Abtak Media Google News

પૃથ્વીથી ૯૩૦ પ્રકાશવર્ષ દુર મળી આવેલો ગ્રહ ખગોળશાસ્ત્રીઓને અનેક રહસ્યો ઉકેલવામાં મદદરુપ થશે

પૃથ્વીથી ૯૩૦ પ્રકાશવર્ષ દુર ખગોળશાસ્ત્રીઓને રહસ્યમયી હોટ ન્યુપીટર તારો મળી આવ્યો છે. આ સંશોધનથી આપણી આકાશગંગા બહારના ગ્રહોની શોધખોળ માટે નવી દિશા મળી છે.

હાલ આપણી આકાશગંગાના જયુપીટરની જેમ હોટ જયુપીટર તેના હોસ્ટ સ્ટારની નજીક છે. હોટ જયુપીટરના વલયોના કારણે ખગોળશાસ્ત્રીઓ આશ્ર્ચચર્યચકિત થઇ ગયા છે. હોસ્ટ સ્ટાર અને હોટ જયુપીટર વચ્ચેનું અંતર માત્ર ત્રણ દિવસ (અવકાશમાં)ની મુસાફરીનું છે. હોટ જયુપીટર

જેવા અનેક તારાઓ શોધવા માટે ૧૦ વર્ષ પહેલા ફ્રાન્સની આગેવાનીમાં સંશોધન શરુ થયું હતું.  જેના અંતર્ગત હોટ જયુપીટર શોધ થઇ છે.

આ મામલે કેનેડાની મેકગીલ યુનિવસીર્ટીના સંશોધક નિકોલસ કોવન અમે ઘણા સમયથી ૯ હોટ જયુપીટરનો અભ્યાસ કરી રહ્યા છીએ. આવા ગ્રહો તેમના સ્ટાર સાથે ખુબ જ નજીક હતા. હાલમાં શોધાયેલા હોટ જયુપીટરના વલયો અન્ય કરતા ઉંધી દિશામાં ફરી રહ્યા છે. માટે આ રહસ્ય સમજવા માટે ખગોળશાસ્ત્રીઓ ઉંધે માથે થયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.