Abtak Media Google News

વિદેશોમાં જીવતા પશુઓને મોકલવામાં વિવિધ સરકારી તંત્રોમાં આચરવામાં આવતી ગેરરીતીઓ અંગે ‘અબતક’ નાં અહેવાલો પડઘો: જીવદયાપ્રેમીઓએ ઉચ્ચ કક્ષાએ રજુઆતો કરી

કચ્છના તૃણા બંદરેથી જીવતા પશુઓની થતી ગેરકાયદેસર નિકાસ અંગે પ્રાણીઓ ઉપર થતા ક્રુર અત્યાચારની બાબતો તાજેતરમાં જ ‘અબતક’ સાંધ્ય દૈનિકે ઉજાગર કરી હતી. આ ગંભીર બાબતનો ‘અબતક’ના અહેવાલના પગલે પડઘો પડયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તૃણા બંદરેથી મુંગા પશુઓની આ ગેરકાયદેસર નિકાસ અને તેમાં વેટરનરી ડોકટરોની વરણી ભુમિકા અંગે ‘અબતક’ સાંધ્ય દૈનિકે જબરી ઝુંબેશ ચલાવી હતી અને સળંગ ચાર ‘એપીસોડ’ પ્રસિધ્ધ કરી તંત્રની પોલંપોલ ખોલી નાંખી હતી. આથી હવે ‘અબતક’ના પડઘારૂપે જીવદયા સંસ્થાઓ સક્રિય બની છે અને આ મામલો મુખ્યમંત્રી સુધી પહોંચાડયો છે. આ પ્રશ્ને કચ્છ જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીના માનદ ઉપપ્રમુખ રતિલાલ ગોવિંદભાઈ પરમારે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ના.પોલીસ અધિક્ષક-અંજાર, કસ્ટમ કમિશ્નર કંડલાને ચોંકાવનારી રજૂઆતો કરી છે.14

મુખ્યમંત્રીને સંબોધી કરાયેલી રજૂઆતમાં રતિલાલ ગોવિંદભાઈ પરમારે જણાવેલ હતું કે, રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, સુરત, મુંબઈના જીવદયાપ્રેમીઓની મૌખિક રજૂઆત આવેલ છે કે હાલમાં તુણા (કંડલા) તથા મહારાષ્ટ્રના રતનાગીરી જિલ્લાના જયગઢ તથા મહારાષ્ટ્રના દીગી પોર્ટ તથા ગોવા પોર્ટથી પશુઓની નિકાસ દુબઈ ખાતે થઈ રહી છે. ગુજરાત સરકારનો વિરોધ હોવા છતાં નિકાસ થતા ઘેટા-બકરામાં લોહીનું પરીક્ષણ ગુજરાત સરકારના પશુપાલન વિભાગનાં અધિકારીઓ નામે ડો.કાનાણી, ડો.સંજય ડાભી, ડો.કાપડીયા દ્વારા અમદાવાદ ખાતેની રાજય સરકારની આંબાવાડી ખાતેની કચેરીમાં રાત્રીના સમયમાં સરકારી મશીનરીનો ઉપયોગ કરીને વહાણ દીઠ રૂપિયા ૩૦,૦૦૦/- વસુલ કરીને લોહીનું પરીક્ષણ કરવામાં આવે છે.44

તથા ઉપરના ત્રણે અધિકારીઓએ અમદાવાદમાં પોતાની ખાનગી લેબોરેટરી બનાવેલ છે. જેમાં પણ નિકાસકારોને ગેરકાયદેસર સરકારની મંજૂરી વગર નાણા વસુલીને લોહીના પરીક્ષણ કરે છે જે નાણા સરકારમાં જમા કરાવતા નથી તો ઉપરનાં ત્રણે અધિકારીઓ વિરુધ્ધ કાયદેસરની તપાસ કરી કાયદાકીય તથા ફોજદારી પગલા ભરવા જરૂરી છે.

જયારે પરમારે અંજારના ના.પો.અધિક્ષકને જણાવેલ છે કે, તાજેતરમાં હાઈકોર્ટએ આપેલા ઘેટા-બકરા નિકાસના ચુકાદામાં જણાવેલ છે કે નિકાસકારોએ વેટરનરી સર્ટીફીકેટ જે જગ્યાએથી પશુઓનું રોડ ટ્રાન્સપોર્ટેશન શરૂ થાય તે જગ્યાના રજીસ્ટર્ડ વેટરનરી ડોકટરનો પશુ તંદુરસ્તી સટીફીકેટ લેવાનું રહેશે જે સર્ટીફીકેટ કસ્ટમ વિભાગને રજૂ કરીને નિકાસના કાગળો સાથે સામેલ કરવાનું રહેશે.34

જો કે અમારી ધ્યાને તા.૧-૫-૨૦૧૯ના બાઉદીશા નામનું વહાણ તથા તા.૨-૫-૨૦૧૯ના સારા નામનું વહાણ ઘેટા-બકરા ભરીને દુબઈ નિકાસ થયેલ છે જેમાં ઉપરોકત નિયમનું પાલન થયેલ નથી. ઉદાહરણ તરીકે જો એક વહાણમાં ૧૫૦૦ ઘેટા-બકરા નિકાસ થાય તો તે ઘેટા-બકરા તૃણા બંદર સુધી પહોંચાડવા માટે અંદાજીત ૦૮ ટ્રકો દ્વારા પહોંચી શકે તો તેમાં આઠ પશુચિકિત્સકના સર્ટીફીકેટની જરૂર પડે અને ઉપરોકત ઘેટા-બકરા ભારતના અલગ અલગ વિસ્તારોમાંથી આવતા હોય છે.54

અલગ અલગ વિસ્તારના પશુ ચિકિત્સકના પ્રમાણપત્રની જરૂર પડે છે તો અમારી ફરિયાદ છે કે, ઉપરોકત બન્ને વહાણોમાં લાઈવ સ્ટોક ભારતનાં કઈ-કઈ જગ્યાએથી કયાં-કયાં નંબરના ટ્રકમાં અને જે જગ્યાએથી લાઈવ સ્ટોક આવેલ હોય તેના બિલ્ટી, પશુ ખરીદી બીલ, ટોલ ટેકસની પહોંચ, આરટીઓ રસીદ વગેરેની ચકાસણી કરવામાં આવે અને તાજેતરમાં હાઈકોર્ટના ચુકાદામાં પશુ નિકાસમાં કસ્ટમ વિભાગને નોડલ એજન્સી જાહેર કરેલ છે તો આ બાબતમાં કસ્ટમ વિભાગે આંખમીચામણા કરી અને મીલાપીપણુ કરી હાઈકોર્ટના ચુકાદા ઉલ્લંઘન કરેલ છે તો આ બાબતે ગંભીરતાથી તપાસ કરીને ફોજદારી ફરિયાદ કરવી જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.