુડ કલરની ર બોટલ, આટા મેંદો ૧૦ કિલોનો સ્થળ ઉપર નાશ કરવામાં આવ્યો હતો. તેમજ નેશનલ હાઇવે નં.૮ કપુરાઇ ચોકડીથી વાઘોડીયા રોડ પરની ૧૩ રેસ્ટોરન્ટમાં પણ ચેકીંગની કામગીરી કરવામાં આવી તેમજ જ રેસ્ટોરન્ટમાં શિડયુલ-૪ મુજબની નોટિસ આપવામાં આવી છે.

શહેર વિસ્તારમાં કોવિડ-૧૯ ને અનુલક્ષીને લોકડાઉન દરમિયાન જાહેર જનતાના આરોગ્યની સુખાકારીને ઘ્યાને લઇ વિસ્તારમાં હોટેલ- રેસ્ટોરન્ટમાં ખાદ ચીજો બગડી ગઇ હોઇ તેનો તાત્કાલીક ધોરણે સ્વેચ્છાએ નાશ કરવા સુચના આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.