Abtak Media Google News

વિરાટ કોહલીના નેતૃત્વવાળી ટીમ ઈન્ડિયા ફરી વિશ્ર્વ ચેમ્પિયન બનવા સક્ષમ

ઈંગ્લેન્ડ ખાતે આગામી ૩૦મી મેથી આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ભારતને ૧૯૮૩ અને વર્ષ ૨૦૧૧ બાદ ફરી વિશ્વ વિજેતા બનાવવા માટે બીસીસીઆઈની સિલેકશન કમિટી દ્વારા ૧૫ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. ભારતને વિશ્ર્વ વિજેતા બનાવવા માટે મેદાનમાં ઉતરનાર ૧૫ રનવીરોની ખુબીઓ અત્રે દર્શાવવામાં આવી છે. સુકાની વિરાટ કોહલીની આગેવાનીમાં જે ૧૫ સભ્યોની પસંદગી કરવામાં આવી છે તે તમામ ભારતને ફરી વિશ્ર્વ ચેમ્પીયન બનાવવા માટે સક્ષમ છે.

સુકાની વિરાટ કોહલી1 19

૨૦૧૯ વર્લ્ડકપમાં ભારતીય ટીમના સુકાની તરીકે વિરાટ કોહલીને જવાબદારી સોંપવામાં આવી છે. પાછલા ત્રણ વર્ષોમાં વિરાટ કોહલી દ્વારા જે ઉચ્ચ કોટીનું પ્રદર્શન કરવામાં આવ્યું છે તે ઈંગ્લેન્ડ અને વેલ્સ ખાતે રમાનારા વર્લ્ડકપમાં ખુબ જ ઉપયોગી સાબિત થશે. વિરાટ કોહલી વન-ડેમાં કુલ ૨૨૭ મેચ રમ્યો છે. જેમાં તેની એવરેજ ૫૯.૫૭ રહી છે જો તેના રન વિશે વાત કરવામાં આવે તો ૧૦ હજારના આંકડાને પણ તેણે પાર કર્યો છે. તેના વન-ડે કેરીયરમાં તેણે ૪૯ અડધ સદીઓ અને ૪૧ સદીઓ નોંધાવી છે. વિરાટ ૨૦૧૧ અને ૨૦૧૫ના વર્લ્ડકપમાં સહભાગી થયો હતો. ૨૦૧૧ના વર્લ્ડકપની વાત કરવામાં આવે તો તેણે ૪૧.૯૨ની એવરેજથી ૫૮૭ રન નોંધાવ્યા હતા.

ઉપસુકાની રોહિત શર્મા

576

રોહિત શર્મા તે પોતાનો બીજો વિશ્ર્વકપ રમવા જઈ રહ્યો છે. ભારતીય ટીમના વિસ્ફોટક બેટસમેન તરીકે તેનું નામ અવ્વલ ક્રમે આવી રહ્યું છે અને તદઉપરાંત તે ભારતીય ટીમના ઓપનર તરીકે પણ પોતાની મહત્વપૂર્ણ ફરજ બજાવી રહ્યાં છે ત્યારે ઈંગ્લેન્ડની વિકેટ ઉપર રોહિત શર્માનું પ્રદર્શન ભારતીય ટીમ માટે ખુબ જ મહત્વપૂર્ણ બની રહેશે. રોહિત શર્માએ તેના વન-ડે કારકિર્દીમાં ૨૦૬ મેચમાં ૮૦૧૦ રન નોંધાવ્યા છે. જેમાં તેનો સર્વાધિક સ્કોર ૨૬૪ રનનો રહ્યો હતો. વાત કરવામાં આવે તો રોહિત શર્માએ ૪૧ અડધ સદી અને ૨૨ સદી નોંધાવી છે ત્યારે ૨૦૧૯ના વિશ્ર્વકપમાં ઉપસુકાની રોહિત શર્મા પર એક વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે.

શિખર ધવનShikhar Dhawan Png

ભારતીય ક્રિકેટ ટીમના લેફટ હેન્ડેડ બેટસમેન તરીકે પોતાની એક આગવી છાપ ઉભી કરનાર શિખર ધવન પણ આ વિશ્ર્વકપમાં ભારતીય ટીમ માટે તે ખુબ જ મહત્વપૂર્ણ રહેશે. વિસ્ફોટક બલ્લેબાજ તરીકે પોતાની જે છાપ ઉભી કરી છે તે પણ એક મહત્વપૂર્ણ છે અને વાત કરવામાં આવે તો ઈંગ્લેન્ડની વિકેટ શિખર ધવન માટે ખુબ જ અનુકુળ હોવાથી આ વિશ્ર્વકપ ખુબ જ મહત્વપૂર્ણ અને ઉપયોગી સાબિત થશે. શિખર ધવને તેની વન-ડે કારકિર્દીમાં ૧૨૮ મેચ રમ્યા છે જેમાં ૪૪.૬૨ની સરેરાશથી ૫૩૫૫ રન નોંધાવ્યા છે. જેમાં ૨૭ અડધ સદી અને ૧૬ સદીનો પણ સમાવેશ થયો છે. ધવન માટે ૨૦૧૯નું વર્લ્ડકપ તેનું બીજું વિશ્ર્વકપ બની રહેશે કારણકે તે ૨૦૧૫માં પણ ભારતીય ટીમનો સભ્ય રહ્યો હતો.

કે.એલ.રાહુલKl Rahul T2018

ભારતીય ટીમમાં વિસ્ફોટક બેટસમેન તરીકે કે.એલ.રાહુલની પસંદગી જે કરવામાં આવી છે તે ખુબ જ ઉપયોગી સાબિત થશે. વિકેટ કિપર બેટસમેન તરીકે જે રીતે કે.એલ.રાહુલ એટલે કે લોકેશ રાહુલને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે તે ખુબ જ મહત્વપૂર્ણ છે. ત્રીજા વિકેટ કિપરની જાણે ભારતીય ટીમની શોધ પૂર્ણ થઈ હોય તે વાત પણ સાબિત થઈ રહી છે તેણે પોતાના વન-ડે કેરીયરમાં સરેરાશ ૩૪.૩ની એવરેજથી ૩૪૩ રન નોંધાવ્યા છે. જેમાં બે અડધ સદી અને એક સદીનો સમાવેશ કરવામાં આવ્યો છે. લોકેશ રાહુલ માટે આ તેનો પ્રથમ વિશ્ર્વકપ છે ત્યારે ટોપ ઓર્ડરમાં કે.એલ.રાહુલનો સમાવેશ થતા ભારતીય ટીમનું ટોપ ઓર્ડર બેટીંગ લાઈનઅપ ખુબ જ મજબુત બન્યું છે. 

વિજય શંકરVijay Sankaer

ઓલ રાઉન્ડર તરીકે પોતાની છાપ ઉભી કરનાર વિજય શંકર માટે ૨૦૧૯નો વર્લ્ડકપ પ્રથમ વિશ્ર્વકપ બની રહેશે. હજી સુધી તે માત્ર ૯ વન-ડે જ રમ્યો છે જેમાં ૩૩ની સરેરાશથી ૧૬૫ રન નોંધાવ્યા છે. બોલીંગ વિશે જો વાત કરવામાં આવે તો હજુ સુધી તેણે માત્ર ૨ વિકેટ જ ઝડપી છે અને બેસ્ટ બોલીંગ ફિગરની જો વાત કરવામાં આવે તો વિપક્ષીય ટીમને ૧૫ રન આપી બે વિકેટ ઝડપી હતી ત્યારે મીડલ ઓર્ડર બેટસમેન તરીકે પણ ભારતીય ટીમ માટે વિજય શંકર ખુબ જ ઉપયોગી સાબિત થશે અને બોલીંગ વિભાગમાં પણ ટીમ તેનો ઉપયોગ કરી શકે તેમ છે તે વાત પણ સાચી છે. હાર્દિક પંડયા બાદ વિજય શંકર બીજો ફાસ્ટ બોલર ઓલ રાઉન્ડર તરીકે ભારતીય ટીમમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે.

મહેન્દ્રસિંહ ધોની (વિકેટકીપર)Dhoni 1

મહેન્દ્રસિંહ ધોની વિના જાણે ટીમમાં હૃદય ના હોય તે વાત સ્પષ્ટ છે. મહેન્દ્રસિંહ ધોનીની ઉપસ્થિતિ ભારતીય ટીમ માટે ખુબ જ મહત્વપૂર્ણ સાબિત થશે તેની કુશળતા અને ખેલાડીઓને કઈ પરિસ્થિતિમાં તેનો કેવો ઉપયોગ કરવો તે માહી બખુબી જાણે છે ત્યારે મહેન્દ્રસિંહ ધોનીએ તેના વન-ડે કારકિર્દીમાં ૩૪૧ મેચ રમ્યો છે. જેમાં ૫૦.૭૨ની સરેરાશથી ૧૦,૫૦૦ રન તેણે નોંધાવ્યા છે. જેમાં ૭૧ અર્ધ સદી અને ૧૦ સદી તેણે નોંધાવી છે. વિકેટ કિપર તરીકે તેણે ૩૧૪ કેચ અને ૧૨૦ સ્ટમ્પીંગ કર્યા હતા. મહેન્દ્રસિંહ ધોનીની આગેવાનીવાળી ભારતીય ટીમ આઈસીસી વર્લ્ડકપ અને ૨૦૧૧નો વર્લ્ડકપ જીતી હતી ત્યારે આ વિશ્ર્વકપમાં માહીની જવાબદારી ખુબ જ વધુ રહેશે.

કેદાર જાદવ

Kedar Jadhavodi1819

ઓલ રાઉન્ડર કેદાર જાદવ માટે ૨૦૧૯નો પ્રથમ વિશ્ર્વકપ ખુબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. કેદાર જાદવે વન-ડેમાં ૫૯ મેચ રમી ૧૧૭૪ રન નોંધાવ્યા હતા. જેમાં તેણે ૪૩.૪૮ની સરેરાશથી રન નોંધાવ્યા છે. જેમાં ૫ અડધ સદી અને ૨ સદીનો પણ સમાવેશ થાય છે. બોલર તરીકે વાત કરવામાં આવે તો તેણે અત્યાર સુધીમાં તેણે ૫.૧૫ની એવરેજથી ૨૭ વિકેટો ઝડપી છે. બેસ્ટ બોલીંગ ફિગર તરીકે તેણે ૨૩ રન આપી ૩ વિકેટ લીધી હતી ત્યારે ઓસ્ટ્રેલિયા સામેની સીરીઝમાં અન્ય કોઈ ખેલાડીઓની સરખામણીમાં જો કોઈ સફળ ખેલાડી રહ્યું હોય તે કેદાર જાદવ હતો ત્યારે આ વિશ્ર્વકપમાં ભારતીય ટીમના મિડલ ઓડરને મજબુત કરવા માટે કેદાર જાદવનું ફોર્મ ખુબ જ મહત્વપૂર્ણ બની રહેશે. 

દિનેશ કાર્તિક(વિકેટકીપર)

Dinesh Karthikodi1819

૨૦૧૯ વિશ્ર્વકપમાં વિકેટ કિપરને લઈ સિલેકટર કમિટી સામે અનેકવિધ પ્રશ્ર્નો ઉદભવિત થયા હતા કે રીષભ પંતને ટીમમાં સામેલ કરવો કે પછી દિનેશ કાર્તિકને ? ત્યારે સિલેકટરોએ દિનેશ કાર્તિક પર પોતાનો ભરોસો દાખવી ટીમમાં સમાવેશ કર્યો હતો. સેક્ધડ વિકેટ કિપર તરીકે દિનેશ કાર્તિકે ૯૧ મેચની વન-ડે કારકિર્દી નોંધાવી છે. જેમાં ૩૧.૦૩ની સરેરાશથી ૧૭૩૮ રન નોંધાવ્યા છે જેમાં તેણે ૯ અડધી સદી નોંધાવી છે. વિકેટ કિપર તરીકે જો તેની વાત કરવામાં આવે તો તેને ૬૧ કેચ અને ૭ સ્ટમ્પીંગ કર્યા છે. દિનેશ કાર્તિક માટે ૨૦૧૯નો વિશ્ર્વકપ તેના માટે બીજો વિશ્ર્વકપ છે આ પહેલા તે ૨૦૦૭ના વિશ્ર્વકપમાં ભારતીય ટીમનો સભ્ય રહ્યો હતો.

યજુવેન્દ્ર ચહલYuzvendra Chahalodi1819

ભારતીય ટીમના લેફટ સ્પીનર તરીકે પોતાની એક આગવી છાપ પ્રસ્થાપિત કરનાર ચહલ માટે આ પ્રથમ વિશ્ર્વકપ છે. તેણે પોતાનાં ૪૧ વન-ડે મેચની કારકિર્દીમાં કુલ ૭૨ વિકેટ ઝડપી છે. સરેરાશ ૨૪.૬૧ રનની એવરેજથી તેણે ૪૨ રન આપી ૬ વિકેટ ઝડપી હતી કે જેનો બેસ્ટ બોલીંગ ફિગર પણ માનવામાં આવે છે. સ્પીનર તરીકે તેને ૨ વખત સળંગ ૫ વિકેટ ઝડપતા તેણે ભારતીય ટીમને લેફટ સ્પીન ક્ષેત્રે ખુબ જ સફળતા અપાવી છે ત્યારે ઈંગ્લેન્ડની વિકેટ ઉપર યજવેન્દ્ર ચહલ લેફટ સ્પીનર તરીકે ખુબ ઉપયોગી સાબિત થશે અને વિપક્ષીઓને પોતાની ફિરકીના જોરથી ઘુંટણીયે પાડશે તેવું પણ માનવામાં આવી રહ્યું છે. ભારતીય ટીમ પાસે યુવી ચહલ જેવા સ્પીનર હોવાથી વિશ્ર્વકપ વિજેતા તરીકે ભારતની દાવેદારી મજબુત માનવામાં આવે છે.

કુલદીપ યાદવKuldeep Yadav T2018

ભારતીય સ્પીન ક્ષેત્રમાં રીસ્ટ સ્પીનર તરીકે કુલદીપ યાદવનું ચયન કરવામાં આવ્યું છે જે ઈંગ્લેન્ડની ધરતી ઉપર ભારતને અનેકવિધ ‚પે ફાયદા‚પ થશે. તેને ૪.૯૩ની ઈકોનોમી રેટથી અને સરેરાશ ૨૧.૭૪ના એવરેજથી કુલ ૮૭ વિકેટ ૪૪ મેચોમાં જ લીધેલી છે ત્યારે તેને એક વખત ૫ વિકેટ મેળવવાનો પણ શ્રેય પ્રાપ્ત થયો છે. બેસ્ટ બોલીંગ ફિગર તરીકે તેણે ૨૫ રન આપી ૬ વિકેટ ઝડપી હતી. કુલદીપ યાદવ માટે આ વિશ્ર્વકપ પ્રથમ વિશ્ર્વકપ છે ત્યારે સિલેકટરો દ્વારા તેનું જે ચયન કરવામાં આવ્યું છે તે ખુબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. વાત એ પણ સાચી છે કે તેની પાસે એવો કોઈ બહોળો અનુભવ નથી કે જે ફાયદા‚પ સાબિત થાય પરંતુ તેની સુઝબુઝ ભરી બોલીંગ વિપક્ષીઓ માટે માથાનો દુ:ખાવો સાબિત થશે.

ભુવનેશ્ર્વર કુમારBhuvneshwar Kumar T2018

ભારતીય ટીમમાં અનુભવી પેસર તરીકે ભુવનેશ્ર્વર કુમારનું જે રીતે ચયન કરવામાં આવ્યું છે તે ટીમને ખુબ જ ઉપયોગી સાબિત થશે. ભુવનેશ્ર્વર કુમાર સ્લોગ ઓવરમાં ખુબ જ ઉપયોગી સાબિત થતો હોય છે. તેને પોતાની વન-ડે કારકિર્દીમાં ૫.૦૧ની સરેરાશથી ૧૧૮ વિકેટો ઝડપી છે. જેમાં તેના બેસ્ટ બોલીંગ ફિગર તરીકે તેણે ૪૨ રન આપી ૫ મહત્વપૂર્ણ વિકેટો ઝડપી હતી. આ પૂર્વે ભુવનેશ્ર્વરકુમાર ૨૦૧૫નો વિશ્ર્વકપ પણ રમી ચુકયો છે ત્યારે વિશ્ર્વકપનો અનુભવ તેણે આ ૨૦૧૯ના વિશ્ર્વકપમાં પ્રાપ્ત થશે તે વાત નકકર છે ત્યારે ભારતીય બોલીંગ વિભાગની ધરોહર ભુવનેશ્ર્વર કુમાર હોવાથી તેના પરની જે જવાબદારી છે તે પણ વધી ગઈ છે.

જસપ્રીત બુમરાહJasprit Bumrah T2018

બુમ…બુમ…બુમરાહ તરીકે પોતાની એક આગવી છાપ ભારતીય ક્રિકેટ ટીમમાં તેને પ્રસ્થાપિત કરી છે. ડેથ ઓવર્સમાં તેના વૈદ્યક યોરકરથી ખુબ જ નામાંકિત બેટસમેનોને પેવેલિયન ભેગા કર્યા છે ત્યારે જસપ્રીત બુમરાહ વિશે વાત કરવામાં આવે તો તેણે ૪૯ મેચમાં ૪.૫૧ની ઈકોનોમીથી ૮૫ વિકેટ પ્રાપ્ત કરી છે. જેમાં તેણે એક વખત ૫ વિકેટ હોલનો પણ ખિતાબ મળ્યો છે. બુમરાહ માટે આ તેનો પ્રથમ વિશ્ર્વકપ રહેશે જે તેના માટે અને ભારતીય ટીમ માટે ખુબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. ૨૦૧૬માં બુમરાહે પોતાનું વન-ડે ક્રિકેટમાં ડેબ્યુટ કર્યું હતું. ૧૪૫ કિલો પ્રતિ કલાકની ઝડપે જયારે તે બોલ ફેંકશે ત્યારે વિપક્ષીઓને અનેકવિધ તકલીફોનો સામનો કરવો પડશે.

હાર્દિક પંડયાHardik Pandya

ભારતીય ટીમના મીડલ ઓડરમાં વિસ્ફોટક બેટસમેન અને ગેમ ચેન્જર તરીકે એક આગવી છાપ ઉભી કરનાર હાર્દિક પંડયા માટેનો ૨૦૧૯નો વિશ્ર્વકપ પ્રથમ વિશ્ર્વકપ રહેશે. તેણે પોતાના વન-ડેમાં ૪૫ મેચમાં ૨૯.૨૪ની સરેરાશથી ૭૩૧ રન નોંધાવ્યા છે. જેમાં તેણે ૪ અડધ સદી પણ ફટકારી છે. મીડયમ પેસર તરીકે તેણે ૪૪ વિકેટો ઝડપી છે. જેમાં તેની બેસ્ટ બોલીંગના આંકડા વિશે માહિતી લેવામાં આવે તો તેણે ૩૧ રન આપી ૩ વિકેટ ઝડપી હતી. ત્યારે આ વિશ્ર્વકપ ભારતીય ટીમ જેટલો મહત્વપૂર્ણ છે તેટલો જ મહત્વપૂર્ણ હાર્દિક પંડયા માટે છે. રન ચેઈસમાં હાર્દિક પંડયાની સ્ફોટક બલ્લેબાજી વિપક્ષીઓ માટે માથાનો દુખાવો બની રહેશે.

રવિન્દ્ર જાડેજા

Ravindra Jadejaodi1819

ભારતીય ટીમ માટે રવિન્દ્ર જાડેજા વિશ્ર્વકપ માટે ખુબ જ ઉપયોગી સાબિત થશે આ પૂર્વે રવિન્દ્ર જાડેજા ૨૦૧૫નો વિશ્ર્વકપ પણ રમી ચુકયો છે ત્યારે મહેન્દ્રસિંહ ધોનીના વિશ્ર્વાસુ ખેલાડીઓમાંનો રવિન્દ્ર જાડેજા એક હતો. વાત કરવામાં આવે તો રવિન્દ્ર જાડેજા ઓલ રાઉન્ડર તરીકે ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે તેને વન-ડેમાં ૧૫૧ મેચોમાં સરેરાશ ૨૯.૯૨ની એવરેજથી ૨૦૩૫ રન નોંધાવ્યા છે જેમાં તેણે ૧૦ અડધ સદી પણ નોંધાવી હતી. સ્પીનર તરીકે જો વાત કરવામાં આવે તો તેણે ૪.૮૮ની ઈકોનોમિકથી ૧૭૪ વિકેટ પ્રાપ્ત કરી છે. તેણે ૩૬ રન આપી ૫ વિકેટ ઝડપી હતી જે તેના બેસ્ટ બોલીંગ ફિગરમાંનો એક માનવામાં આવે છે. ઈંગ્લેન્ડની વિકેટ કંડીશન જાડેજા માટે ખુબ જ ઉપયોગી સાબિત થશે તે માટે તેનું ચયન કરવામાં આવ્યું છે.

મોહમદ સમીMohammed Shamiodi1819

પોતાના વ્યકિતગત જીવનમાં અનેક ઉતાર-ચઢાવમાંથી પસાર થયેલા મોહમદ સમીને ૨૦૧૯ વિશ્ર્વકપમાં સ્થાન આપવામાં આવ્યું છે. તેના માટે આ બીજો વિશ્ર્વકપ છે. આ પહેલા તે ૨૦૧૫ના વિશ્ર્વકપમાં ભારતીય ટીમનો સભ્ય રહ્યો હતો. તેણે સરેરાશ ૫.૪૮ની ઈકોનોમીથી ૧૧૩ વિકેટો પ્રાપ્ત કરી છે. જેમાં તેના બેસ્ટ બોલીંગ ફિગર વિશે માહિતી લેવામાં આવે તો તેને ૩૫ રન આપી મહત્વપૂર્ણ ૪ વિકેટો પ્રાપ્ત કરી હતી ત્યારે ઈંગ્લેન્ડની બાઉન્સી વિકેટ પર મોહમદ સમીના વૈદ્યક બાઉન્સરો વિપક્ષીઓમાં તકલીફ ઉભી કરશે. ભારતીય ટીમમાં જસપ્રીત બુમરાહ, ભુવનેશ્ર્વર કુમાર અને મોહમદ સમીની ત્રિપુટી વિપક્ષીઓ ઉપર કહેર વરસાવશે તો નવાઈ નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.