સંવિધાનો બચાવ-દેશ બચાવો: ૧૩મીએ કનૈયાકુમાર, હાર્દિક અને જીજ્ઞેશ મેવાણીની રેલી-સભા

106

ટીમ ઈન્દ્રનીલના સભ્યો વશરામ સાગઠિયા, જગદીશ મોરી અફને અભિષેક તાળા સહિતના આગેવાનો ‘અબતક’ની મુલાકાતે

ટીમ ઈન્દ્રનીલ દ્વારા રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં હાલ સંવિધાન બચાવો-દેશ બચાવો કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે જે અંતર્ગત આગામી ૧૩મી ફેબ્રુઆરીના રોજ રાજકોટ ખાતે સંવિધાન બચાવો-દેશ બચાવો રેલી અને જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કનૈયાકુમાર, હાર્દિક પટેલ તથા જીજ્ઞેશ મેવાણી ઉપસ્થિત રહેશે.

આજે અબતકની શુભેચ્છા મુલાકાત દરમિયાન વધુ વિગત આપતા ટીમ ઈન્દ્રનીલના સભ્યો વશરામભાઈ સાગઠિયા, જગદીશભાઈ મોરી અને અભિષેકભાઈ તાળાએ જણાવ્યું હતું કે, ભાજપ અને આરએસએસના મુઠ્ઠીભર વ્યકિતઓ દેશને મનુવાદી પ્રથા લોકોમાં આવે ત્યારે બંધારણ બદલી નાખવાના પ્રયાસમાં છે જેની સામે હાલ સંવિધાન બચાવો-દેશ બચાવો કાર્યક્રમ ચાલી રહ્યો છે.

જે અંતર્ગત આગામી ૧૩મીના રોજ રાજકોટ ખાતે કનૈયાકુમાર, જીજ્ઞેશ મેવાણી અને હાર્દિક પટેલની રેલી તથા સભાનું આયોજન કરવામાં આવ્યું છે.કનૈયાકુમાર દેશદ્રોહી હોવાના મેસેજ હાલ વાયરલ થઈ રહ્યા છે જો તે દેશદ્રોહી હોય તો ભાજપ તેની સામે કેમ એફઆઈઆર દાખલ કરતી હતી. રાજકોટમાં સભા અને રેલીને સફળતા મળે તેવું લાગતા હાલ ગેરમાર્ગે દોરવાના પ્રયાસો થઈ રહ્યા છે જે તદન પાયાવિહોણા છે. કનૈયાકુમાર રાજકોટ આવશે અને તેની રેલી તથા સભા પણ યોજાશે જ.

Loading...