Abtak Media Google News

હડિયાણા ગામે ખૂલ્લા ભૂગર્ભ પાણીના ટાંકામાં આખલો પડી જતા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી આખલાનો આબાદ બચાવ કરાયો હતો.

હડિયાણાના સતવારા શેરીમાં રહેતા કેતનભાઈ પરમાર જેઓ નવુ મકાન બનાવી રહ્યા હોય ત્યાં ભૂગર્ભમાં મોટી પાણીની ટાંકી પણ બનાવી હોય જેમાં લડતા લડતા બે ખુટીયામાંથી એક ખૂટીયો ટાંકામાં પડી ગયો હતો. ઘટનાની જાણ થતા તુરંત મકાન માલિકે જેસીબી વાળાનો સંપર્ક કરી રેસ્કયુ હાથ ધરી મહામુસીબતે બે થી ત્રણ કલાકની જહેમત બાદ હેમખેમ ખુટીયાને બહાર કઢાયો હતો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.