Abtak Media Google News

પ્રાપ્ત થતી વિગતો અનુસાર સંતરામપુર એસ.ટી. ડેપોના વર્કશોપ વિભાગની બેદરકારી સામે આવેવા પામી છે. એસ.ટી. ડ્રાઇવરોની અવાર-નવાર લેખિત મૌખિક રજૂઆત તેમજ ડી.ડી.આર.માં એન્ટ્રી કરેલ કે બસો આટ લાખ કિલોમીટર ચાલી ગયેલ છે. અને આ સ્ક્રેપ થયેલી બસો હમો ચલાવી ગયેલ છે. અને આ સ્ક્રેપ થયેલી બસો હમો ચલાવી શકીએ તેમ નથી છતાં પણ એસ.ટી. વર્કશોપ સાઇટના મીકેનીક વિભાગના કર્મચારીઓ દ્વારા બસોની મરામત બરાબર  ન કરતાં હાલમાં એક બસ નંબર-૨૯૪૩ અને ડ્રાઇવર કમ કંડક્ટર બેઝ નંબર-૧૨૯૭ પર્વતભાઇ ડામોરને ગુજરજસ્તી બસ લઇ જવા માટે દબાણ કરતાં આ બસમાં યાંત્રિક ખામી હોવાથી બ્રેક ન આવતાં સદર બસ ભીડ ઉભેલી બસને અથડાઇ સામેથી સાઇડમાં ડીઝલની કેબીન સાથે ભયંકર રીતે અથડાતાં ગોઝારો અકસ્માત થવા પામેલ છે. સદ્નશીબે ડ્રાઇવર બચી જવા પામેલ છે અને બસ ખાલી ખમ હતી જેના કારણે કોઇ જાનહાની થવા પામેલ નથી.

Vlcsnap 2018 02 13 16H44M37S137એસ.ટી. ડેપો મેનેજર ઇન્ચાર્જ શ્રીપટેલ અને ફરજ ઉ૫ર હાજર ડેપો મેનેજર પટ્ટણીએ ડ્રાઇવરની ભુલ ન હોવા છતાં ભૂલ કાઢીને હાલમાં સસ્પેન્ડ કરતાં ડ્રાઇવર કંડક્ટર યુનીયનમાં ભારે નારાજગી પ્રવર્તેલી જોવાયેલ છે.

અગાઉ પણ સંતરામપુર એસ.ટી. ડેપોની બેદરકારી સામે આવી હતી જેના પગલે વિભાગીય નિયામકશ્રીએ એસ.ટી. ડેપો મેનેજર બી.એમ. પટ્ટણીને સસ્પેન્ડ કરેલા હતા. પરંતુ ક્યા કારણોસર પાછા સંતરામપુર ડેપો મેનેજર તરીકે ફરજ ઉપર હાજર કર્યા તેઓ પેચીદો પ્રશ્ન છે. અને તેમની આવી કામગીરીથી એસ.ટી. ડેપોના તમામ કર્મચારીઓમાં ભારે રોષની લાગણી જોવા મળે છે.

Vlcsnap 2018 02 13 16H44M40S167અત્રે નોંધનીય બાબત એ છે કે, સંતરામપુર એસ.ટી. ડેપોમાં કુલ ૧૨ જેટલી બસો આઠ લાખ કિલોમીટર ઉપરાંત ફરી ચુકી છે અને વહીવટી તંત્ર દ્વારા આ સ્ક્રેપ થયેલી બાર બસોને ઓન રોડ ચલાવવામાં આવે છે. તે આવનારા દિવસોમાં ભયંકર અકસ્માતને નોતરે તેમાં નવાઇ નહીં. ડ્રાઇવરો પોતાના જાનના જોખમે આવી ખામી યુક્ત બસો ચલાવે છે તે માટે કોણ જવાબદાર ગણાશે. શું વર્કશોપ સાઇડમાં માલ સામાન નથી કે પછી ઉપલી કક્ષાએ બેઠેલા અધિકારીઓ કર્મચારીઓ ઉપર માનસિક દબાણ કરી રહ્યા છે? આવા અનેક પ્રશ્નો એસ.ટી.ના કર્મચારીઓના મુખે ચર્ચાઇ રહ્યાં છે.

Vlcsnap 2018 02 13 16H44M51S25

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.