Abtak Media Google News

ઉનાના યુવા આગેવાન રસિક ચાવડા અને અજય શિયાળે રાષ્ટ્રપતિને પત્ર લખ્યો

ભારત પાક. સીમા નજીક માછીમારી કરતા સમયે સીમા ઉલ્લંધન બદલ માછીમારોને પાકિસ્તાન મરીન સિકયુરિટી દ્વારા પકડી જેલમાં કેદ કરવામાં આવતાં હોય છે  ત્યારે  આ માછીમારોને મુક્ત કરાવવા માટે ઉનાના યુવા આગેવાન રસિક ચાવડા અને રાજુલાનાં યુવા આગેવાન અજય શિયાળ દ્વારા રાષ્ટ્રપતિને પત્ર લખતા જણાવ્યું કે ગુજરાતનાં વિશાળ દરિયાકાંઠા વિસ્તારમાં વસતાં કોળી સમાજ, ખારવા સમાજ તથા મુસ્લિમ સમાજ સહિતનાં અનેક પરિવારો માછીમારી વ્યવસાય સાથે જોડાયેલા છે. આવાં પરિવારો માછીમારી કરી પોતાના પરિવારોનું ગુજરાન ચલાવતા હોય છે અને માછીમારી તેનું આજીવિકા નું સાધન છે.  ભારત પાકિસ્તાન દરિયાઇ જળસીમા નજીક રોજીરોટી માટે માછીમારી કરતાં સમયે અજ્ઞાનતા નાં કારણે અથવા દિશાભાનના રહેવાનાં કારણે બંને દેશોની સરહદ ઓળંગીને પાકિસ્તાન સીમામાં પહોંચી જતા હોય છે  તેનાં કારણે સરહદ ઉલ્લંધન બદલ આ માછીમારોને પાકિસ્તાની જેલોમાં કેદ કરવામાં આવતાં હોય છે. આથી ભારત સરકાર દ્વારા પાકિસ્તાન ની જુદી જુદી જેલોમાં કેદ ગુજરાતનાં માછીમારો ની પાકિસ્તાન માં સ્થિત ભારતીય દુતાવાસનાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા મુલાકાત લેવામાં આવે તેમજ આ માછીમારો વહેલી તકે માદરે વતન પહોંચે તેનાં માટે જરૂરી કાર્યવાહી કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે તેવી આ માછીમારોના પરિવારો વતી અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ મહામંત્રી રસિક ચાવડા, ભરત ભાઈ કામલિયા, રાજુ ભાઈ બાંભણિયા, પંચાભાઇ દમણિયા, જેન્તીભાઇ ચોહાણ વગેરે એ રજૂઆત કરતો પત્ર રાષ્ટ્રપતિ, રાજ્યપાલ તથા ભારતીય હાઈ કમિશન સહિતનાં વિભાગ ને પાઠવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.