Abtak Media Google News

પાણી ક્ષેત્રે સંકળાયેલા વેપારીઓ માટે સરકારે લાવવી જોઈએ અનેકવિધ યોજનાઓ: સેજલ મહેતા

વેપટેગ એકસ્પોનું આયોજન વર્ષમાં એકવાર નહીં પરંતુ વારંવાર થવું જોઈએ: મનીષભાઈ જાદવ

દેશ-વિદેશથી અનેકવિધ એક્ઝિબીટરો પોતાની વિશેષ પ્રસ્તુતીની સાથે એકસ્પોમાં ભાગ લીધો

વેપટેગ એકસ્પોની હજારો લોકોએ મુલાકાત લેતા એક્ઝિબીટરોને વ્યાપારમાં થયો જબરદસ્ત ફાયદો : ‘અબતક’નું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટીંગ

વેપટેગ-૨૦૧૯નું આયોજન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ખુબજ સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે. દેશ-વિદેશથી અનેકવિધ એક્ઝિબીટરો પોતાની વિશેષ પ્રસ્તુતીની સાથે એકસ્પોમાં ભાગ લેવા આવી પહોંચ્યા છે. ત્યારે વેપટેગ-૨૦૧૯ એકસ્પો ખુબજ ઐતિહાસિક પણ માનવામાં આવી રહ્યો છે. કારણ કે, ગત એકસ્પોની સરખામણીમાં આ એકસ્પોમાં સૌથી વધુ એક્ઝિબીટરો અને મુલાકાતીઓ અનેકવિધ ચીજ-વસ્તુઓ માટે ઈન્કવાયરી પણ કરતા નજરે પડે છે.Img 20190223 Wa0035 ત્યારે અનેકવિધ એક્ઝિબીટરો સાથે ‘અબતક’ની રૂબરૂ મુલાકાતમાં એક વાતની પુષ્ટી થઈ હતી કે, આ એક્ઝિબીશનના લીધે તેઓના વ્યાપારને ખુબજ વધુ વેગ મળી રહ્યો છે અને તેમનો વિકાસ પણ સમયાંતરે થતો જોવા મળે છે. ત્યારે આ પ્રકારનું આયોજન જે વેપટેગ એસોસીએશન દ્વારા કરવામાં આવી રહ્યું છે તે નિયમીત સમયાંતરે થવું જોઈએ.

સરકારે પાણી ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ માટે લાભાન્વીધ યોજનાઓ લાવી જોઈએ: સેજલબેન મહેતાImg 20190223 Wa0024

કોસમોસ ફિલ્ટરેશનના ડાયરેકટર સેજલબેન મહેતાએ ‘અબતક’ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, વેપટેગ-૨૦૧૯નું જે આયોજન કરવામાં આવ્યું છે તેનો શ્રેય વેપટેગ એસોસીએશનના તમામ કમીટી મેમ્બરના શીરે જાય છે. આ એક્ઝિબીશન નહીં પરંતુ એક પરિવારના પ્રસંગ જેવો માહોલ જોવા મળી રહ્યો છે.

તમામ પાણી ક્ષેત્રે સંકળાયેલા વેપારીઓ માટે જાણે આ દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આ પ્રકારના આયોજનથી કોસમોસ ફિલ્ટરેશનને અનેકવિધ પ્રકારે વ્યાપારમાં વેગ મળ્યો છે. ત્યારે કોસમોસ ફિલ્ટરેશન હરહંમેશ કંઈક નવું જ કરવા માટે પ્રેરીત થતું હોય છે અને લોકોને નવું આપવા માટે સમયાંતરે તમામ પ્રકારના કાર્યો પણ કરતું હોય છે. પાણી ક્ષેત્રે અનેકવિધ એવી ચીજવસ્તુઓ હોય છે જેમાં કોસમોસ ફિલ્ટરેશન એકાંકી ચક્ર ધરાવે છે. જેનો શ્રેય વેપટેગ એસોસીએશન અને લોકોના શીરે જાય છે.

વેપટેગ એસોસીએશનમાં ભાગ લેવો તે ગૌરવની વાત છે: મનીષભાઈ જાદવImg 20190223 Wa0018

એચ ટુ ઓ સાયન્ટીફીકના ડાયરેકટર મનીષભાઈ જાદવે ‘અબતક’ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, દેશમાં અનેકવિધ પ્રકારના આયોજન થતાં હોય છે. પરંતુ વેપટેગ એસોસીએશન દ્વારા જે એક્ઝિબીશન અને જે એકસ્પોનું આયોજન કરવામાં આવ્યું છે તે ખુબજ સરાહનીય છે. છેલ્લા ચાર વર્ષથી એચ ટુ ઓ સાયન્ટીફીક વેપટેગ સાથે જોડાયેલુ રહ્યું છે. ત્યારે આ વખતના આયોજનમાં કંપનીને અનેકવિધ પ્રકારની ઈન્કવાયરી ખરા અર્થમાં જનરેટ થઈ છે અને લોકોમાં તેનો પ્રતિભાવ પણ ખુબજ વધુ જોવા મળે છે. ત્યારે એચ ટુ ઓ સાયન્ટીફીક અનેકવિધ વોટર કયુરીફીકેશન સીસ્ટમ એટલે કે, પાણીની શુદ્ધી માટે અનેકવિધ પ્રયોગો કરતું હોય છે. જેમાં આ વર્ષે એચ ટુ ઓ સાયન્ટીફીક દ્વારા ઓઝોન વોટર ટ્રીટમેન્ટ અને ઓઝોન એર ક્યુરીફાયરની વસ્તુઓ બનાવવામાં આવી છે. જેનાથી પાણીની શુદ્ધી ખુબજ સારી રીતે જળવાઈ શકે ત્યારે આ નવા પ્રયોગનો લાભ તેમને એટલે કે, એચ ટુ ઓ કંપનીને મળી રહે તે માટે વેપટેગ એકસ્પોમાં કંપની દ્વારા ભાગ લેવામાં આવ્યો છે. જેનો પ્રતિસાદ તેમને એટલે કે, કંપનીને ખુબજ સારો મળી રહ્યો છે.

એચ ટુ ઓ સાયન્ટીફીક હરહંમેશ લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરતુ રહ્યું છે: નિરવભાઈ ડેડાણીયા

Img 20190223 Wa0017

એચ ટુ ઓ સાયન્ટીફીકના ડાયરેકટર નિરવભાઈ ‘અબતક’ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, તેમની કંપની હરહંમેશ લોકોના સ્વાસ્થ્યની કાળજી રાખવામાં માન્યુ છે. જેના કારણે અનેકવિધ નવી ચીજવસ્તુઓ લોકો સમક્ષ મુકતુ આવ્યું છે. જેનાથી લોકોને ખુબજ લાભ મળી રહે અને તેમનું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે. આ તકે વધુમાં તેઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે, વેપટેગ એકસ્પોનું જે આયોજન કરવામાં આવ્યું છે તે ખરા અર્થમાં ખુબજ મહત્વપૂર્ણ અને ઉપયોગી તમામ પાણી ક્ષેત્રે સંકળાયેલા વેપારીઓ માટે મહત્વનું છે. અંતમાં તેઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે, આ ગુજરાતનો નહીં પરંતુ સમગ્ર ભારતનો ખુબજ ઉપયોગી વોટર એકસ્પો તરીકે ઉદ્ભવીત થયું છે.

વેપટેગ-૨૦૧૯નું આયોજન નિયમીત અંતરાલે થવું જોઈએ: વિનીત શર્મા

Img 20190223 Wa0020

ઓક્ષેન કંપનીના ડાયરેકટર વિનીત શર્માએ ‘અબતક’ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આ આયોજનથી તેમની કંપનીને નહીં પરંતુ એકસ્પોમાં જોડાયેલી તમામ કંપનીઓને ફાયદો થયો છે અને ફાયદો થતો રહે છે. ત્યારે વિશેષ ન કહેતા તેઓએ જણાવ્યું હતું કે, તેમની વેપટેગને એક જ અપીલ અને વિનંતી છે કે, આ પ્રકારનું આયોજન સમયાંતરે જવું જોઈએ.

એકસ્પોમાં ભાગ લેવાથી વ્યાપારને મળ્યો અદ્ભૂત વેગ: ધ્રુવ તોગડીયાImg 20190223 Wa0025

પ્રેયાસ પોલીપ્લાસ્ટ પ્રા.લી.ના માલીક ધ્રુવભાઈ તોગડીયાએ ‘અબતક’ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, પહેલાની સરખામણીમાં પ્રેયાસ પોલીપ્લાસ્ટના વ્યાપારને જો વેગ મળ્યો હોય તો તેનો શ્રેય વેપટેગ ઓસોશીએશનના કારણે થયો છે. જેનું એકમાત્ર કારણ એ છે કે, વેપટેગ એસોશીએશન દ્વારા એક્ઝિબીટરો એકસ્પોમાં ભાગ લેતા હોય છે. તે તમામને એક તાંતણે બાંધી વ્યાપારની ઉજવળ તક આપતા હોય છે. જેના કારણે માત્ર ગુજરાત જ નહીં પરંતુ ભારતભરમાંથી કંપનીને તેનો લાભ મળતો રહે છે. સાથો સાથ કંપનીની એક આગવી ઓળખ પણ ઉભી થાય છે. ત્યારે હરહંમેશ વેપટેગ એસોશીએશન દ્વારા જે એકસ્પોનું આયોજન કરવામાં આવે છે તેમાં કંપની તેનું મહત્તમ અને મહત્વનું યોગદાન આપતી હોય છે.

સરકાર અને વેપટેગ એસોશીએશનની કામગીરી ખુબજ સરાહનીય: વિશાલ શર્માImg 20190223 Wa0030

ઓક્ષેન કંપનીના માલીક વિશાલ શર્માએ ‘અબતક’ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, તેઓ અને તેમની કંપની સરકાર અને વેપટેગ એસોશીએશનની ખુબજ આભારી છે. કારણ કે, તેમના દ્વારા જે આયોજન હાથ ધરવામાં આવ્યું છે તેનાથી ઓક્ષેન કંપનીને ખુબજ લાભ થતો રહ્યો છે. ઓક્ષેન કંપની વોટર કયુરીફીકેશન અને આરઓ સીસ્ટમને સુચા‚‚પથી ચલાવવા માટે તે પ્રકારની મોટર બનાવે છે. ત્યારે આ એકસ્પોના કારણે તેમને દેશ-વિદેશથી અનેકવિધ પ્રકારના ઉદ્યોગ સાથે સંકળાઈ રહ્યાં છે અને પોતાના વ્યાપારને દેશ-વિદેશમાં ફેલાવી રહ્યાં છે. જેનું કારણ બીજુ કાંઈ નહીં પણ વેપટેગ એસોશીએશન દ્વારા જે એકસ્પોનું આયોજન કરવામાં આવે છે તે મુખ્ય કારણ તરીકે સામે આવ્યું છે.

વેપટેગમાં ભાગ લેવાની અનુભુતિ ખુબજ સારી રહી: અનિલ જૈનImg 20190223 Wa0038

રેડટેક કંપનીના અનિલભાઈ જૈને ‘અબતક’ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, રેડટેક કંપની વેપટેગની ખુબજ આભારી છે. કારણ કે, તેમને જે અવસર મળ્યો છે એકસ્પોમાં ભાગ લેવા માટેનો જેનાથી કંપનીને ખુબજ વધુ ફાયદો થયો છે અને વ્યાપારને ખુબજ વધુ વેગ પણ મળ્યો છે. છેલ્લા ઘણા વર્ષોથી વેપટેગ દ્વારા જે આયોજન કરવામાં આવી રહ્યું છે તેની સફળતા પાછળ જો કોઈનો હાથ હોય તો તે એસોશીએશનના મેનેજમેન્ટનો છે. અંતમાં તેઓએ જણાવ્યું હતું કે, રેડટેક લોકોને પીવાલાયક પાણીને શુદ્ધ કરવા માટે અનેકવિધ પ્રકારની ચીજવસ્તુઓ બનાવતી હોય છે અને એ જ કંપનીની શાખ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.