Abtak Media Google News

જળ એજ જીવન, પાણીના સંગ્રહ એટલે કે ડેમની સુરક્ષા વધારવા માટે સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. દેશભરના નવા અથવા વર્તમાન સમયના ડેમોની જવાબદારી અને નિયંત્રણની ક્ષમતાની ડોર માલિકોની રહેશે. કેન્દ્ર સરકારે ડેમની સુરક્ષા માટેના ડેમ સેફટ બીલ ૨૦૧૮ના નિયમો જાહેર કર્યા છે.

Dreams.metroeve Dam Dreams Meaningડેમ સરકારી ઓથોરીટી છે તેને વિવિધ કોર્પોરેશનો અને મ્યુનિસીપાલીટી હેઠળ જવાબદારીના ભાગરૂપે લેવામાં આવશે. પાર્લામેન્ટમાં આવતા ચોમાસુ સત્રમાં આ બીલની જાહેરાત કરવામાં આવશે. તેથી કેન્દ્ર શાસિત પ્રદેશો સહિતના વિસ્તારની ડેમ સુરક્ષા પ્રક્રિયાને યુનિફોર્મ કરવામાં આવશે. બીલમાં ફરજીયાત સર્વિલેન્સ, ઈમરજન્સી પ્લાન, ડેમ સુરક્ષા, ઓપરેશન અને મેન્ટેનન્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેથી દેશભરના ડેમની સુરક્ષા જે તે કોર્પોરેશનની રહેશે.

ડેમ સેફટી બીલના ધોરણો જરૂરીયાત મુજબના નિયમો પર આધારીત રહેશે. ભારતમાં કુલ ૫૭૦૧ મોટા ડેમ છે અને ૫૨૫૪ ડેમોની કામગીરી ચાલી રહી છે. ફકત ગુજરાતમાં જ ૬૩૨ ડેમો રહેલા છે. માટે દેશભરના જળસંગ્રહની સુરક્ષા મહત્વની જવાબદારી છે. નેશનલ ડેમ સેફટી અંતર્ગત સુરક્ષાના ધોરણો તેમજ નિયમો ઘડવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.